Śrīmad Bhāgavatam

વર્ષા અને શરદ ત્હતુનું વર્ણન કીંશુક ઉરાય તયોસ્તદદ્ુતં કર્મ દાવાગ્નેર્મોક્ષમાત્મનઃ | ગોપાઃ સ્રીભ્યઃ સમાચખ્યુઃ પ્રલમ્બવધમેવ ચ ।। ૧|। ગોપવૃદ્ધાશ્ચ ગોપ્યશ

8 વેણુગીત
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

વીસમો અધ્યાય વર્ષા અને શરદ ત્હતુનું વર્ણન કીંશુક ઉરાય તયોસ્તદદ્ુતં કર્મ દાવાગ્નેર્મોક્ષમાત્મનઃ | ગોપાઃ સ્રીભ્યઃ સમાચખ્યુઃ પ્રલમ્બવધમેવ ચ ।। ૧|। ગોપવૃદ્ધાશ્ચ ગોપ્યશ્ તદુપાકર્ણ્ય વિસ્મિતાઃ મેનિરે દેવપ્રવરી કૃષ્ણરામૌ વ્રજં ગતો | ૨॥ તતઃ પ્રાવર્તત પ્રાવૃટ્‌ સર્વસત્ત્વસમુદ્ધવા । વિદ્યોતમાનપરિધિર્વિસ્ફર્જિતનભસ્તલા ॥૩॥ સાન્દ્રનીલામ્બુદૈવ્યોમ સવિદ્યુત્સ્તનયિત્નુભિઃ | અસ્પષ્ટજ્યોતિરાચ્છન્ન બ્રહ્ેવ સગુણ બભૌ ॥ ૪॥ અષ્ટૌ માસાન્‌ નિપીતં યદ્‌ ભૂમ્યાશ્ચોદમયં૨ વસુ । સ્વગોભિર્મોક્તુમારેભે પર્જન્યઃ કાલ આગતે ૫॥ તડિત્વન્તો મહામેઘાશ્ચણ્ડશ્વસનવેપિતાઃ | પ્રીણનં જીવન હ્યસ્ય મુમુચુઃ કરુણા ઈવ | ૬|। શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! ગ્વાલબાળકોએ ધરે પહોંચીને પોતાની માતા, બહેનો વગેરે સ્ત્રીઓને શ્રીકૃષ્ઠ અને બલરામજીએ જે કાંઈ અદ્દભુત કર્મ કર્યાં હતાં - દાવાનળમાંથી તેમને બચાવવા, પ્રલંબાસુરનો વધ કરવો વગેરે - બધી હકીકત કહી સંભળાવી. ॥ ૧ || મોટા-મોટા વૃદ્ધ ગોવાળો અને ગોવાલલ્રો પણ રમ અને શ્યામની અલૌકિક લીલાઓ સાંભળીને આશ્ચર્યમાં પડી જતાં હતાં. તે બધાં એવું માનવા લાગ્યાં કે, શ્રીકૃષ્ણ અને બલરામના વેશમાં કોઈ બહુ મોટા દેવો જ વ્રજમાં પધાર્યા છે. 1 ૨ ॥ ત્યાર પછીવર્ષાશ્રતુનું શુભાગમન થયું. આ ત્રતુમાં બધા પ્રકારના જીવ-જંતુઓમાં વૃદ્ધે થઈ જાય છે. આ વર્ષાગ્ાતુના દિવસોમાં સૂર્ય-ચંદ્રની આસપાસ ગોળ પ્રકાશમય વર્તુળો દેખાવા લાગ્યાં અને આકાશ વાદળો, વાયુ, વીજળીથી ક્ષુબ્ધ દેખાવા લાગ્યું. ॥ ૩ આકાશ નીલા રંગના વાદળોથી છવાઈ જતું. વીજળીના ઝબકારા થતા, વારંવાર મેઘોનો ગડગડાટ સંભળાતો, સૂર્ય-ચન્દ્રમા અને તારા ઢંકાઈ જતા ત્યારે ત્રણે. ગુજ્નોથી ઢંકાયેલું અને તેથી જ અસ્પષ્ટ પ્રકાશવાળું (સ્વયં બ્રહ્મસ્વરૂપ હોવા છતાં) જીવનું સ્વરૂપ હોય તેવું આકાશ ભાસવા લાગ્યું. || ૪ || સૂર્યએ રાજાની જેમ પૃથ્વીરૂપી પ્રજા પાસેથી આઠ મહિના સુધી જળનું ગ્રહણ કર્યું હતું, હવે સમય આવ્યે તેઓ પોતાનાં કિરણોરૂપી હાથોથી પાછું તેને વહેંચવા લાગ્યા. ॥ પ |દયાળુ લોકો જ્યારે જુએ છે કે, પ્રજા બહુ દુઃખી થઈ રહી છે, ત્યારે તેઓ દયાને વશ થઈને પોતાના પ્રાણ સુધ્ધાં ન્યોછાવર કરી દે છે - તે જ પ્રમાણે વીજળીના ઝબકારાથી શોભતાં વાદળો વેગથી વહેતા વાયુની પ્રેરજ્રાથી જીવોના કલ્યાણ માટે પોતાના જીવનરૂપી જળને વરસાવવાં લાગ્યાં. | ૬ |! ૧. બાલક્ીડાયાં દાવાનલવિમોશણગેકોનવિશોડધ્યાયઃ । ૨. ભૃમ્યા ઉદમય | અ૦ ૨૦] દસમો સ્કન્ધ 221 તપઝૃશા દેવમીઢા આસીદ્‌ વર્ષીયસી મહી 1 યથૈવ કામ્યતપસસ્તનુઃ સમ્પ્રાપ્ય તત્ફલમ્‌ | ૭|। નિશામુખેષુ ખધોતાસ્તમસા ભાત્તિ ત ગ્રહાઃ | યથા પાપેન પાખણ્ડા ન હિ વેદાઃ કલૌ યુગે ॥ ૮॥। શ્રુત્વા પર્જન્યનિનદં મણ્ડૂકા વ્યસુજન્‌ ગિરઃ | તૃષ્ણી શયાનાઃપ્રાગ્‌યદ્રદબ્રાહ્મણા નિયમાત્યયે ॥ ૯॥। આસશુત્પથવાહિન્યઃ ક્ષુદ્રનધોડનુશુષ્યતીઃ૧ । પુંસો યથાસ્વતત્ત્રસ્ય દેહદ્રવિણસમ્પદઃ | ૧૦॥। હરિતા હરિભિઃ શખ્યૈરિન્દ્રગોપૈશ્વ લોહિતા | ઉચ્છિલીન્પ્રકૃતચ્છાયા નૃણાં શ્રીરિવ ભૂરભૂત્‌ ॥ ૧૧।। ક્ષે્રાણિ સસ્યસમ્પદ્ધિઃ૨ કર્ષકાણાં મુદં દુઃ | ધનિનામુપતાપં ચ દૈવાધીનમજાનતામ્‌ || ૧૨॥। જલસ્થલૌકસઃ સર્વે નવવારિનિપેવયા | અબિભ્રદ રુચિરં રૂપં યથા હરિનિષેવયા [।૧૩॥। સરિદ્ધિઃસક્નતઃ સિન્ધુશ્રુક્ુભે શ્રસનોર્મિમાન્‌ । અપક્વયોગિનશ્રિત્તં કામાક્તં ગુણયુગ્‌ યથા ।। ૧૪।। ગિરયો વર્ષધારાભિર્હન્યમાના ન વિવ્યથુઃ | અભિભૂયમાના વ્યસનેર્યથાડધોક્ષજચેતસઃ || ૧૫॥ માર્ગા બભૂવુઃ સન્દિગ્ધાસ્તૃશૈશ્છન્ના હ્સંસ્કૃતાઃ । નાભ્યસ્યમાનાઃ શ્રુતયો દ્િજૈઃ કાલહતા” ઇવ 11૧૬॥ લોકબન્ધુષુ મેઘેષુ વિધુતશ્વલસૌહૃદાઃ | સ્થૈર્ય ન ચક્રુઃ કામિન્યઃ પુરુપેષુ ગુણિષ્વિવ” ।। ૧૭॥ જેઠ-અષાઢની ગરમીથી ધરતી સુકાઈ ગઈ હતી, તે હવે વરસાદના જળથી સિંચાઈને ફરીથી લીલીછમ થઈ ગઈ છે - જેમ્‌ સકામભાવથી તપ કરતાં શરીર દુર્બળ થઈ જાય છે પરંતુ જ્યારે તેનું ફળ મળે છે ત્યારે તે હૃષ્ટ-પુષ્ટથઈ જાય તેમ, | ૭ || વર્ષાગ્દતુમાં સાયંકાળે વાદળોને લીધે ઘોર અંધકાર છવાઈ જવાથી નક્ષત્ર-તારઓનો પ્રકાશ તો દેખાતો નથી, પરંતુ આગિયા ચમકવા લાગે છે - જેમ કલિયુગમાં પાપની પ્રબળતા હોવાથી પાખંડનો પ્રચાર થઈ જાય છે અને વૈદિક સંપ્રદાયો લુપ્ત થઈ જાય છે. | ૮ ॥ જે દેડકાં પહેલાં મૌન રહીને સુઈ રહ્યાં હતાં, હવે તે વાદળોની ગર્જના સાંભળીને ઠાઉં-ડ્રાઉં કરવા લાગે છે - જેમ નિત્યકર્મથી નિવૃત્ત થઈને ગુરુની આજ્ઞાથી બ્રહ્મચારીઓ વેદપાઠ કરવા લાગે છે, ॥ ૯ || જાણે કોઈ અસંયમી મનુષ્યને યુવાની વગેરે સંપત્તિઓ પ્રાપ્ત થતાં તે અવળે માર્ગે વહી જાય છે, તેમ અલ્પ જળવાળી નદીઓ જે ગરમીના દિવસોમાં સુકાઈ ગઈ હતી તે વરસાદનું વિપુલ જળ આવતાં આમ-તેમ ઊભરાઈને વહી રહી છે. || ૧૦ ॥ જેમ રાજાઓની સૈન્ય-સંપત્તિ અનેક પ્રકારના વૈભવ (ધજા-છત્ર વગેરે)થી યુક્ત હોય છે તેમ પૃથ્વી વર્ષાકાળ આવતાં લીલું-લીલું, ઘાસ અને ખેતરોમાં ઊભેલા ધાન્યથી લીલી, ઇન્દ્રગોપ — લાલ જંતુઓથી લાલ તેમજ જ્યાં-ત્યાં ઊગેલી બિલાડીની છત્રાકાર શ્વેત છત્રીઓથી શોભાયમાન થઈ રહી છે. |! ૧૧ || બધાં ખેતરો ધાન્યથી લહેરાઈ રહ્યાં છે, તે જોઈને ખેડૂતોનો આનંદ સમાતો નથી, પુરંતુ બધું જ પ્રારબ્ધને આધીન છે - આ વાતને ન જાણનારા, અનાજનો સંગ્રહ કરનારા ધનવાનોના હૃદયમાં ભારે સંતાપ થવા લાગ્યો, કારણ કે, હવે અમે આ લોકોને પોતાના પંજામાં કઈ રીતે રાખી શકીશું? || ૧૨ ॥ વરસાદના નવા જળના સેવનથી બધાં જ જળચર-સ્થળચર પ્રાણીઓની સુંદરતા વધી ગઈ હતી, જેમ ભગવાનની સેવા કરવાથી (બહાર અને અંદર) મનુષ્ય સુંદર બેની જાય છે. ॥। ૧૩. વર્ષાકતુમાં પ્રચંડ હવાના વેગથી સમુદ્ર ઉત્તુંગ મોજાં ઉછાળતો હતો તેમાં હવે નદીઓના સંયોગથી તે વધારે ક્ષુબ્ધ થઈ ગયો. જેમ વાસનાયુક્ત યોગીનું ચિત્ત વિષયોનો સંપર્ક થવાથી કામનાઓના આવેગોથી ભરાઈ જાય છે. |! ૧૪ મુશળધાર વરસાદની ધારાઓથી પર્વતોને કોઈ વ્યથા થતી નથી, જેમ ભક્તોનું ચિત્ત ભગવાનમાં જોડાઈ જવાથી તેમને દુઃખો વ્યથા પહોંચાડી શકતાં નથી. ।। ૧૫ ॥જે રસ્તાઓ ક્યારેય ચોખ્ખા કરવામાં આવતા નહોતા, તે ઘાસથી ઢંકાઈ જવાથી દષ્ટિ-ચોચર થવા કઠણ થઈ ગયા - જેમ જ્યારે દ્વિજાતિ વેદોનો અભ્યાસ કરતા નથી ત્યારે. કાલક્રમે વેદો ભુલાઈ જાય છે. ॥। ૧૬ ॥જોકે વાદળો લોકો માટે ભારે ઉપકારી છે, છતાં પણ વીજળી તેમાં સ્થિર રહેતી નથી - જેમ ચંચળ મનની સુંદર સ્ત્રીઓ પોતાના ગુણવાન પુરુષ પાસે ૧. ત્ડમ્બુપૂરિતાઃ | ૨. સસ્યવૃદ્ધાનિ ! ૩. કાલેન વા હતાઃ 1 ૪. ગુબરેષ્વપિ ! 222 શ્રીમદભાગવત, “ [અ૦૨૦ ધનુર્વિયતિ માહેન્દ્રં નિર્ગુણ ચ ગુણિન્યભાત્‌ ! વ્યક્તે ગુણવ્યતિકરેડગુણવાન્‌ પુરુષો યથા । ૧૮।। ન રરાજોડુપશ્છજ્ઞઃ સ્વજ્યોત્સ્નારાજિતેર્થનેઃ । અહંમત્યા ભાસિતયા સ્વભાસા પુરુષો યથા || ૧૯।| મેઘાગમોત્સવા હષ્ટાઃપ્રત્યનન્દઝિછિખશ્ડિનઃ । ગૃહેષુ તમા નિર્વિણ્ણા યથાડચ્યુતજનાગમે ॥ ૨૦! પીત્વાડપઃ પાદપાઃ પદ્ધિરાસન્ઞાનાત્મમૂર્તયઃ | પ્રાકક્ષામાસ્તપસા શ્રાન્તા યથા કામાનુસેવયા ॥૨૧॥। સરસ્વશાત્તરોધસ્સુ ન્યૂષુરક્નાપિ સારસાઃ । ગૃહેષ્વશાન્તકૃત્યેષુ ગ્રામ્યા ઇવ દુરાશયાઃ | ૨૨ જલૌધૈર્નિરભિદ્યન્ત સેતવો વર્ષતીશ્વરે । પાખણ્ડિનામસદ્રાેર્વેદમાર્ગાઃ કલો યથા | ૨૩ લ્યમુગ્યન્‌ વાયુભિર્નુજ્ઞા ભૂતેભ્યોડથામૃતં ઘનાઃ । યથાડડશિષો વિશ્પતયઃ કાલે કાલે ઢ્િજિરિતાઃ ॥ ર૪।। એવં વનં તદ્‌ વર્ષિષ્ઠં પક્વખર્જૂરજમ્બુમત્‌ | ગોગોપાલૈવૃતો રન્‍્તું સબલઃ પ્રાવિશદ્રિઃ || ૨૫।। ધેનવો મન્દગામિન્ય ઊધોભારેણ ભૂયસા |! યયુર્ભગવતાડડહૂતા કુત પ્રીત્યા સ્નુતસ્તનીઃ ॥ ર ૬।। વતૌકસઃ પ્રમુદિતા વનરાજીર્મધુચ્યુતઃ | જલધારા ગિરેર્નાદાનાસન્ના દદંશે ગુહાઃ ।। ર૭! ક્વચિદ્‌ વનસ્પતિક્રોડે ગુહાયાં ચાભિવર્ષતિ । નિર્વિશ્યચ ભગવાન્‌ રેમે કન્દમૂલફલાશનઃ || ર૮! પન્ન સ્થિર ભાવથી રહેતી નથી. | ૧૭ ॥ આકાશ મેઘ- ગર્જનાથી વ્યાપ્ત છે. તેમાં નિર્ગુણ (દોરડા વિનાનું) ઇન્દરધનુપ્ય તેવી રીતે શોભી રહ્યું છે, જેમ સત્ત્વ-રજ વગેરે ગુણોથી વ્યાપ્ત વિશ્વમાં નિર્ગુણ બ્રહ્મ શોભી રહયું હોય. |! ૧૮ ॥જોકે ચન્દ્રમાની ધવલ ચાંદનીથી વાદળો દેખાતાં હતાં, છતાં પણ તે વાદળોએ ચન્દ્રમાને ઢાંકીને શોભાહીન બનાવી દીધો હતો, જેમ પોતાના ચૈતન્ય-પ્રકાશથી પ્રકાશિત અહંબુદ્ધિ જીવને પ્રકાશિત થવા દેતી નથી. ॥ ૧૯ |[જેમ સાંસારિક તાપોથી તપ્ત થઈને વૈરાગ્યયુક્ત થયેલા મનુષ્યો ભગવાનના ભક્તોનો સમાગમ થતાં પ્રસન્ન થઈ થઈને તેમનો આદર-સત્કાર કરે છે, તેમ મયૂરો પણ વાદળોના આગમનથી આનંદિત થઈને, ટહુકા કરીને, નૃત્ય કરીને આનંદથીતેમનો સત્કાર કરી રહ્યા છે. ॥ ૨૦ ॥જે વૃક્ષો જેઠ-અપાઢમાં સુકાઈ ગયાં હતાં, તે હવે તેમનાં મૂળિયાંથી જળ પીને પાંદડાં, ફૂલ અને ડાળીઓથી ખૂબ જ સોહામણાં લાગે છે.

  • સજી-ધજી ગયાં છે - જેમ સકામભાવે તપ કરવાવાળા, પહેલાં તો દુર્બળ થઈ જાય છે, પરંતુ કામના પૂરી થયેથી કરીથી હૃષ્ટ-પુષ્ટથઈ જાય છે. ॥ ૨૧ ॥ પરીક્ષિત! તળાવોના કિનારા, કાંટા-કીચડ અને પાણીના વહેવાથી મોટે ભાગે અશાંત હોય છે પરંતુજેમ સારસ પક્ષી તે સ્થળને એક ક્ષણ માટે પણ છોડતું નથી તેમ અશુદ્ધ હદયના કામો પુરુષો કામકાજથી અને અશાંતિથી ભરેલા ઘરને છોડતા નથી - ઘરમાં પડી રહે છે. । ૨૨ ॥ વર્ષાઝકતુમાં ઇન્દ્રની પ્રેરજ્ઞાથી મુશળધાર વરસાદ થાય છે, તેથી ખેતરોની અને તળાવોની પાળો તૂટી જાય છે - જેમ કલિયુગમાં પાખંડીઓન! જાત-જાતના મિથ્યા સંપ્રદાયોથી વૈદિક માર્ગની મર્યાદા ઢીલી પડી જાય છે. !! ૨૩ 1 વાયુની પ્રેરણાથી વાદળો પ્રાણીઓ માટે અમૃતતુલ્ય જળની વૃષ્ટિ કરે છે - જેમ બ્રાહ્મબ્રોની પ્રેરણાથી ધનવાનો દાન દ્વારા ગરીબોની અભિલાષા પૂરે છે. ॥ ર૪ || વર્ષાગ્હતુમાં વૃન્દાવન આ પ્રમાણે શોભાયમાન બની અનેક જાતના પાકેલા ફળોથી સમૃદ્ધ હતું. તે જ વનમાં વિહાર કરવા માટે શ્યામ અને બલરામજીએ ગ્વાલબાળકો અને ગાયો સાથે પ્રવેશ કર્યો. ॥ ર૫ || ગાયો તેમના દૂધના ભરાવવાથી ભારે થયેલા થાન (આંચળ)ને કારણે ખૂબ ધીરે — ધીરે ચાલતી હતી. જ્યારે ભગવાન શ્રીકૃષ્ટ તેમનું નામ લઈને બોલાવતા ત્યારે તે પ્રેમવશ થઈને જલદી-જલદી તેમના તરફ દોડી આવતી હતી. તેમનાં થાનમાંથી દુધની ધારા વહેતી હતી. ॥ ર૬ || ભગવાને જોયું કે તેમના દર્શનથી વનવાસીઓ અને તેમની સ્ત્રીઓ આનંદમગ્ન થઈ ગયાં છે. વનરાજીઓ પુષ્પરસ ઝરવા લાગી, પર્વતમાંથી ઝરણાંઓ વહી રહ્યાં છે, તેનો અવાજ ઘજ્ઞો જ કર્ણપ્રિય લાગતો હતો. સાથે-સાથે વરસાદ પડી જાય તો ત્યાં છુપાઈ જવા માટે ઘણીબધી પર્વતની ગુફાઓ પણ છે. !! ૨૭ !!જ્યારે વરસાદ વરસવા લાગે, ત્યારે ૧. સતુતસ્તના । ૨. નિર્ષન્‌॥ અ૦ ૨૦] દસમો સ્કન્ધ 223 દધ્યોદનં૫ સમાનીતં શિલાયાં સલિલાન્તિકે । સમ્ભોજનીયૈર્બુભુજે ગોપૈઃ સડર્ષણાન્વિતઃ || ૨૯ શાદ્ધલોપરિ સંવિશ્ય ચર્વતો મીલિતેક્ષણાન્‌ | તૃ્તાન્‌વૃષાન્વત્સતરાન્‌ગાશ્ચસ્વોધોભરશ્રમાઃ૨ ॥ ૩૦॥ પ્રાવૃટશ્રિયં ચ તાં વીક્ષ્ય સર્વભૂતમુદાવહામ્‌” । ભગવાન્પૂજયાગ્યક્રે આત્મશક્ત્યુપબૃંહિતામ્‌ ॥। ૩૧॥। એવં નિવસતોસ્તસ્મિત્‌ રામકેશવયોર્દ્રજે । ર શરત્‌ સમભવદ્‌ વ્યભ્રા સ્વચ્છામ્બ્વપરુષાનિલા || ૩૨ ॥ શરદા નીરજોત્પત્ત્યા નીરાણિ પ્રકૃતિં યયુઃ । ભ્રષ્ટાનામિવ ચેતાંસિ પુનર્યોગનિષેવયા || ૩૩॥ વ્યોમ્નોડબ્દંભૂતશાબલ્યં ભુવઃપટ્ટમપાં મલમ્‌ | શરજ્જહારાશ્રમિણાં કૃષ્ણે ભક્તિર્યથાડશુભમ્‌ ॥ ૩૪॥ સર્વસ્વં જલદા હિત્વા વિરેજુઃ શુભ્રવર્ચસઃ । યથાત્યક્તેષણાઃશાન્તા મુનયો મુક્તકિલ્બિષાઃ” ॥ ૩૫॥ ગિરયોમુમુચુસ્તોયં ક્વચિન્ન મુમુચુઃ શિવમ્ષ । યથા જ્ઞાનામૃતં કાલે જ્ઞાનિનો દદતે ન વા | ૩૬॥ નૈવાવિન્દન્‌ ક્ષીયમાણં જલં ગાધજલેચરાઃ યથાડડયુરન્વહં ક્ષય્યં નરા મૂઢાઃ કુટુમ્બિનઃ ॥ ૩૭ ગાધવારિચરાસ્તાપમવિન્દઞ્છરદર્કજમ્‌ । યથા દરિદ્રઃ કૃપણઃ કુટુમ્બ્યવિજિતેન્દ્રિયઃ ॥ ૩૮॥ શનૈઃ શનૈર્જહુઃ પં સ્થલાન્યામં ચ વીરુધઃ । યથાહંમમતાં ધીરાઃ શરીરાદિષ્વનાત્મસુ || ૩૯॥ શ્રીકૃષ્ણ ક્યારેક કોઈ વૃક્ષ નીચે અથવા ગુફામાં જઈને બેસતા. અને કંદ-મૂળ-કળ આરોગીને ગોપકુમારો સાથે રમતો રમતા. !| ર૮ || ક્યારેક વહેતા જળની પાસે કોઈ પથ્થરની શિલા પર બેસી જતા અને બલરામજી તથા ગ્વાલબાળકો સાથે. ઘરેથી લાવેલાં દહીં-ભાત, દાળ-શાક વગેરેનું ભોજન કરતા. ।। ર૯ ॥વર્ષાત્રતુમાં બળદ, વાછડાં અને ભારે થાનને લીધે થાકેલી ગાયો થોડી જ વારમાં પેટ ભરીને ઘાસ ચરી લેતી અને લીલા લીલા ઘાસ પર બેસીને આંખો બંધ કરી વાગોળતી. વર્ષાગ્ક્તુ અતિ સુંદર હતી. તે બધાં પ્રાણીઓ માટે સુખકર હતી. એમાં શંકા નથી કે તે ક્દતુ, ગાયો, બળદો, વાછડાં-. બધાં જ ભગવાનની લીલાનો જ વિલાસ હતો. છતાં પણ તેમને જોઈને ભગવાન બહુ પ્રસન્‍ન થતા હતા અને વારંવાર તેમની પ્રશંસા કરતા હતા. | ૩૦-૩૧ ॥ આ પ્રમાણે શ્યામ અને બલરામ ખૂબ આનંદપૂર્વક દ્રજમાં નિવાસ કરી રહ્યા હતા. ત્યારે વર્ષાઝ%તુ ગઈ અને શરદઝ્દતુ આવી. હવે આકાશ સ્વચ્છ થઈ ગયું, જળ નિર્મળ થઈ ગયું અને વાયુ બહુ જ ધીમી ગતિએ વહેવા લાગ્યો. | ૩૨ ॥ શરદ :્&તુમાં કમળોના ઉત્પન્ન થવાથી જળાશયોનાં જળ સ્વચ્છ બની ગયાં - જેમ કોઈ યોગભ્રષ્ટ પુરુષનું ચિત્ત પુનઃ યોગસાધનાથી સ્વચ્છ બની જાય છે. || ૩૩ ।। શરદ ત્ક્તુએ આકાશનાંવાદળો,વર્ષાત્રદતુમાં પેદા થયેલાં વધારાનાં જંતુઓને, પૃથ્વી પરના કાદવને અને જળના મેલને નષ્ટ કરી દીધો - જેમ ભગવાનની ભક્તિ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીઓનાં બધાં પ્રકારના દુઃખો અને અનિષ્ટોનો તુરત નાશ કરી દે છે. 1! ૩૪ || વાદળો પોતાનું સ્વર્સ્વ દાન કરીને ઉજ્જ્વળ કાંતિથી શોભવાં લાગ્યાં — બરાબર એ રીતે કે, જેમ લોકપરલોક, સ્તરી-પુત્રો અને ધન-સંપત્તિ વિશેની ચિંતા અને કામનાઓનો પરિત્યાગ કરી દેવાથી સંસારના બંધનથી છૂટેલા પરમ શાંત સંન્યાસીઓ શોભે છે. ॥ ૩૫ ॥!(ડવે પર્વતોમાંથી નીકળતાં ઝરણાં ક્યાંક-ક્યાંક વહેતાં હતાં અને. ક્યાંક તે પોતાના કલ્યાણકારી જળને નહોતા પણ વહેવડાવતાં - જેમ જ્ઞાની પુરુષો યથાસમય પોતાના અમૃતતુલ્ય જ્ઞાનનું દાન કોઈ રીને કરે છે અને કોઈ કોઈને નથી પણ કરતા. || ૩૬ || નાના-નાના ખાડાઓમાં ભરેલાં જળચરો એ નથી જાણતાં કે, આ ખાડાનું જળ દિવસે-દિવસે સુકાઈ રહ્યું છે - જેમ કુટુંબના ભરણપોષણમાં વ્યસ્ત મૂર્ખ લોકો એ નથી જાણતા કે અમારું આયુષ્ય ક્ષણે-ક્ષણે ક્ષીણ થઈ રહ્યું છે. !! ૩૭ । થોડા જળમાં રહેવાવાળા પ્રાણીઓને શરદકાળના સૂર્યના તાપથી બહુ પીડા થવા લાગી - જેમ પોતાની ઇન્દ્રિયોને વશ રહેવાવાળા કૃપણ અને દરિદ્રી પરિવારને જાત-જાતના તાપ (દુઃખો) સતાવતા રહે છે. ॥૩૮ ॥ધરતી પરનો કીચડ ધીરે ધીરે સુકાવા લાગ્યો અને નાનાં છોડવાં અને વેલા ધીરે ધીરે કચાશ છોડવા લાગ્યાં -જેમ ૧. દધ્લોદનમુપાનીતં | ૨. સ્વોધો ભરશ્રમાઃ | ૩. સર્વભૂતસુખાવહમ્‌ ! ૪. મુક્તકલ્મપાઃ ! પ. સ્વયમ્‌ ! શ્રીમદભાગવત, [અ૦૨૦ નિશ્ચલામ્બુરભૂતષ્ણી સમુદ્રઃ શરદાગમે | આત્મન્યુપરતે સમ્યફ્મુનિર્વ્યુપરતાગમઃ || ૪૦॥ કેદારેભ્યસ્ત્વપોડગૃદ્ધન્‌ કર્ષકા દંઢસેતુભિઃ । યથા પ્રાઊૈઃ સવજ્ઞાનં તન્તિરોધેન યોગિનઃ ॥ ૪૧॥ શરદર્કાશુજાંસ્તાપાન્‌ ભૂતાનામુડુપોડહરત્‌ | દેહાભિમાનજં બોધો મુકુન્દો વ્રજયોષિતામ્‌ ॥ ૪૨! ખમશોભત નિર્મેઘં શરદ્વિમલતારકમ્‌ | સત્ત્વયુક્તં યથા ચિત્તં શબ્દબ્રહ્માર્ઘદર્શનમ્‌ | ૪૩॥ અખણમણડલો વ્યોમ્નિ રરાજોડુગણૈઃ શશી । યથા યદુપતિઃ કૃષ્ણો વૃષ્ણિચક્રાવૃતો ભુવિ || ૪૪।। આંશ્લિષ્ય સમશીતોષ્ણ પ્રસૂનવનમારુતમ્‌ | જનાસ્તાપં જહુર્ગોપ્યો ન કૃષ્ણહૃતચેતસઃ || ૪૫॥ ગાવોમૃગાઃખગાનાર્યઃપુષ્પિણ્યઃશરદાભવન્‌ | અત્વીયમાનાઃ સ્વવૃષેઃ ફ્લૈરીશક્રિયા ઇવ ॥૪૬॥।। ઉદહૃષ્યત્‌વારિજાનિ સૂર્યોત્થાને કુમુદ્‌ વિના । રાજ્ઞાતુનિર્ભયાલોકાયથા’ દસ્યૂન્‌વિના નૃપ | ૪૭॥ પુરગ્રામેષ્વાગ્રયણૈરેન્દ્રિયેશ્વ મહોત્સવૈઃ | બભૌ ભૂઃ પક્વસસ્યાઢયા કલાભ્યાં નિતરાં હરેઃ । ૪૮।॥। વણિડ્મુનિનૃપસ્નાતા નિર્ગમ્યાર્થાન્‌ પ્રપેદિરે । વર્ષરુદ્ધાયથા સિદ્ધાઃ સ્વપિણ્ડાન્‌ કાલ આગતે ॥ ૪૯।॥ વિવેકસમ્પન્ન સાધકધીરે-ધીરે શરીર વગેરે અનાત્મ પદાર્થોમાંથી “જ હું છું અને આ મારું છે’ એવી અહંતા અને મમતા છોડી દેછે. ॥ ૩૯ ।। શરદ ત્હ્તુમાં સમુદ્રનું જળ સ્થિર, ગંભીર અને શાંત થઈ ગયું - જેમ મન નિઃસંકલ્પ થઈ જવાથી આત્મારામ રુપ કર્મકાંડનો ઝમેલો ત્યજીને શાંત થઈ જાય છે. ॥ ૪૦ |! [ખેડૂતો ખેતરોની વાળો મજબૂત કરીને વહીં જતાં પાણીને રોકવા લગ્યા - જેમ યોગીઓ પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી રોકીને, પ્રત્યાહાર કરીને તેના દ્વારા ક્ષીણ થતા જ્ઞાનની રક્ષા કરે છે. || ૪૧ ॥ શરદત્તુમાં દિવસે બહુ તીક્જા તાપ લાગવાથી લોકોને બહુ કષ્ટ થાય છે, પરંતુ રાત્રિના સમયે ચન્દ્રમા તેમનો બધો સંતાપ એવી રીતે હરી લે છે - જેમ દેહાભિમાનથી થવાવાળા દુઃખને જાન અને ભગવાનના વિરહથી થનારા ગોપીજત્તોના તાપને શ્રીકૃષ્ણ નષ્ટ કરી દે છે. | ૪૨ | જેમ વૈદોના અર્થને સ્પષ્ટરૂપે જાણનારું સત્તવગુણી ચિત્ત બહુ જ શોભાસ્યદ હોય છે, તે જ રીતે શરદઝતુમાં રાત્રિના સમયે વાદળો રહિત નિર્મળ આકાશ તારાની જ્યોતિથી શોભવા લાગ્યું. 1 ૪૩ | પરીક્ષિત! જેમ ભૂતળ પર યાદવોની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણ શોભી રહ્યા છે, તે જ રીતે આકાશમાં તારાઓની વચ્ચે પૂર્ણ ચન્દ્રમા શોભી રહ્યો છે. |! ૪૪ ॥ફૂલોથી લચી રહેલાં વૃક્ષો અને વેલાઓમાંથી વહી રહેલો સુંદર વાયુ ન વધારે ઠંડો કે ન વધારે ગરમ હોય છે, તે વાયુના સ્પર્શથી બધા લોકોની બળતરા તો મટી જાય છે, પરંતુ ગોપીજનોની બળતરા વધી જાય છે, કારણ કે તેમનું ચિત્ત તેમના હાથમાં ન હતું, શ્રીકૃષ્લે તેને ચોરી લીધું હતું. ॥ ૪૫ ।॥ૂશરદગતુમાં ગાયો, હરણીઓ, માદા પક્ષીઓ અને સ્ત્રીઓ ત્રહ્તુકાળમાં આવી. સંતાન-ઉત્પત્તિની કામનાવાળાં થઈ ગયાં અને સાંઢ, હરણ, પક્ષીઓ અને પુરુષો તેમનું અનુસરણ કરવા લાગ્યા — જેમ સમર્થ પુરુષ દ્વારા કરાયેલી ક્રિયાઓ ફળદાયી બને છે. અર્થાત્‌ તે ક્રિયાઓનું ફળ તેનું અનુસરણ કરે છે. ॥ ૪૬ | પરીક્ષિત! જેમ રાજાના શુભાગમનથી ડાકુ-ચોરો સિવાય બીજા બધા લોકો નિર્ભય બની જાય છે, તે જ રીતે સૂર્યોદય વખતે માત્ર ચન્દ્રવિકાસી કમળો સિવાય બધાં કમળો ખીલી ગયાં, ॥ ૪૭ ॥ તેવખતે મોટાં-મોટાં શહેરો અને ગામોમાં નવાન્ન-પ્રાશન અને ઇન્દ્રદેવના ઉત્સવો થવા લાગ્યા. ખેતરોમાં અનાજ પાકી શયું. અને પૃથ્વી ભગવાન શ્રીકૃષ્ણ તથા બલરામજીની ઉપસ્થિતિથી અત્યંત શોભવા લાગી. || ૪૮ || સાધનાથી સિદ્ધ બનેલા પુરુષો જેમ સમય આવ્યે પોતાનાં દેવ આદિ શરીરોને પ્રાપ્ત થાય છે, તે જ રીતે વૈશ્ય, સંન્યાસી, રાજા અને સ્નાતક - જે વર્ષા્ાતુને કારણે એક સ્થાન પર રોકાઈ ગયેલા છે - તેઓ ત્યાંથી ચાલીને પોતાના અભીષ્ટ કાર્યમાં લાગી ગયા. ॥ ૪૯ ॥ તરરા, ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધ પ પ્રાવૃટ્શરદર્ણનં નામ વિંશતિતમોડધ્યાયઃ ॥ ૨૦ || દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત પ્રાવૃટ્શરદ્વર્ણન નામનો વીસમો અધ્યાય સમાપ્ત.