Śrīmad Bhāgavatam

કંસના હાથમાંથી છૂટીને યોગમાયા દ્વારા આકાશમાં જઈને ભવિષ્યવાણી કરવી

ગોકુલમાં ભગવાનનો જન્મ-પહોત્સવ કાંઇુઃ ઉર નન્દસત્વાત્મજ ઉત્પત્લે જાતાદ્વાદો મહામનાઃ | આઠૃંય વિપ્રાન્‌ વેદજ્ઞાન્‌ સ્તાતઃ શુચિરલડકુતઃ 1 ૧।।
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

1 ચોથો અધ્યાય કંસના હાથમાંથી છૂટીને યોગમાયા દ્વારા આકાશમાં જઈને ભવિષ્યવાણી કરવી કશુક ઉશાચ બહિરન્તઃપુરદ્વારઃ સર્વાઃ પૂર્વવદાવૃતાઃ | તતો બાલધ્યર્નિ શ્રુત્વા ગૃહપાલાઃ સમુત્થિતાઃ ॥ ૧॥ તે તુ તૃર્ણમુપવ્રજ્ય’ દેવક્યા ગર્ભજન્મ તત્‌ । આચખ્યુભોજરાજાય યદુદ્રિગ્નઃ પ્રતીક્ષતે || ૨॥। સ તલ્પાત્‌ તૂર્ણમુત્યાય કાલોડયમિતિ વિદ્ધલઃ | સૂતીગૃહમગાત્‌ તૂર્ણ પ્રસ્‍્ખલન્‌ મુક્તમૂર્ધજઃ || ૩।। તમાહ ભ્રાતરં દેવી કૃપણા કરુણ સતી ! સ્નુષેયં તવ કલ્યાણ? સિય મા હન્તુમર્હસિ ॥૪॥। બહવો હિંસિતા ભ્રાતઃ શિશવઃ પાવકોપમાઃ | ત્વયા દૈવનિસૃષ્ટેત પુત્રિકૈકા પ્રદીયતામ્‌ ॥ ૫॥ નત્વહં તે હ્યવરજા દીના હતસુતા પ્રભો | દાતુમર્હસિ મન્દાયા અજ્ઞેમાં ચરમાં પ્રજામ્‌ || ૬॥। શરંશુક ઉવાચ ઉપશગુશ્માત્મજામેવં રદત્યા દીનદીનવત્‌ ! યાચિતસ્તાં વિનિર્ભતસ્ય હસ્તાદાચિચ્છિદે ખલઃ || ૭ તાં ગૃહીત્વા ચરણયોર્જાતમાત્રાં સ્વસુઃ સુતામ્‌ ! અપોથયરછિલાપ્રષ્ઠે સ્વાર્થોન્મૂલિતસહદઃ ॥ ૮॥ શા તદ્રસતાત્‌ સમુત્પત્ય સધો દેવ્યમ્બરં ગતા | અદંશ્યતાનુજા વિષ્ણોઃ સાયુધાષ્ટમહાભુજા | ૯ શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! જ્યારે વસુદેવજી પાછા આવ્યા, ત્યારે નગરના બહારના અને અંદરના બધા દરવાજા આપોઆપ જ પહેલાંની માફક બંધ થઈ ગયા, ત્યાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને દ્વારપાલોની નિદ્રા ઊડી. ॥૧ 1! તે તુરંત ભોજરાજ કંસ પાસે ગયા અને દેવકીને સંતાન થયાની વાત કહી, કંસ તો શોકાતુર ચિત્તે ભથભીત થઈને આ વાતની પ્રતીક્ષા કરી જ રહ્યો હતો. ॥૨ ॥ દ્વારપાલોની વાત સાંભળતાં જ તે એકદમ શય્યામાંથી ઊઠી “આ મારો કાળ છે’ એમ બોલતો વિહ્વળ થઈ ઠોકરો ખાતો પ્રસૂતિગૃહ તરફ દોડ્યો. તેને એ વાતનું પણ ધ્યાન ન રહ્યું કે, તેના વાળ પણ વિખેરાયેલા છે. !1૩ 1 દયાપાત્ર સતી દેવકીએ ખૂબ જ દુઃ અને કરુણા સાથે પોતાના ભાઈને કહ્યું - ‘હે મારા હિતૈષી ભાઈ! આ કન્યા તો તમારી પુત્રવધૂ જેવી છે. સીજાતિની છે; તમારે સ્રીહત્પા કદાપિ ન કરવી જોઈએ. ॥ ૪ ॥ ભાઈ! તમે ભાગ્યવશ મારા ઘણા અગ્નિ જેવા તેજસ્વી બાળકોને મારી નાખ્યા. હવે માત્ર એક આ ક્ન્યા બચી છે, તેને તો મને આપો. || ૫ ॥ ખરેખર હું તમારી નાની બહેન છું. મારા ઘણાં સંતાન મરી ગયાં છે, તેથી હું અત્યંત દીન છું. મારા પ્રિય અને સમર્થ ભાઈ! તમે મને મંદભાગ્યવાળીને આ અંતિમ સંતાન આપી દો. ॥૬॥ શ્રી શુકદેવજી કહે છે - પરીક્ષિત! કન્યાને પોતાના ખોળામાં છુપાવીને દેવકીજીએ અત્યંત દીનતા સાથે રડતાં” રડતાં યાચના કરી. પરંતુ કંસ મહાદુષ્ટ હતો. તેણે દેવકીજીના હાથમાંથી બાળકી આંચકી લીધી. ॥। ૭ || પોતાની એ નવજાત નાનકડી ભાજ્ઞેજના પગ પકડીને કંસે તેને ખૂબ જોરથી એક પથ્થર પર પછાડી. સ્વાર્થે તેના કદયની કરુણાને જડમૂળથી ઉખાડીને ફેંકી દીધી હતી. ॥ ૮ ॥ પરંતુ શ્રીકૃષ્ણની આ નાતી બહેન કોઈ સામાન્ય કન્યા તો હતી નહીં, તે તો દેવી હતી. તેના હાથમાંથી છૂટીને તુરંત તે આકાશમાં ચાલી ગઈ અને પોતાની લાંબી આઠ ભુજાઓમાં આયુધો ધારણ કરેલી દેખાઈ. 1 ૯ ॥ ૧ શીક્રમુપ૦ | ર. કયાણ ! અ૦૪] દસમો. સ્કન્ધ. 127 દિવ્યસ્રગમ્બરાલેપરત્નાભરણભૂષિતા |! ધનુઃશૂલેષુચર્માસિશદ્ચક્રગદાધરા ॥૧૦॥ સિદ્ધચારણગન્ધર્વેરપ્સરઃકિન્નરોરગૌૈઃ 1 ઉપાહતોરુબલિભિઃ સ્તૂયમાનેદમબ્રવીત્‌ || ૧૧॥। કિં મયા હતયા મન્દ જાતઃ ખલુ તવાન્તકૃત્‌ યત્રક્વ’ વાપૂર્વશત્રુર્મા હિંસીઃ કૃપણાન્‌વૃથા || ૧ ૨॥। ઇતિ પ્રભાષ્ય તં દેવી માયા ભગવતી ભુવિ । બહુતામનિકેતેષુ બહુનામા બભૂવ હ |1૧૩॥ તયાભિહિતમાકર્શ્ય કંસઃ પરમવિસ્મિતઃ | દેવકીં વસુદેવં ચ વિમુચ્ય પ્રશ્રિતોડબ્રવીત્‌ | ૧૪॥ અહો ભગિન્યહો ભામ મયા વાં બત પાપ્મના | પુરુષાદ ઇવાપત્યં બહવો* હિંસિતાઃ સુતાઃ ॥ ૧૫|। સત્વહંત્યક્તકારુણ્યસ્ત્યક્તશ્ઞાતિસુહત્ખલઃ | કોંલ્લોકાન્વૈ ગમિષ્યામિબ્રહ્મહેવ મૃતઃશ્રસન્‌ ॥।૧૬॥। દૈવમપ્યનૃતં વક્તિ ન મર્ત્યા એવ કેવલમ્‌ | યદિશ્રમ્ભાદહં પાપઃ સ્વસુર્નિહતવાગ્છિશૂન્‌ ॥। ૧૭।। માશોચતંમહાભાગાવાત્મજાન્‌ સ્વકૃતમ્ભુજઃ3 ! જન્તવો ન સદૈકત્ર દૈવાધીનાસ્તદાસતે | ૧૮॥ ભુવિભૌમાનિ ભૂતાનિ યથા યાન્ત્યપયાન્તિચ । તાયમાત્મા તથૈતેષુ વિપર્યેતિ યથૈવ ભૂઃ 1 ૧૯ તે દેવી દિવ્ય માળા, વસ્ત્ર, ચન્દન અને મણિમય આભૂષણોથી વિભૂષિત હતાં. તેમના હાથમાં ધનુષ્ય, ત્રિશૂળ, બાણ, ઢાલ, તલવાર, શંખ, ચક્ર અને ગદા - આ આઠ આયુંધો હતાં. || ૧૦ ॥ સિદ્ધો, ચારણો, ગન્ધર્વો, અપ્સરાઓ, કિન્નરો અને નાગગણો અનેક પ્રકારના ઉપહારો સમર્પિત કરીને તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તે સમયે દેવીએ કંસને કહ્યું - ।। ૧૧ || “અરે મૂર્ખ! મને મારવાથી તને શું મળશે? તારા પૂર્વજન્મનો. શત્રુ તને મારવા માટે કોઈ સ્થાન પર પેદા થઈ ચૂક્યો છે. હવે તું વ્યર્થ નિર્દોષ બાળકોની હત્યા ન કર.’ !! ૧૨ ॥। કંસને આ પ્રમાજ્ને કહીને ભગવતી યોગમાયા ત્યાંથી અંતર્ધાન થઈ ગયાં અને પૃથ્વી પર અનેક સ્થાનો પર જુદા જુદા નામે પ્રસિદ્ધ થયાં. 1૧૩ ॥ દેવીની આ વાત સાંભળીને કંસને ખૂબ આશ્ચર્ય થયું. તેણે તે જ સમયે દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધાં અને ખૂબ જ નપ્રતાથી તેમને કહ્યું - ॥ ૧૪ ॥ “મારાં પ્રિય બહેન અને બનેવી! અરે, રે… હું મોટો પાપી છું. ચકા જેમ પોતાનાં જ બાળકોને મારી નાંખે છે તે જ પ્રમાણે મેં તમારાં ઘણાં બાળકો મારી નાંખ્યા, આ વાતનું મને બહુ દુઃખ છે.” ॥ ૧૫ ॥ હું એટલો દુષ્ટ છું કે, કરુણા તો મારામાં લેશમાત્ર નથી. મેં મારા ભાઈ-બંધુઓ અને સુકૃદ-મિત્રોનો પણ ત્યાગ કરી દીધો. ખબર નથી હવે મારે કયા નરકમાં જવું પડશે! ખરેખર, હું તો બ્રહ્મહત્યારા જેવો જીવતો હોવા છતાં મરેલો જ છું. 1૧૬ || માત્ર મનુષ્યો જ જુઠું નથી બોલતા, વિધાતા પણ જૂઠું બોલે છે. તેમના પર વિશ્વાસ કરીને મેં મારી બહેનનાં બાળકોને મારી નાંખ્યાં. અહો, હું કેટલો પાપી છું! 1૧૭ || તમે બન્ને મહાત્મા છો. પોતાના પુત્રોનો શોક ન કરો. તેમને. તો પોતાનાં કર્મનું ફળ જ મળ્યું છે. બધા પ્રાણીઓ પ્રારબ્ધને આધીન છે. તેથી તેઓ કાયમ એક સાથે રહી શકતા નથી. 11૧૮ || જેમ માટીથી વાસણો બને છે અને ફૂટી જાય છે, પરંતુ માટીમાં કોઈ ફેરફાર થતો નથી; તેમ જ શરીરનું તો જન્મવું-મરવું થતું જ રહે છે, પરંતુ આત્મા ઉપર તેનો કોઈ પ્રભાવ પડતો નથી. ॥ ૧૯ || ૧. ક્લચિદ્વા | ૨. સુકદો 1 ૩. સુકૃતમ્ભુજઃ |

  • જેમના વર્ભમાં ભગવાને નિવાસ કર્યો, જેમને ભગવાનનાં દર્શન થયાં, તે દેવકી-વસુદેવના દર્શનનું જ એ ફળ છે કે, કંસના હદપમાં વિનષ, વિચાર, ઉદારતા વગેરે સદ્ગુભોનો ઉદય થઈ ગયો. પરંતુ જ્યાં સુધી તે તેમની સામે હતો ત્યાં સુધી આ સદ્ગુશો તેનામાં રહ્યા. દુષ્ટ મંત્રીઓની પાસે જતાં જ તે કરી પાછો જેવો હતો તેવો જ થઈ ગયો! 128 શ્રીમદભાગવત [૦૪ યથથાડનેવંવિદો ભેદો યત આત્મવિપર્યયઃ | દેહયોગવિયોગૌ ચ સંસૃતિર્ન નિવર્તતે || ૨૦॥ તસ્માદ્‌ ભદ્રે સ્વતનયાન્‌ મયા વ્યાપાદિતાનપિ | માડનુશોચ યતઃ સર્વઃ સ્વકૃતં વિન્દતેડવશઃ || ૨૧॥। યાવદ્ધતોડરિમે હન્તારમીત્યાત્માનંમન્યતેડસ્વદંક્‌ય । તાવત્તદભિમાત્યજ્ઞો બાધ્યબાધકતામિયાત્‌ || રર |! ક્ષમધ્વં મમ દીરાત્મ્યં સાધવો દીનવત્સલાઃ૨ | ઇત્યુકત્વાશ્રુમુખઃપાદીશ્યાલઃ ર્વસોરથાગ્રહીત્‌ ॥ ૨૩॥ મોચયામાસ*નિગડાદ વિશ્રબ્ધઃ કન્યકાગિરા । ઉવકી વસુદેવં ચ દર્શયજ્ઞાત્મસૌહૃદમ્‌ | ર૪!! ભ્રાતુઃ સમનુતપસ્ય ક્ષાન્ત્વા રોષ ચ દેવકી | વ્યસૃજદ્‌ વસુદેવશ્ પ્રહસ્ય તમુવાચ હ || રપ॥ એવશેતન્મહાભાગ” યથા વદસિ દેહિનામ્‌ । અજ્ઞાનપ્રભવાડહંધીઃ રવપરેતિ ભિદા યતઃ || ર૬॥ શોકહર્ષભયદ્રેષલોભમોહમદાન્વિતાઃ । મિથો અનન્ત ન પશ્યન્તિ ભાવૈર્ભાવં પૃથગ્ટશઃ || ૨૭॥। કીકુક ઉચ કંસ એવં પ્રસન્ઞાભ્યાં વિશુદ્ધ પ્રતિભાપિતઃ | કેવકીવસુદેવાભ્યામનુશઞાતોકવિશદ્‌ ગૃહમ્‌ | ૨૮ તસ્યાં રાત્યાંવ્યતીતાવાં કંસ આહુય મત્ત્રિણઃ ! તેભ્ય આચષ્ટ તત્‌ સર્વ યદુક્તં યોગનિદ્રયા | ૨૯॥ ૬ જે લોકો આ તત્ત્વને નથી જાણતા, તે આ અનાત્મા શરીરને જ આત્મા માની બેસે છે. આ જ વિપરીત બુદ્ધિ અથવા અજ્ઞાન છે. આના જ કારણે જન્મ અને મૃત્યુ થાય છે. અને જ્યાં સુધી આ અજ્ઞાન રહે છે ત્યાં સુધી સુખ-દુઃખરૂપ સંસારથી છુટકારો મળતો નથી. || ૨૦ !। મારી પ્રિય બહેન! જોકે મેં તમારા પુત્રોને મારી નાંખ્યા છે, છતાં તમે તેમના માટે શોક ન કરો. કેમકે, બધા પ્રાણીઓને વિવશ થઈને. પોતાનાં કર્માનાં ફળ ભોગવવાં પડે છે. ॥। ૨૧ ॥ પોતાના સ્વરૂપને ન જાણવાને લીધે જીવ જ્યાં સુધી પોતાને “હું મરી જઈશ અથવા મરાઈ રહ્યો છું’ એમ માને છે ત્યાં સુધી શરીરના અભિમાનવાળો તે અજ્ઞાની હોઈ બાધ્ય અને બાધક ભાવને પામે છે. અર્થાત્‌ તે બીજાને દુઃખ આપે છે અને સ્વયં દુઃખ ભોગવે છે. || ૨૨ | મારી આ દુષ્ટતા તમે બન્ને ક્ષમા કરો; કારબ્ર કે તમે બન્ને સંત સ્વભાવના અને દીનવત્સલ છો.’ આમ કહીને રડતાં-રડતાં કંસે પોતાની બહેન દેવકી અને વસુદેવજીના ચરણ પકડી લીધા. તેની આંખોમાંથી આંસુ વહીને મોં સુધી આવી ગયાં હતાં. ।। ૨૩ ॥ ત્યાર પછી તેણે થોગમાયાના વચન પર વિશ્વાસ કરીને દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધાં અને તે અનેક પ્રકારે તેમના મ્રતિ પ્રેમ પ્રગટ કરવા લાગ્યો. || રઝુ || જ્યારે દેવકીજીએ જોયું કે, ભાઈ કંસને પશ્ચાત્તાપ થઈ રહ્યો છે ત્યારે તેમણે કંસને ક્ષમા આપી દીધી. દેવકીજી કંસના પૂર્વના અપરાધોને ભૂલી ગયાં અને વસુદેવજીએ પણ હસીને કંસને કહયું— ॥ ૨૫ ॥ “મનસ્વી કંસ! તમે જે કહો છો, ખરેખર એવું જ છે. જીવ અજ્ઞાનને કારણે જ શરીર વગેરેને “હું’ માની બેસે અને એનાથી જ “આ હું અને આ બીજો’ એવું ભેદ-દર્શન થાય છે. || ૨૬ ॥ અને આ ભેદદષ્ટિ થઈ ગયા પછી તો તે શોક, હર્ષ, ભય, લોભ, મોહ અને મદથી આંધળો થઈ જાય છે. પછી તો તેને એ વાતની ખબર પણ પડતી નથી કે, બધાના પ્રેરક ભગવાન જ એક ભાવથી બીજા ભાવનો, એક વસ્તુથી બીજીવસ્તુનો નાશ કરાવી રહ્યા છે.’ | ૨૭ || શ્રી શુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે વસુદેવજી અને દેવકીજીએ આ પ્રમાણે પ્રસન્ન થઈને નિષ્કપટભાવથી કંસ સાથે વાતચીત કરી, ત્યારે તેમની અનુમતિ લઈને તે પોતાના મહેલમાં ચાલ્યો ગયો. ।। ૨૮ || તે રાત્રિ વીતી ગયા પછી કંસે તેના મંત્રીઓને બોલાવ્યા અને યોગમાયાએ જે કાંઈ કહું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું. ॥ ૨૯ ॥ ૧, સુદક્‌! ૨. બન્ુવત્સલા. ! ૩. મોકયામાસ ! ૪. ત્મહારાજ ! અ૦૪], દસમો- સ્કન્ધ 129 આકર્ણ્ય ભર્તુર્ગદિતં તમૃચુર્દેવશત્રવઃ | દેવાન્‌ પ્રતિ કૃતામર્ષા દૈતેયા નાતિકોવિદાઃ || ૩૦॥ એવં ચેત્તર્હિ ભોજેન્દ્ર પુરગ્રામદ્રજાદિષુ ! અનિર્દશાન્‌ નિર્દશાંશ્ષ હનિષ્યામોડધ વૈ શિશૂન્‌ | ૩૧॥ કિમુદ્યમૈઃ કરિષ્યન્તિ દેવાઃ સમરભીરવઃ | નિત્યમુદ્વિગ્નમનસો જ્યાઘોપૈર્ધનુષસ્તવ ॥ ૩૨॥। અસ્યતસ્તે શરવ્રાતૈર્હન્યમાનાઃ સમન્તતઃ ! જિજીવિષવ ઉત્સૂજ્ય પલાયનપરા યયુઃ || ૩૩॥ કેચિત્‌પ્રાગ્જલયો દીના’ ન્યસ્તશસ્ત્રા દિવૌકસઃ । મુક્તકચ્છશિખાઃ કેચિદ્ભીતાઃ સ્મ ઇતિવાદિનઃ || ૩૪॥। નત્વંવિસ્મૃતશરયાર્રાન્વિરથાન્‌ ભયસંવૃતાન્‌ | હંસ્યન્યાસક્તવિમુખાત્ત્‌ ભગ્નચાપાતયુધ્યતઃ ॥। ૩૫।। કિં ક્ષેમશ્રેર્વિબુધરસંયુગવિકત્થનૈઃ | શ્હોજુષા કિંચ હરિણા શમ્ભુના વા વનૌકસા | કિમિન્ટ્રેણાલ્પવીર્વેણ બ્રહ્મણા વા તપસ્યતા || ૩૬! તથાપિદેવાઃસાપત્ન્યાશ્ઞોપેક્યા ઇતિ મન્મહે । તતસ્તન્મૂલખનને નિયુડક્વાસ્માનનુવ્રતાન્‌ | ૩૭॥ યથાડડમયોડઝ્ઞે સમુપેક્ષિતો નૃભિ- ર્ન શક્યતે રૂઢપદશ્ચિકિત્સિતુમ્‌ | યશેન્દ્રિયગ્રામ ઉપેક્ષિતસ્તથા રિપુર્મહાત્‌ બદ્ધબલો ન ચાલ્યતે | ૩૮ મૂલં હિ વિષ્મુરદેવાતાં યત્ર ધર્મઃ સનાતનઃ | તસ્ય ચ બ્રહ્મ ગોવિપ્રાસ્તપો યજ્ઞાઃ સદક્ષિણાઃ || ૩૯॥। કંસના મંત્રીઓ પૂરા નીતિનિપુણ ન હતા. દૈત્ય હોવાને લીધે. તેઓ સ્વભાવથી જ દેવતાઓની સામે શત્રુતાનો ભાવ રાખતા હતા. પોતાના સ્વામી કંસની વાત સાંભળીને તે દેવતાઓ ઉપર બહુ ગુસ્સે થયા અને કંસને કહેવા લાગ્યા—1 ૩૦ || “ભોજરાજ! જો આવી વાત છે તો અમે આજે જ મોટાં-મોટાં નગરોમાં, નાનાં-નાનાં ગામોમાં આહીરોની વસ્તીઓમાં અને બીજાં સ્થાનોમાં જેટલાં બાળકો જન્મ્યાં છે, તે ચાહે દસ દિવસથી ઉપરનાં હોય કે ઓછાં, બધાંને આજે જ મારી નાખીશું. ॥। ૩૧ ॥ રણભીરુ દેવતાઓ યુદ્ધનો પ્રયત્ન કરીને પણ શું કરશે? તે તો તમારા ‘ધનુષ્યનો ટંકાર સાંભળીને જ હંમેશાં ભયભીત રહે છે. !| ૩ર | જ્યારે યુદ્ધભૂમિમાં તમે પ્રહારો ઉપર પ્રહારો કરવા લાગો છો, ત્યારે બાણવર્ષાથી ઘાયલ થઈને પોતાના પ્રાણોની રક્ષા મ’ટે યુદ્ધભૂમિ છોડીને દેવતા લોકો આમ-તેમ પલાયન થઈ જાય છે. 1 ૩૩ ॥ કેટલાક દેવતાઓ તો પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર જમીન પર નાખી દે છે અને હાથ જોડીને આપની સામે આવીને દીનતા પ્રકટ કરવા લાગે છે. કેટલાક પોતાની શિખા અને કચ્છ છોડીને આપની શરણમાં આવીને કહે છે - ‘અમે ભયભીત છીએ, અમારી રક્ષા કરો.’ !। ૩%_!! તમે તે શત્રુઓને મારતા નથી. જે અસ્ત્ર-શસ્ત્ર ભૂલી ગયા હોય, જેમનો રથ ભાંગી ગયો હોય, જે ડરી ગયા હોય, કે બીજા કાર્યોમાં ગુંથાઈ ગયા હોય, જેમનું ધનુષ્ય તૂટી ગયું હોય અથવા જેમણે યુદ્ધ કરવાનું માંડી વાળ્યું હોય તેમને પણ તમે મારતા નથી. || ૩૫ |! દેવતાઓ તો બસ, ત્યાં જ વીર બની જાય છે જયાં કોઈ લડાઈ-ઝઘડો ન હોય. રણભૂમિની બહાર તેઓ મોટી-મોટી વાતો કરે છે. તેમનાથી અથવા એકલા પડી રહેનારા વિષ્ણુથી, વનવાસી શંકરથી, અલ્પ-પરાક્રમી ઇન્દ્રથી અને તપસ્વી બ્રહ્માથી પણ અમને શો ભય હોઈ શકે. || ૩૬ || તેમ છતાં દેવતાઓની ઉપેક્ષા ન કરવી જોઈએ એવી અમારી સલાહ છે. કેમકે, છે તો તે શત્રુ જ. તેથી તેમની જડ ઉખાડીને ફેંકી દેવા માટે તમે અમારા જેવા વિશ્વાસપાત્ર સેવકોને નિયુક્ત કરી દો. || ૩૭ ॥ જ્યારે મનુષ્યના શરીરમાં રોગ પેસી જાય છે. ત્યારે તેની ચિકિત્સાને બદલે ઉપેક્ષા કરવામાં આવે તો રોગ પોતાનું મૂળ જમાવી દે છે અને તે અસાધ્ય બની જાય છે. અથવા જેમ ઇન્દ્રિયોની ઉપેક્ષા કરવાથી તેમનું દમન અસંભવ થઈ જાય છે, તે જ પ્રમાણે જો પહેલાં શત્રુની ઉપેક્ષા કરવામાં આવે તો પોતાનો પગ જમાવી લીધા પછી તેને હરાવવો મુશ્કેલ થઈ પડે છે. | ૩૮ | દેવતાઓની જડ છે શ્રીવિષ્ણુ, અને તે ત્યાં રહે છે જયાં સનાતન ધર્મ છે. સનાતન ધર્મની જડ છે વેદ, ગાયો, બ્રાહ્મણો, તપસ્યા અને તે યજ્ઞ, જેમાં ૧. બીતા | ૨. વા। પા

શ્રીમદ્માગવત, [અબષ તસ્માત્સર્વાત્મનારાજનબ્રાહ્મણાન્‌ બ્રહ્મવાદિતઃ । તપસ્વિનો યજ્ઞશીલાન્‌ ગાશ્ચ હન્મો હવિર્દુઘાઃ |! ૪૦॥ વિપ્રા ગાવશ્ચ વેદાશ્વ તપઃ સત્યં દમઃ શમઃ । શ્રદ્ધા દયા તિતિક્ષા ચ ક્રતવશ્ચ હરેસ્તનૂઃ ॥૪૧॥ સ હિ સર્વસુરાધ્યક્ષો હ્યસુરહિડ્‌ ગુહાશયઃ । તન્મૂલા દેવતાઃ સર્વાઃ સેશ્વરાઃ સચતુર્મુખાઃ | અમં વૈ તહધોપાયો યદેપીણાં વિહિંસનમ્‌ | ૪૨ કૃૌંહુ# ઉવામ એવં દુર્મન્ત્રિભિઃ કંસઃ સહ સમ્પન્ત્ય દુર્મતિઃ | બ્રહ્મર્તિસાં હિતંર મેને કાલપાશાવૃતોડસુરઃ 1 ૪૩॥ સન્દિશ્ય સાધુલોકસ્ય કદને કદનપ્રિયાન્‌ ! કામરૂપધરાન્‌ દિધુ દાતવાત્‌ ગૃહમાવિશત્‌ ॥ ૪૪।। તે વૈ રજગ્રકૃતયસ્તમસા મૂડચેતસઃ | સતાં વિદ્વેષમાચેરુરારાદાગતમૃત્યવઃ || ૪૫।। આયુઃ શ્રિયં યશો ધર્મ લોકાનાશિષ એવ ચ | હત્તિ શ્રેયાંસિ સર્વાષિ પુંસો મહદતિકરમઃ 1 ૪૬] ધક્ષિણા આપવામાં આવે છે. |! ૩૯ |! તેથી હે ભોજરાજ! અમેલોકો વેદવાદી બ્રાહ્મજ્નો, તપસ્વીઓ, યાફિકો અને યજ્ષને માટે થી વગેરૈ હવિષ્ય પદાર્થ આપવાવાળી ગાયોનો સંપૂર્ણ નાશ કરી નાખીથું. !! ૪૦ ॥ ખ્રાહ્મણો, ગાયો, વેદો, તપસ્યા, સત્ય, ઇન્દ્રિપ્દમન, મનોતનિગ્રહ, શ્રદ્ધા, દયા, તિતિક્ષ અને યજ્ઞ વગેરે વિષ્જુનાં અંગ છે. |! ૪૧૧ તે વિષ્ણુ જ તમામ દેવતાઓનો સ્વામી તથા અસુરોનો મુખ્ય શકુ છે. પરંતુ તે ક્યાંક ગુફામાં છુપાઈને રહે છે. મહાદેવ, બ્રહ્મા અને બધા દેવત્તાઓનું મૂળ (જડ)‘એ જ છે. તેને મારી નાખવાનો ઉપાય એ જ છે કે, ઝપિઓને મારી નાખવા.’ ॥ ૪ર ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીકિત ! એક તો કંસની બુદ્ધિ સ્વયં બગડેલી હતી, પાછા તેને મંત્રી પણ એવા પળ્ધા હતા, જે તેનાથી વધીને દુષ્ટ હતા. આ પ્રમાણને તેમની સાથે ચર્ચા કરીને. કાળના ફંદામાં ફસાયેલા કંસે બ્ર્મણોને મારી નાખવા એ જ યોગ્યસમજયું. || ૪૩ |તેણે હિંસાપ્રેમી રાથસોને સંતપુરુષોની હિંસા કરવાનો આદેશ આપી દીધો. તેઓ ઇચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતા હતા. જ્યારે તેઓ આમ-તેમ ચાલ્યા ગયા ત્યારે કંસે પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. !! ૪૪ || તે અસુરો રજોગુણી પ્રકૃતિના હતા. તેમનાં મન તમોગુસ્નને લીધે મૂઢ બન્યાં હતાં. તેમનામાં ઉચિત-અનુચિતનો વિવેક રહ્યો ન. હતો. તેમનાં માથાં ઉપર મૃત્યુ નાચી રહયું હતું. એ જ કારણે. તેમણે સંતોનો દ્વેષ કર્યો. |! ૪પ | પરીક્ષિત! જે લોકો મહાન સંતપુરુષોનો અનાદર કરે છે તેમનું તે કુકર્મ તેમનું આયુપ્ય, લક્ષ્મી, કીર્તિ, ધર્મ, લોક-પરલોક, વિષય-ભોગ અને તમામ્‌ કલ્યાણનાં સાધનોને નષ્ટ કરી દે છે. ॥ ૪૬ | કકક ઇતિ શ્રીપદ્વાગવતે મહાપુરાણે પારમર્હેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધચે ચતુર્યોડધ્યાયઃ 1૪ || દસમા સ્કંધના પર્વાર્ધ-અંતર્ગત ચોથો અધ્યાય સમાપ્ત.