Śrīmad Bhāgavatam

ઉ કંહુક ઉશાય તં વિલોક્ય વિનિષ્કાન્તમુજ્જિહાનામિવોડુપમ્‌ । દર્શનીયતમં શ્યધ્થં પીતકૌશેયવાસસમ્‌ | ૧? શ્રીવત્સવક્ષસં ભ્રાજત્કૌસ્તુભામુક્તકન્ધરમ્‌ | પૃથુદી

દ્વારકાગમન, શ્રી બલરામજીનો વિવાહ તથા શ્રીકૃષ્ણની પાસે રુક્મિણીનો સંદેશો લઈને બ્રાહ્મણનું આવવું
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

એકાવનમો અધ્યાય ઉ કંહુક ઉશાય તં વિલોક્ય વિનિષ્કાન્તમુજ્જિહાનામિવોડુપમ્‌ । દર્શનીયતમં શ્યધ્થં પીતકૌશેયવાસસમ્‌ | ૧? શ્રીવત્સવક્ષસં ભ્રાજત્કૌસ્તુભામુક્તકન્ધરમ્‌ | પૃથુદીર્થચતુર્બાહું નવકગ્જાસણેક્ષણમ્‌ ॥ ૨॥ નિત્યપ્રમુદિતં શ્રીમત્સુકપોલં શુચિસ્મિતમ્‌ 1 મુખારવિન્દં બિભ્રાણં સ્કુરન્મકરકુણ્ડલમ્‌ ॥ ૩॥ કાલયવનનું ભસ્મ થવું, મુચુકુન્દની કથા શ્રીશુક્દેવજી કહે છે - પ્રિય પરીક્ષિત! જે સમયે ભગવાન શ્રીકૃષ્ણ મથુરાનગરીના મુખ્ય દરવાજેથી નીકળ્યા, ત્યારે એવું લાગ્યું કે જાણે પૂર્વદિશામાં ચન્દ્રોદઘ થઈ રહ્યો હોય. તેમનો શ્યામસુન્દર વિગ્રહ અત્યંત દર્શનીય હતો, તેના ઉપર રેશમી પીતામ્બરની છટા અદ્દભુત હતી, વક્ષઃસ્થળ પર સુવર્ણરેખાના રૂપમાં શ્રીવત્સચિહૂન શોભી રહ્યું હતું અને કંઠમાં કૌસ્તુભમણિ ઝળહળી રહ્યો હતો. લાંબી અને ભરાવદ!ર ચાર બુજાઓ હતી. નવાં ખીલેલાં કમળ જેવાં કોમળ રતુમડાં નેત્ર હતાં. મુખકમળ પર અઢળક આનંદ હતો. કપોલની શોભા નિરાળી જ હતી. મન્દહાસ્ય જોનારનું. મન ચોરી લેતું હતું. કાનોમાં મકરાકૃત કુંડળો ઝળકતાં હતાં. તેમને જોઈને કલયવને નિશ્ચય કર્યો કે - “આ જ વાસુદેવ ૨. દશમસ્કન્યે પગ્યાશત્તમોડધ્યાયઃ 380 શ્રીમદભાગવત [અ૦૫૧ વાસુદેવો હ્યયમિતિ પુમાગ્છ્રીવત્સલાગ્છનઃ । ચતુર્ભુજોડરવિન્દાક્ષો વનમાલ્યતિસુન્દરઃ ।। ૪॥। લક્ષઊર્નારદપ્રોક્તેર્નાન્યો ભવિતુમર્હતિ | નિશયુધશ્ચલન્‌ પદ્ભ્યાં યોત્સ્વેડનેન નિરાયુધઃ ।। પ॥| ઇતિ નિશ્ચિત્ય યવનઃ પ્રાદ્રવન્તં પરાડ્મુખમ્‌ | અન્વધાવજ્જિકૃક્ષુસ્ત દુરામપિ યોગિનામ્‌ || ૬।। હસ્તપ્રાસમિવાત્માનંધ હરિણા સ પદે પદે | નીતો દર્શયતા દૂરં યવનેશોડદ્રિકન્દરમ્‌ 1 ૭॥ પલાયનં યદુકુલે જાતસ્ય તવ નોચિતમ્‌ | ઇતિ ક્ષિપન્નનુગતો નૈનં પ્રાપાહતાશુભઃ | ૮॥ એવંક્ષિમ્રોડપિ ભગવાન્‌પ્રાવિશદ્‌ગિરિકન્દરમ્‌ | સોડપિ પ્રવિષ્ટસ્તત્રાન્યં શયાનં દશે નરમ્‌ |૯॥ નન્વસૌ દૂરમાનીય શેતે મામિહ સાધુવત્‌ ! ઇતિ મત્વાડચ્યુતં મૂઢસ્ત પદા સમતાડયત્‌ | ૧૦ સ ઉત્થાય ચિરં સુષઃ શનૈરુમીલ્ય લોચને ! દિશો વિલોકયન્‌ પાર્શ્ે તમદ્રાક્ષીદવસ્થિતમ્‌ || ૧૧।। સ તાવત્તસ્ય રુષ્ટસ્ય દંષ્ટિપાતેન ભારત |! દેહજેનાગ્નિના દગ્ધો ભસ્મસાદભવતક્ષણાત્‌ ॥ ૧૨॥ ચશ્નેવાચર કો નામ સ પુમાન્‌ બ્રહ્મન્‌ કસ્ય કિંવીર્ય એવ ચ । કસ્માદ્‌ ગુહાં ગતઃ શિશ્યે કિંતેજો યવનાર્દનઃ | ૧૩॥ છે. કારણ કે, નારદજીએ જે-જે લક્ષણ બતાવ્યાં હતાં - વક્ષઃસ્થળ પર શ્રીવત્સ ચિહ્ન, ચાર ભુજાઓ, કમળ જેવાં નેત્રો, ગળામાં વનમાળા અને સુંદરતાની સીમા; આ બધાં જ લક્ષણો આનામાં છે. તેથી આ કોઈ બીજો હોઈ શકે નહીં. /અત્યારે આ કોઈ અસ-શસ્ત્ર વિના ચાલીને આ તરફ આવી રહ્યો છે, તેથી હું પ્ર આની સાથે અસ-શસ્ત્ર વિના જ લડીશ. ॥ ૧-૫ ॥ આવો નિશ્ચય કરીને જ્યારે કાલયવન ભગવાન શ્રીકૃષ્ તરફ દોડ્યો ત્યારે ભગવાન બીજી બાજુ મુખ કરીને રશભૂમિમાંથી ભાગી ગયા અને તે યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનને પકડવા માટે કાલયવન તેમની પાછળ- પાછળ દોડવા લાગ્યો. ॥ ૬ || રણછોડ ભગવાન લીલા કરતાં ભાગી રહ્યા હતા; કાલયવન ડગલે ને પગલે એવું સમજતો હતો કે હમણાં પકડાશે, હમણાં પકડાશે. આ પ્રમાણે ભગવાન તેને બહુ દૂર સુધી એક પર્વતની ગુફામાં લઈ ગયા. ॥ ૭ ॥ કાલયવન પાછળથી વારંવાર આક્ષેપ કરતો હતો કે, ‘અરે. ભાઈ! તમે પરમ યશસ્વી યદુવંશમાં પેદા થયા છો, તમારું આ પ્રમાણે યુદ્ધ છોડીને નાસી જવું ઉચિત નથી.” પરંતુ હજી તેનાં અશુભ કર્મો બાકી હતાં, તેથી તે ભગવાનખૈ પકડવા સમર્થ ન થઈ શક્યો. | ૮ !! તેના આક્ષેપો ચાલુ હોવા છતાં પણ ભગવાન એક પર્વતની ગુફામાં પેસી ગયા. તેમની પાછળ કાલયવન પણ પેઠો. ત્યાં તેશે એક બીજા માણસને સૂતેલો જોયો. ॥ ૯ ॥ તેને જોઈને કાલયવને વિચાર્યુ. ‘જુઓ તો ખરા, આ મને આ રીતે આટલે દૂર લઈ આવ્યો અને હવે આ પ્રમાજ્ે - જાણે તેને કાંઈ ખબર જ ન હોય - સાધુ મહારાજ બનીને સુઈ ગયો છે.’/તેવું વિચારી તે મૂર્ખ કાલયવને તેને જોરથી એક લાત મારી. || ૧૦ || તે પુરુષ ત્યાં ઘણ્ઞા દિવસથી સૂતેલો હતો. પગની લાત વાગવાથી તે ઊઠ્યો અને ધીરે-ધીરે તેણે પોતાની આંખો ખોલી. આજુ- બાજુ જોયું તો પાસે જ કાલયવન ઊભેલો જોવા મળ્યો. |। ૧૧ || પરીક્ષિત! તે પુરુષ આ પ્રમાણે લાત મારીને જગાડવાથી કંઈક નારાજ થઈ ગયો હતો. તેની દૃષ્ટિ પડતાં જ કાલથવનના શરીરમાં અગ્નિ પ્રગટ થઈ ગયો અને તે ક્ષણવારમાં બળીને રાખનો ઢગલો થઈ ગયો. || ૧૨ || રાજા પઃ પૂછયું - ભગવન્‌! જેના માત્ર દૃષ્રિપાતથી કાલયવન બળીને ભસ્મ થઈ ગયો, તે પુરુષ કોણ હતો? તેનામાં કેવી શક્તિ હતી અને તે કોનો પુત્ર હતો? તમે કૃપા કરીને એ પણ જણાવો કે તે પર્વતની ગુફામાં જઈને કેમ સૂતો હતો? || ૧૩ |! ૧. હસ્તપ્રપ્યન | ૨. પરીકિદુવાચ ! અ૦૫૧] દસમો સ્કન્ધ 381 શ્રીડુક 6વાજ સ ઇક્ષ્વાકુકુલે જાતો માન્ધાતૃતનયો મહાન્‌ । મુચુકુન્દ ઈતિ ખ્યાતો બ્રહ્મહ્યઃ સત્યસડ્નરઃ |! ૧૪1! સ યાચિતઃ સુરગશૈરિન્દ્રથેરાત્મરકષણે । અસુરેભ્યઃ પરિત્રસ્તૈસ્તદ્રક્ાં સોડકરોચ્ચિરમ્‌ । ૧૫॥। લબ્ધ્વા ગુહ તે સ્વઃપાલં મુચુકુન્દમથાબ્રુવન્‌ | રાજન્‌વિરમતાં કૃચ્છ્ાદૂભવાન્નઃ પરિપાલનાત્‌ ॥ ૧ ૬1! નરલોકે પરિત્યજય રાજ્યં નિહતક્ટકમ્‌૫ | અસ્માન્‌ પાલયતો વીર કામાસ્તે સર્વ ઉજ્ઝિતાઃ ॥ ૧૭1 સુતા મહિષ્યો ભવતો શાતયોડમાત્યમત્ત્રિણઃ | પ્રજાથ તુલ્યકાલીયા નાધુના સન્તિ કાલિતાઃ ।। ૧૮॥। કાલોબલીયાન્બલિનાં ભગવાનીશ્વરોડવ્યયઃ । પ્રજાઃ કાલયતે ક્રીડન્‌ પશુપાલો યથા પશૂન્‌ ॥ ૧૯।॥ વરં વૃણીષ્વ ભદ્રં તે ત્રદ્તે કૈવલ્યમધ નઃ | એક્ર એવેશ્વરસ્તસ્ય ભગવાન્‌ વિષ્ણુરવ્યયઃ ॥ ૨૦॥ એવમુક્તઃ સ વૈ દેવાનભિવન્ધ મહાયશાઃ | અશષિષ્ટ ગુહાવિષ્ટો નિદ્રયા દેવદત્તયા ॥ ર૧) સ્વા યાતં યસ્તુ મધ્યે બોધયેત્ત્વામચેતનઃ । સ ત્વયા દંષ્ટમાત્રસ્તુ ભસ્મીભવતુ તત્લણાત્‌ | ૨૨॥। યવને ભસ્મસાન્ઞીતે ભગવાન્‌ સાત્વતર્ષભઃ | આત્માનં દર્શયામાસ મુચુકુન્દાય ધીમતે || ર૩1! શ્રીશુકદેવજી કહે છે - પરીંયેત! તેઓ ઇંક્વાકુવંશન્ય મહારાજા માન્ધાતાના પુત્ર રાજા મુચુડુન્દ હતા. તેઓ. બ્રાહ્મણોના પરમ ભક્ત, સત્યવાદી, સંગ્રામવિજયી અને મહાપુરુષ હતા, |! ૧૪ |! એકવાર ઇન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી બહુ ભયભીત થઈ ગયા હતા. તેમણે પોતાની રક્ષા માટે રાજા મુચુકુન્દને પ્રાર્થના કરી અને તેમણે ઘણા સમય સુધી તેમની રક્ષા કરી, |! ૧૫ ।। જ્યારે ઘણા સમય બાદ દેવતાઓને સેનાપતિના રૂપમાં કાર્તેક્સ્વામી મળી ગયા, ત્યારે દેવતાઓએ રાજા મુચુકુન્દને કહ્યું — “રાજન્‌! તમે અમારી રક્ષા માટે બહુ જ પરિશ્રમ અને કષ્ટ વેઠ્યાં છે. હવે તમે વિશ્વામ કરો. ॥ ૧૬ ॥ વીરશ્િરોમણ્િ! તમે અમારી રક્ષા માટે મનુષ્યલોકનું પોતાનું અકંટક રાજ્ય છોડી દીધું તથા જીવનની અભિલાષાઓ તથા ભોગોનો પણ પરિત્યાગ કરી દીધો. [૧૭ ॥ હવે તમારા પુત્રો, રાણીઓ, ભાઈ-બાંધવો અને મંત્રીઓ તથા તમારા સમયની પ્રજામાંથી અત્યારે કોઈ રહ્યું નથી. બધા જ કાળનો કોળિયો બની ગયા છે. [૧૮ || બધા જ બળવાનોમાં કાળ સૌથી બળવાન છે. તે પોતે પરમ સમર્થ અવિનાશી અને ભગવત્સ્વરૂૃપ છે.જેમ ગોવાળો પશુઓને પોતાના વશમાં સખે છે, તેમ તે સહજ રીતે જ તમામ પ્રજાને પોતાને આધીન રાખે છે. | ૧૯ ॥ રાજન્‌! તમારું કયાણ થાઓ. તમારી જે ઇચ્છા હોય તે અમારી પાસે માગી લો. અમે કૈવલ્ય-પોક્ષ સિવાય, આપને જે માગો તે આપી શકીએ છીએ. કેમકે, કૈવલ્ય-મોક્ષ આપવાનું સારમર્થથ તો માત્ર અવિનાશી ભગવાન વિષ્લુમાં જ છે. |! ૨૦ ॥ દેવતાઓની વાત સાંભળીને પરમ યશસ્વી રાજા પુચુકુન્દે તેમને વંદન કર્યા અને બહુ જ થાકી ગયા હોવાથી નિદ્રાનું જ વરદાન માગ્યું અને વરદાન મેળવીને તેઓ નિદ્રાધીન થઈને પર્વતની ગુફ્રામાં સૂઈ ગયા. || ૨૧ ।। તે સમયે દેવતાઓએ કહી દીધું હતું કે “રાજન્‌! નિદ્રાધીન અવસ્થામાં જો કોઈ મૂર્ખ તમને જગાડી દે તો તે આપની દષ્ટિ પડતાં તે જ ક્ષણે બળીને ભસ્મ થઈ જશે.’ ॥ રર ॥ પરીક્ષિત! હવે કાલયવન ભસ્મ થઈ ગયો, ત્યારે થદુવશશેરોમણિ ભગવાન શ્રીકૃષ્ણે પરમ બુદ્ધિમાન રાજા મુચુકુન્દને દર્શન આપ્યાં. (ભગવાન શ્રીકૃષ્ણનો વિગ્રહ વર્ષાકાળના મેઘ જેવો શ્યામસુંદર હતો. રેશમી પીતામ્બર ધારણ કરેલું હતું. વક્ષસ્થળ પર શ્રીવત્સ અને ગળામાં કૌસ્તુભમશિ પોતાનું દિવ્ય તેજ પ્રસરાવી રહ્યો હતો. ચાર ૧. ચ હતકક્ટકમ્‌ | ૨.માચીન પ્રતમાં “વાપ માત .’ એ આખો શ્લોક મૂળમાં નહીં પણ ટિષ્યણ્ીમાં લખ્યો છે. ‘સ્વાપ યાતં’ના સ્થાને “સ્વાપં યન્તં’ પાઠભેદ છે. 382 શ્રીમદભાગવત [અ૦ ૫૧. તમાલોક્ય ઘનશ્યામં પીતકૌશેયવાસસમ્‌ ! શ્રીવત્સવક્ષસં ભ્રાજત્કૌસ્તુભેન વિરાજિતમ્‌ ॥ ૨૪॥। ચતુર્ભુજ રોચમાનં વૈજયન્ત્યા ચ માલયા | ચારુપ્રસન્ષવદનું સ્ફરન્મકરકુણ્ડલમ્‌ | રપડા પ્રેક્ષણીયંનૃલોકસ્ય સાનુરાગસ્મિતેક્ષણમ્‌ । અપીચ્યવયસં* મત્તમૃગેન્દ્રોદારવિક્રમમ્‌ ॥ ૨૬॥ પર્યપૃચ્છન્મહાબુદ્ધિસ્તેજસા તસ્ય ધર્ષિતઃ શકિતઃ શનકૈ રાજા દુર્ધ્ષમિવ તેજસા | ૨૭॥ મુચુકુનદ ઉવાજ કો ભવાનિહ સમ્પ્રામો વિપિને ગિરિગદ્ધરે । પદ્દભ્યાં પશ્મપલાશાભ્યાં વિચરસ્યુરુકણ્ટકે | ર૮॥ કિસ્વિત્તેજસ્વિનાં તેજો ભગવાનવા વિભાવસુઃ | સૂર્યઃસોમો મહેન્દ્રોવા લોકપાલોડપરોડપિવા ।। ૨૯॥ મન્યે ત્વાં દેવદેવાનાં ત્રયાણાં પુરુષર્ષભમ્‌ યદ્‌બાધસે ગુહાધ્વાત્તં પ્રદીપઃપ્રભયા યથા || ૩૦॥। શુશ્રૂષતામવ્યલીકમસ્માર્ક નરપુક્નવ । સ્વજન્મ કર્મ ગોત્રં વા કથ્યતાં યદિ રોચતે | ૩૧॥। વયં તુ પુરુષવ્યાદ્ર એક્વાકાઃ ક્ષત્રબન્ધવઃ | મુચુકુન્દ ઇતિ પ્રોક્તો યૌવનાશ્વાત્મજઃ પ્રભો || ૩૨॥ ચિરપ્રજાગરશ્રાન્તો નિદ્રયોપહતેન્દ્રિયઃ | શયેડસ્મિન્વિજનેકામં કેનાપ્યુત્થાપિતોડધુના | ૩૩॥। ભુજાઓ હતી. ઘુંટણ સુધી વૈજયન્તીમાળા લટકી રહી હતી. મુખકમળ અત્યંત સુન્દર અને પ્રસન્નતાથી ખીલેલું હતું. કાનોમાં મકરાકૃત કુંડળ ઝળહળી રહ્યાં હતાં, હોઠો પર પ્રેમભર્યું હાસ્ય અને નેત્રોમાં અનુરાગ વરસી રહ્યો હતો. અત્યંત દર્શનીય તરુલ અવસ્થા અને મદમસ્ત સિંહ જેવી નીડર ચાલ હતી! રાજા મુચુકુ-દ જોકે બહુ જ બુદ્ધિમાન અને ધીર-પુરુષ હતા, છતાં પણ ભગવાનનું આ દિવ્ય જ્યોતિર્મમ સ્વરૂપ જોઈને કંઈક વિસ્મિત થઈ ગયા. ભગવાનના તેજથી હતપ્રભ (નિસ્તેજ) થઈને આશ્ચર્યમાં પડી ગયા. ભગવાન પોતાના તેજથી દુર્ધર્ષ (પ્રચંડ) લાગતા હતા, રાજાએ સહેજ શંકિત થઈને પૂછ્યું - । ૨૩-૨૭ || રજા મુચુકુન્દે કહ્યું - ‘આપ કોણ છો? આ કંટકથી ભરેલા ઘોર જંગલમાં આપ કમળ જેવા કોમળ ચરણોથી કેમ કરી રહ્યા છો? અને આ પર્વતની ગુકામાં પધારવાનું શું પ્રયોજન હતું? | ૨૮ ॥,શું આપ સમસ્ત તેજુસ્વીઓનું મૂર્તિમાન તેજ અથવા ભગવાન અગ્નિદેવ તો નથી? શું. આપ સૂર્ય, ચન્દ્રમા, દેવરાજ ઇન્દ્ર અથવા બીજા કોઈ લોકપાલ તો નથી? ૨૯ || હું તો એવું સમજું છું કે, આપ દેવતાઓના આરાધ્યદેવ બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર

  • આ ત્રજ્ેમાંથી પુરુષોત્તમ નારાયણ જ છો. કેમકે, જેમ શ્રેષ્ઠ દીપક અંધકારને દૂર કરી દે છે, તે જ રીતે આપ પોતાની અંગકાન્તિથી આ ગુફાનો અંધકાર દૂર કરી રહ્યા છો. ॥૩૦ ॥ પુરુષશ્રેષ્! જો આપને યોગ્ય લાગે તો મને આપનાં જન્મ, કર્મ અને ગોત્ર વિશે જણાવો; કેમકે, હું સાચા હૃદયથી આ બધું સાંભળવા ઇચ્છું છું. | ૩૧ |! અને પુરુષોત્તમ! જો આપ મારા વિશે પૂછવા ઇચ્છતા હો તો હું ઇક્વાકુવંશનો થત્િય છું, મારું નામ મુચુકુન્દ છે./અને પ્રભુ! હું યુવનાશ્ચનન્દન મહારાજ માન્ધાતાનો પુત્ર છું.1૩ર | ઘણા સમય સુધી જાગતા રહેવાથી હું થાકી ગયો હતો. નિદ્રાએ મારી સમસ્ત ઇન્દ્રિયોની શક્તિ છીનવી લીધી હતી અર્થાત્‌ તેમને નિષ્ક્રિય બનાવી દીધી હતી. આના કારણે હું અહીં નિર્જન સ્થાનમાં એકલો જ સૂતો હતો. હમણાં જ મને કોઈએ જગાડી દીધો. | ૩૩ ॥ ૧. તરિમિતેલિતમ્‌ । ૨. અપીતાવયસં । ૩. વષ ચ ઇહ વિષ્યાતા | અ૦૫૧] દસમો સ્કન્ધ 383 સોડપિ ભસ્મીકૃતો નૂનમાત્મીયેનૈવ દ પાપ્મના ! અનત્તરંભવાગ્ઠ્રીમાન્‌લક્ષિતોડમિત્રશાતનઃ૨ 1 ૩૪॥ તેજુસા તેડવિષહ્યોણ ભૂરિ દ્રષ્ટું ત શક્નુમઃ । હેતૌજસો મહાભાગ માનનીયોડસિ દેહિનામ્‌ || ૩૫।। એવંસમ્ભાષિતો રાજ્ઞા ભગવાન્‌ ભૂતભાવનઃ | પ્રત્યાહ પ્રહસન્‌ વાણ્યા મેઘનાદગભીરયા || ૩૬॥ કંભગલનુશચ જન્મકર્માભિધાનાનિ સન્તિ મેડ% સહસ્શઃ | નશક્યન્તેડનુસડખ્યાતુમનન્તત્વાન્મયાપિ હિ || ૩૭।। ક્વચિદ્રજાંસિવિમમેપાર્થિવાન્યુરજન્મભિઃ | ગુણકર્માભિધાનાનિન મેજન્માનિ કર્હિચિત્‌ । ૩૮॥ કાલત્રયોપપન્નાનિ જન્મકર્માણિ મે નૃપ । અનુક્રમત્તો નૈવાન્તં ગચ્છન્તિ પરમર્ષયઃ || ૩૯॥ તથાપ્યદ્યતનાન્યજ્ન શ્ૃણુષ્વ ગદતો મમ | વિજ્ઞાપિતો વિરિઝ્ચેન પુરાડહં ધર્મગુપ્તયે | ભૂમેર્ભારાયમાણાનામસુરાણાં ક્ષયાય ચ 1૪૦ ॥ અવતીર્ણો યદુકુલે ગૃહ આનકદુન્દુભેઃ | વદન્તિ વાસુદેવેતિ વસુદેવસુતં હિ મામ્‌ ।૪૧॥ કાલનેમિર્હતઃ કંસઃ પ્રલમ્બાદ્યાશ્ચ સદ્દિષઃ | અયં ચ યવનો દગ્ધો રાજંસ્તે તિગ્મચક્ષુષા ॥ ૪૨।। સોડહં તવાનુગ્રહાર્થ ગુહામેતામુપાગતઃ | પ્રાર્થિતઃ પ્રચુરં પૂર્વ ત્વયાડહં ભક્તવત્સલ: ।।૪૩॥। ખરેખર તેનાં પાપોએ જ તેને બાળીને ભસ્મ કરી નાખ્યો છે. ત્યાર પછી શત્રુઓનો સંહાર કરનારા પરમ સુંદર એવા આપે મને દર્શન આપ્યાં. ॥ ૩૪ || મહાભાગ! આપ સમસ્ત પ્રાણીઓના વંદનીય છો. આપના પરમ દિવ્ય અને અસહ્ય તેજથી મારી શક્તિ ખોવાઈ ગઈ છે. હું આપને વધારે સમય જોઈ શકવાને પણ સમર્થ નથી.’ | ૩૫ ॥ જ્યારે રાજા મુચુકુન્દે આ પ્રમાણે કહ્યું ત્યારે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા ભગવાન શ્રીકૃષ્ણે હસતાં-હસતાં મેથ જેવી ગંભીર વાણીથી કહ્યું- 1૩૬ | ૨ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - પ્રિય મુચુકુન્દ! મારાં હજારો જન્મ, કર્મ અને નામ છે. તે અનંત છે, તેથી હું પન્ન તેની ગશ્નતરી કરીને કહી શકતો નથી. | ૩૭ ॥ એ _ સંભવ છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના રજ-કણોની ગણતરી કદાચ કરી શકે, પરંતુ મારાં જન્મ, ગુજ, કર્મ અને નામોને કોઈ પણ રીતે ગણી શકે એમ નથી. | ૩૮ || રાજન્‌! સનક-સનન્દન વગેરે પરમત્રયિઓ ત્રણે કાળમાં થતાં મારા જન્મોનું વર્ણન કરતા રહે છે, પરંતુ ક્યારેય તેનો પાર પામી શકતા નથી. || ૩૯ ॥ પ્રિય મુચુકુન્દ! આમ છતાં હું મારાં વર્તમાન જન્મ, કર્મ અને નામોનું વર્ણન કરું છું, સાંભળો. પહેલાં બ્રહ્માજીએ ધર્મની રક્ષા અને પૃથ્વીને ભારરૂપ અસુરોનો સંહાર કરવા માટે પ્રાર્થના કરી હતી. ૪૦ ॥ તેમની જ પ્રાર્થનાથી મેં યદુવંશમાં વસુદેવજીને ત્યાં અવતાર લીધો છે. અત્યારે હું. વસુદેવજીનો પુત્ર છું, તેથી લોકો મને ‘વાસુદેવ’ કહે છે. 1૪૧ ઇ/અત્યાર સુધી હું કાલનેમિ અસુરનો કે, જે કંસરૂપે પેદા થયો હતો તથા પ્રલંબાસુર વગેરે અનેક સંતોના દ્રોહી અસુરોનો સંહાર કરી ચૂક્યો છું. રાજન્‌! આ કાલયવન હતો, જે મારી જ પ્રેરણાથી તમારી તીક્ણ દષ્ટિ પડતાં ભસ્મ થઈ ગયો. || ૪૨ |! તે જ હું તમારા પર કૃપા કરવા માટે જ આ ગુફામાં આવ્યો છું. તમે પહેલાં મારી બહુ જ આરાધના કરી છે અને હું ભક્તવત્સલ છું. | ૪૩ ॥ ૧, નૂસમાત્મજેવૈવ | ૨. «્નાશનઃ! [અ૦૫૧ 394 શ્રીમદભાગવત વરાન્વૃણીષ્વ રાજર્ષે સર્વાન્‌કામાન્‌દદામિતે । તેથી રાજર્ષિ! તપારી જે ઇચ્છા હોય તે મારી પાસે માગી લો. માંપ્રપન્નો જનઃકશ્ચિક્ ભૂયોડર્તિ શોચિતુમ્‌ ॥ ૪૪॥ | હુંતમારી તમામ ઇચ્છા,અભિલાષાઓ પૂરી કરી દઈશ.જે પુરુષ મારા શરજ્માં આવે છે, તેના માટે પછી એવી કોઈ વસ્તુ રહેતી, નથી, જેના માટે તેને દુઃખી થવું પડે, ॥ ૪૪ || કશુક કરાર શ્રીશુક્દેવજી કહે છે - જ્યારે ભગવાન શ્રીકૃષ્ આ પ્રમાણે કહું, ત્યારે રાજા મુચુકુન્દને વૃદ્ધ ગર્ગાચાર્યજીનું એ વચન ક યાદ આવી ગયું કે, યદુવંશમાં ભગવાન જન્મ લેવાના છે. તેઓ ઇત્યુક્તસ્તં પ્રણમ્યાહ મુચુકુન્દો મુદાન્વિતઃ । જાણી ગયા કે આ સ્વરય ભગવાન નારાયણ છે, આનંદિત થઈને જ્ઞાત્વા નારાયણં દેવં ગર્ગવાક્યમનુસ્મરન્‌ 1૪૫॥ કુુકન્દ કવા વિમોહિતોડયુ જન ઈશ માયયા ત્વદીયયા ત્વાં ન ભજત્યનર્થદક્‌ | દુઃખપ્રભવેષુ સજ્જતે ગૃહેષુ યોષિત્‌ પુરુષશ્ચ વગ્ચિતઃ | ૪૬॥ સુખાય લબ્ધ્વા જનો દુર્વભમત્ર માનુષં કથગ્ચિદવ્યડ્મયત્નતોડનપ ।| પાદારવિન્દી ન ભજત્યસન્મતિ- ર્ગૃહાન્ધકૂપે પતિતો યથા પશુઃ |૪૭॥ મમૈષ કાલોડજિત નિષ્ફલો ગતો રાજ્યશ્રિયોન્નદ્રમદસ્ય ભૂપતેઃ | મર્ત્યાત્મબુદ્રેઃ સુતદારકોશભૂ- પ્વાસજ્જમાનસ્ય દુરન્તચિન્તયા 1૪૮॥ કલેવરેડસ્મિન્‌ ઘટકુડ્યસજ્ઞિભે નિરૂઢમાનો નરદેવ ઇત્યહમ્‌ | રથેભાશ્ચપદાત્યનીકપૈ- ર્ગા પર્યટૅસ્ત્વાડગણયન્‌ સુદુર્મદઃ || ૪૯॥। વૃતો પ્રમત્તમુચ્ચૈરિતિકૃત્યચિન્તયા પ્રવૃદ્ધદોભં વિષયેષુ લાલસમ્‌ | તેમણે ભગવાનના ચરજ્રોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી. 1૪૫ ॥ મુચુકુનદે ક્લું - “પ્રભુ! જગતનાં તમામ પ્રાણીઓ આપની માયાથી મોહિત થઈ રહ્યાં છે. જેઓ આપનાથી વિમુખ થઈને અનર્થોમાં ફસાપેલા રહે છે અને આપની ભક્તિ કરતા હથી તેઓ સુખ માટે ઘર-ગૃહસ્થીની ઝંઝટમાં ફસાઈ જાય છે, કેજેતમામ દુ:ખોની જડછે.આમ સી અને પુરુષ બધાં જ ઠગાઈ રહ્યાંછે! ૪૬ ॥પાપરૂપી સંસારથી સર્વથા અતીત પ્રભો! આ ભૂમિ અત્યંત પવિત્ર કર્મભૂમિ છે, આમાં મનુષ્યનો જન્મ થવો બહુ દુર્લભ છે. મનુષ્યજીવન એટલું પૂર્ણ છે કે, તેમાં ભક્તિ માટે કોઈ પણ અસુવિધા નથી. પ્રોતાના પરમ સૌભાગ્ય અને ભગવાનની અહેતુ કૃપાથી તેને અનાયાસે પ્રાપ્ત કરીને પણ જે પોતાની મતિ-ગાતિને અસત એવા સંસારમાં લગાડી દે છે અને તુચ્છ વિષયસુખને માટે તમામ પ્રયત્ન કરતા રહીને ઘર- ગૃહસ્થીના અંધારા કૂવામાં પડ્યા રહે છે - ભગવાનનાં ચરણકમળોની ઉપાસના કરતા નથી તેઓ તો બરાબર તે પશુ જેવા છે, જે તુચ્છ તૃણ (ઘાસ)ના લોભથી અંધારા કૂવામાં પડે છે. || ૪૭ ॥ભગવન[! હું રાજા હતો, રાજ્યલક્મીના મદમાં હું છકી ગયો હતો. આ મરણશીલ શરીરને જ હું મારો આત્મા - પોતાનું સ્વરૂપ સમજી રહ્યો હતો અને રાજકુમારો, રાણી અને રાજભંડાર તથા પૃથ્વીના લોભ-મોહમાં ફસાયેલો હતો. તે. વસ્તુઓની ચિંતા રાત-દિવસ મારા ગળે વળગી હતી. ગગા પ્રમાણે મારા જીવનનો તે અમૂલ્ય સમય બિલકુલ નિષ્ફળ - વ્યર્થ ચાલ્યો ગયો. || ૪૮ ।[જે શરીર વાસ્તવપાં ઘડા અને ભીંતના જેવું માટીનું છે અને દશ્ય હોવાથી તેમની જેમ આપણાથી અલગ પણ છે,તેને જ મેં પોતાનું સ્વરૂપ માની લીધું હતું અને પછી પોતાને રાજા માની બેઠો હતો. આ પ્રમાણે મે મદાન્ધ થઈને આપના વિશે તો કશું જાક્યું જ નહીં. રથ, હાથી, ઘોડા અને પાયદળની ચતુરગિણી સેના તથા સેનાપતિઓથી ધેરાઈનેહું પૃથ્વી પરઆમ-તેમ ફરતો રહ્યો. || ૪૯ !!મારે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ, આ પ્રકારના વિવિધ કર્તવ્ય અને અકર્તવ્યની ચિંતામાં પડીને મનુષ્ય પોતાના એકમાત્ર કર્તવ્ય ભગવત્પ્રાપ્તિથી વિમુખ થઈને પાગલ થઈ જાય અ૦૫૧] દસમો સ્કન્ધ 385 ત્વમપ્રમત્તઃ સહસાભિપદ્યસે ક્ુલ્લેલિહાનોડહિરિવાખુમન્તકઃ ॥૫૦॥ રથૈ્હેમપરિષ્ૃતેશ્વરન્‌ શ્રતક્રજેર્વા નરદેવસગ્શિતઃ । સ એવ કાલેન દુરત્યયેન તે કલેવરો વિટ્કુમિભસ્મસગ્શિતઃ ॥ ૫૧! પુરા નિર્જિત્ય દિક્ચક્રમભૂતવિગ્રહો વરાસનસ્થઃ સમરાજવન્દિતઃ | ગૃહેષુ મૈથુન્યસુખેષુ યોષિતાં ક્રીડામૃગઃ પૂરુષ ઈશ નીયતે ૫૨! કરોતિ કર્માણિ તપસ્સુનિષ્ઠિતો નિવૃત્તભોગસ્તદપેક્ષષા દદત્‌ | પુનશ્ ભૂયેયમહેં સ્વરાડિતિ પ્રવૃદ્ધરષો ન સુખાય કલ્પતે 1૫૩॥ ભવાપવર્ગો ભ્રમતો યદા ભવે- જ્જનસ્ય તર્હચ્યુત સત્સમાગમઃ | સત્સક્ષમો યર્હિ તદૈવ સદગતૌ પશાવરેશે ત્વાષિ જાયતે મતિઃ | ૫૪॥ મન્યે પમાનુગ્રહ ઈશ તે કૃતો રજ્યાનુબન્ધાપગમો યદેચ્છયા | યઃ પ્રાર્થતે સાધુભિરેકચર્યયા વનં વિવિક્ષાદ્ધેરખણ્ડભૂમિપૈઃ ॥ પપ॥ ન કામયેડન્યં તવ પાદસેવના- દકિંઞ્ચનપ્રાર્થ્યતમાદ્‌ વરં વિભો | આરાધ્ય કસ્ત્વાં હ્ાપવર્ગદં હરે વૃણીત આર્યો વરમાત્મબન્ધતમ્‌ | ૫૬॥। છે,‘અસાવધાન થઈ જાય છે. સંસાર સાથે બાંધી રાખનારા વિષયો માટેતેની લાલસા ઉત્તરોત્તર વધતી જાય છે. પરંતુ ભૂખ્યો થયેલો સાપ અસાવધાન ઉંદરને પકડી લે છે, વેજ પ્રમાણે આપ કાળરૂપે સદા-સર્વદા સાવધાન રહીને એકાએક તે પ્રમાદગ્રસ્ત પ્રાણ્રીને ઉઠાવી લો છો. |! ૫૦ || જે શરીરથી પહેલાં સોનાના રથ પર અથવા મોટા-મોટા ગજરાજો પર ચઢીને ફરતો હતો અને રાજા કહેવાતો હતો, તે જ શરીર તમારા અબાધિત કાળનો કોળિયો બનીને બહાર ફેંકી દેવાથી પક્ષીઓની વિષ્ટા, ધરતીમાં દાટી દેતાં સડીને કીડાનો આહાર અને બાળી દેવાથી રોખનો ઢગલો થઈ જાય છે. || ૫૧ ॥ પ્રભુ! જેજે બધી દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે અને જેની સામે લડનાર સંસારમાં કોઈ રહ્યો નથી, જે શ્રેષ્ઠ સિંહાસન પર બેસે છે અને મોટા-મોટા રાજાઓ (જે તેના જેવા જ હતા) હવે જેના ચરણોમાં માથું ઝુકાવે છે, તે જ પુરુષ જ્યારે વિષયસુખ ભોગવવા માટે (જે ધર- ગૃહસ્થીની વિશેષ વસ્તુ છે) સ્રીઓ પાસે જાય છે, ત્યારે તેમના ] હાથનું રમકહું, તેમનું પાળેલું પશુ બની જાય છે. || પર ॥ધણા લોકો વિષયભોગો છોડીને કરીથી રાજ્ય વગેરે ભોગો મળવાની ઇચ્છાથી જ દાન-પુણ્ય કરે છે અને “હું ફરી જન્મ લઈને સૌથી મોટો ચક્રવર્તી રાજા બનું,’ આવી કામના રાખીને તપસ્યામાં , સારી પેઠે સ્થિત થઈને શુભ કર્મો કરે છે. આ પ્રમાણે જેની, તૃષ્ણા અપાર છે, તે કદાપિ સુખી થઈ શકતો નથી. ।। ૫૩ ॥ પોતાના સ્વરૂપમાં એકરસ સ્થિત રહેવાવાળા ભગવન્‌! જીવ અનાદિકાળથી જન્મ-મૃત્યુરૂપી સંસારચક્રમાં ભટકી રહ્યો છે. જ્યારે તે ચકરાવામાંથી છૂટવાનો સમય આવે છે, તે જ ક્ષણે સંતોના આશ્રય, કાર્ય-કારણરૂપ જગતના એકમાત્ર સ્વામી એવા આપનામાં જીવની બુદ્ધિ અત્યંત દહતાપૂર્વક લાગી જાય * છે. ॥૫૪ 1 ભગવન્‌| હું તો એવું સમજું છું કે આપે મારા ઉપર પરમ અનુગ્રહની વૃષ્ટિ કરી છે. કેમકે, કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના - અનાયાસ જ મારો રાજ્ય-સંબંધ છૂટી ગયો. સાધુ સ્વભાવના ચક્રવર્તી રાજા પણ જ્યારે પોતાનું રાજ્ય છોડીને એકાંતમાં ભક્તિ-સાધના કરવાના ઉદેશથી વનમાં જવા ઇચ્છે છે, ત્યારે તે મમતારૂપી બંધનથી મુક્ત થવા માટે આપને પ્રાર્થના કરે છે. |! પપ | અંતર્યામી પ્રભુ! આપનાથી શું અછાનું છે? હું આપના ચરણોની સેવા સિવાય બીજું કોઈ વરદાન ઇચ્છતો નથી. કેમકે, જેની પાસે કોઈ પણ પ્રકારનો સંગ્રહ-પરિગ્રહ નથી અથવા જે એના અભિમાનથી રહેત છે તે લોકો પણ માત્ર તેના માટે જ પ્રાર્થના કરતા રહે છે. ભગવન્‌! આપ જ કહો કે, મોક્ષદાતા એવા આપની આરાધના કરીને એવો કયો શ્રેષ્ઠ પુરુષ હશે, જે પોતાનેબંધનમાં નાખનારા સાંસારિક વિષયોને માગે? । ૫૬ ॥ 386 શ્રીમદભાગવત [૦૫૧ તસ્માદ્‌ વિસજ્યાશિષ ઈશ સર્વતો રજસ્તમઃસત્ત્વગગુણાનુબન્ધનાઃ 1 નિરગ્જનં નિર્ગુણમદ્રય પરં ત્વાં શપ્તિમાત્રં પુરુષં વ્રજામ્યહમ્‌ || ૫૭! ચિરમિહ વૃજિનાર્તસ્તપ્યમાનોડનુતાપૈ- રવિતૃષષડમિત્રોડલબ્ધશાન્તિઃકથગ્યિત્‌ | શરણદ સમુપેતરૂવત્પદાબ્જં પરાત્મ- જ્ષભયમૃતમશોક પાહિ માડડપન્નમીશ ॥ ૫૮॥। કીંભગવાનુવાય સાર્વભૌમ મહારાજ મતિસ્તે વિમલોર્જિતા । વરૈઃ પ્રલોભિતસ્યાપિ ત કામૈવિહતા યતઃ || ૫૯॥। પ્રલોભિતો વરેર્યત્્તમપ્રમાદાય વિદ્ધિ તત્‌ | નધીર્મય્યેકભકતાનામાશીર્ભિર્ભિઘતે ક્વચિત્‌ ।। ૬૦॥ યુગ્જાનાનામભક્તાનાં’ પ્રાણાયામાદિભિર્મનઃ । અક્ષીણવાસનં રાજન્‌ દેશ્યતે પુનરુત્થિતમ્‌ચ ।। €૧॥। વિચરસ્વ મહીં કામં મય્યાવેશિતમાતસઃ ! અસ્ત્વેવ નિત્યદા તુભ્યં ભક્તિર્મષ્યનપાયિની | ૬૨ ॥ ક્ષાત્રધર્મસ્થિતો જન્તૂન્‌ ન્યવધીર્મૃંગયાદિભિઃ । સમાહિતસ્તત્તપસા જહ્યથં મદુપાશ્રિતઃ” || ૬૩॥ જુન્મન્યનત્તરે રાજન્‌ સર્વભૂતસુહત્તમઃ | ભૂત્વા હ્રિજવરસ્ત્વં વૈ મામુપૈષ્યસિ કેવલમ્‌ ॥ ૬૪॥ તેથી હે પ્રભુ! હું સત્ત્તગુણ, રજોગુણ અને તમોગુજ્ન સાથે સંબંધ રાખવાવાળી તમામ કામનાઓને ત્યજીને માત્ર માયાના (લેશમાત્ર) સંબંધથી રહિત, ગુણાતીત, એક અહિતીય, ચિત્સ્વરૂપ પરમપુરુષ એવા આપનું શરણ લઉં છું. || ૫૭ | ભગવન્‌! હું અનાદિકાળથી પોતાનાં કર્મફળોને ભોગવતો- ભોગવતો અત્યંત આર્ત (દીન) થઈ રહ્યો હતો, તે કર્મફળોની દુઃખદ જ્વાળા મને રાત-દિવસ દઝાડતી રહેતી હતી. મારા છ શત્રુ (પાંચ ઇન્દ્રિયો અને એક મન) ક્યારેય શાંત થતાં ન હતાં, તેમની વિષયોની તૃષ્ણા વધતી જતી હતી. ક્યારેય કોઈ પ્રકારે એકકબ્ર માટે પણ મને શાંતિ ન મળી. શરશદાતા! હવે હું ભધ, મૃત્ધુઅને શોક-રહિત આપનાં ચરણકમળોના શરણે આવ્યો છું. સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી! પરમાત્મન્‌! આપ મુજ શરણાગતની રક્ષા કરો. || ૫૮ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - “સાર્વભૌમ મહારાજ! તમારી મતિ, તમારો નિશ્ચય ખૂબ જ પવિત્ર અને સર્વશ્રેષ્ઠ છે, જોકે મેં તમને વારંવાર વરદાન આપવાનું પ્રલોભન આપ્યું, છતાં પણ તમારી બુદ્ધિ કામનાઓને આધીન ન થઈ. | ૫૯ ॥ મૅ જે તમને વરદાન આપવાનું પ્રલોભન આપ્યું, તે માત્ર તમારી સાવધાનીની પરીક્ષા માટે હતું. મારા જે અનન્ય ભક્તો હોય છે તેમની બુદ્ધે ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી. ॥૬૦ || જે લોકો મારા ભક્ત નથી, તે ભલે પ્રાણાયામ વગેરે દ્વારા પોતાના મનને વશ કરવાનો ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે, તેમની વાસનાઓ ક્ષીણ થતી નથી. અને રાજન્‌! તેમનું મન ફરી-ફરીને વિષયો પાછળ દોડે છે. ॥ ૬૧ ॥ તમે તમારું મન અને બધા મનના ભાવો મને અર્પલ કરી દો, મારામાં જોડી દો અને પછી સ્વચ્છન્દતાથી પૃથ્વી પર વિચરણ કરો. મારામાં તમારી (વિષય- વાસનારહિત) નિર્મળ ભક્તિ અખંડ રહેશે. || ૬૨ ॥ તમે ક્ષત્રિય ધર્મનું આચરણ કરતી વેળાએ શિકાર વગેરે કરીને અનેક પશુઓનો વધ કર્યો છે, હવે એકાગ્ર ચિતે મારી ઉપાસના કરતા રહીને તપસ્યા દ્વારા તે પાપોને ધોઈ નાખો. || ૬૩ || રાજન્‌! આગલા જન્મમાં તમે બ્રાહ્મણ થશો અને સમસ્ત ગ્રાણ્નીઓના સાચા હિતૈષી, પરમ સુદ બનશો તથા વિશુદ્ધ વિજ્ઞાનધન પરમાત્મા એવા મને પ્રાપ્ત કરી લેશો.’ ॥ ૬૪ ॥ -- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ધે મુચુકુન્દસ્તુતિર્નામૈક- પગ્ચાશત્તમોડધ્યાયઃ 1 ૫૧ ॥| દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત મુચુકુન્દની સ્તુતિ નામનો એકાવનમો અધ્યાય સમાપ્ત.