ત્રેપનમો અધ્યાય સુક્મિણીહરણ કંકુ# ઉશચ વૈદર્ભ્યાઃ સ તુ સન્દેશં નિશમ્ય યદુનન્દનઃ । પ્રગૃહ્મ પાણિના પાણિં પ્રહસન્તિદમબ્રવીત્ || ૧।। શીબગવાગુવાચ તથાહમપિ તચ્ચિત્તો નિદ્રાં ચ ન લભે નિશિ વેદાહં રુકિમિણા દ્રેષાન્મમોદ્રાહો નિવારિતઃ ॥ ર।। તામાનયિષ્ય ઉન્મથ્ય રાજન્યાપસદાન્ મૃધે મત્પરામનવદ્યાક્રીમેધસોડગ્નિશિખામિવ ।।1૩॥। કીયુક ઉગાજ ઉદ્ાહર્ક્ટ ચ વિજ્ઞાય રુક્મિણ્યા મધુસૂદનઃ | ૨થઃ સંયુજ્યતામાશુ દારુકેત્યાહ સારથિમ્ | ૪।। સ થાશ્ચેઃ શૈવ્યસુગ્રીવમેઘપુષ્પબલાહકેઃ । યુક્તં રથમુપાનીય તસ્થૌ પ્રાગ્જલિરગ્રતઃ | ૫॥। આજહ્ય સ્યન્દનં શૌરિર્ટ્િજમારોપ્ય તૂર્ણડઃ । આનર્ત્તાદેકરાત્રેણ વિદર્ભાનગમદ્રવૈઃ ॥ ૬॥ શજા સ કુશ્ડિનપતિઃ પુત્રસ્નેહવશં ગતઃ । શિશુપાલાય સ્વાં કન્યાં દાસ્યન્ કર્માણ્યકારયત્ || ૭॥। પુરું સમ્મૃષ્ટસંસિક્તમાર્ગરથ્યાચતુષ્પથમ્ | ચિત્રધ્વજપતાકાભિસ્તોરણૈઃ સમલડકુતમ્ | ૮।। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે વિદર્ભરાજકુમારી રુક્મિષ્રીજીનો આ સંદેશ સાંભળીને પોતાના હાથથી બ્રહ્મદેવનો હાથ પકડી લીધો અને હસીને. આ પ્રમાણે બોલ્યા- ૧ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - બ્રહ્મદેવ! જેમ વિદર્ભરાજકુમારી મને ચાહે છે, તે જ પ્રમાણે હું પણ તેમને ચાહું છું. મારું ચિત્ત તેમનામાં જ લાગેલું રહે છે. ક્યાં સુધી કહું, મને રાતના સમયે નિદ્રા પણ આવતી નથી. હું જાણું છું કે, રુકમીએ દ્રેપબુદ્ધિથી મારો વિવાહ અટકાવ્યો છે. ॥। ૨ ॥। પરંતુ બ્રહ્મદેવ! તમે જોઈ લેજો, જેમ લાકડાનું મંથન કરીને - એક-બીજાની સાથે ઘસીને-મનુષ્ય તેમાંથી અગ્નિ ઉત્પન્ન કરે છે, તે જ રીતે યુદ્ધમાં તે. ખલ અને યુદ્ર રાજાઓનું મંથન કરીને મને પ્રેમ કરનારી પરમસુંદરી રાજકુમારીને હું લઈ જઈશ. 1૩ ॥| શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! મધુસૂદન શ્રીકૃષ્ણે એવું જાણીને કે, રુકિમિણીના લગ્ન પરમ દિવસે રાત્રિના સમયે જ છે, તેમણે સારથિને આજ્ઞા કરી કે, “દારુક! ક્ષણના પણ વિલંબ વિના રથ તૈયાર કરો.’ ॥ ૪ ॥ દારુક ભગવાનના રથમાં શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના ચાર ઘોડા જોડીને રથ લઈ આવ્યો અને હાથ જોડીને ભગવાનની સામે ઊભો રહ્યો. !૫ || શુરનન્દન શ્રીકૃષ્્ને બ્રહ્મદેવને પ્રથમ ચડાવીને પછી પોતે રથમાં બેઠા અને તે શીધ્રગામી ઘોડા દ્વારા એક જ રાતમાં આનર્તદેશથી વિદર્ભદેશમાં પહોંચી ગયા. ॥ ૬ || કુશ્ડિનનરેશ મહારાજ ભીષ્મક પોતાના મોટા પુત્ર સુક્મીના સ્નેહવશ પોતાની કન્યા શિશુપાલને આપવા માટે વિવાહોત્સવની તૈયારી કરાવી રહ્યા હતા. | ૭ || નગરના રાજમાર્ગો, શેરીઓ તથા બજારો વાળી-ઝૂડીને સાફ કરાવ્યાં હતાં. ત્યાં પાણી છંટાવી રંગ-બેરંગી ધજા, પતાકાઓ તથા તોરજ્રોથી શહેર શશગાર્યું હતું. ॥ ૮ | અ૦ પ૩] દસમો સ્કન્ધ 393 સગ્ગન્ધમાલ્યાભરશૈર્વિરજોડમ્બરભૂષિતૈઃ । જુષ્ટં સ્ત્રીપુરુષૈઃ શ્રીમદગુહૈરગુરુધૂપિતૈઃ ॥ ૯॥ પિતૃન દેવાન્ સમભ્યર્ચ્ચ વિપ્રાંશ્ર વિધિવશૃપ । ભોજથિત્વા યથાન્યાયં વાચયામાસ મડ્ઠલમ્ | ૧૦।। સુસ્નાતાં સુદતીં કન્યાં કૃતકૌતુકમડ્રલામ્ । અહતાંશુક્યુગ્મેન ભૂષિતાં ભૂષણોત્તમૈઃ ।। ૧૧॥। ચક્ુઃ સામર્ગ્યજુર્મન્ત્ર્વધ્વા રક્ષાં હિજોત્તમાઃ | પુરોહિતોડથર્વવિદ્’ વૈ જુહાવ ગ્રહશાન્તયે ॥ ૧૨॥ હિરણ્યરૂપ્યવાસાંસિ તિલાંશ્વ ગુડમિશ્રિતાન્ | પ્રાદાદ્ધેનૂથ્ય વિપ્રેભ્યો રાજા વિધિવિદ્દાં વરઃ ॥ ૧૩॥ એવં ચેદિપતી રાજા દમઘોષઃ સુતાય વૈ | કારયામાસ મત્ત્રશૈઃ સર્વમભ્યુદયોચિતમ્ ।। ૧૪ મદચ્યુદ્વિર્ગજાનીકેઃ સ્યન્દનેહેમમાલિભિઃ | પત્યશ્ચસડકુલૈઃ સૈન્યેઃપરીતઃ કુષ્ડિનં યયૌ ॥ ૧૫॥। તં વૈ વિદર્ભાધિપતિઃ સમભ્યેત્યાભિપૂજ્ય ચ | નિવેશયામાસ મુદા કલ્પિતાન્યનિવેશને ॥ ૧૬॥॥ તત્ર શાલ્વો જરાસન્ધો દન્તવકત્રો વિદ્રથઃ | આજગ્મુશ્ચેધપક્ષીયાઃ પૌણ્ડ્કાદ્યાઃ સહસશઃ ॥ ૧૭॥। કૃષ્ણરામહરિષો યત્તાઃ ક્યાં ચૈધાય સાધિતુમ્ । યદ્યાગત્ય હરેત્ કૃષ્ણો રામાથર્યદુભિર્વૃતઃ૨ ।। ૧૮॥ યોત્સ્યામઃ સંહતાસ્તેન ઇતિ નિશ્ચિતમાનસાઃ | આજગ્મુર્ભૂભુજઃ સર્વે સમગ્રબલવાહનાઃ || ૧૯॥॥ નગરનાં સ્ત્રી-પુરુષો પણ એ સમયે પુષ્યમાળા, ચંદન, પુષ્યો, અલંકારો તથા નિર્યળ વસ્ત્રો પહેરી સજ્જ થયાં હતાં. ત્યાંના સુંદર-સુંદર આવાસોમાંથી અગરના ધૂપની સુગન્ધ ફેલાઈ રહી હતી. 1૯ ।। પરીક્ષિત! રાજા ભીષ્મકે દેવતાઓ અને પિતૃઓનું વિધિપૂર્વક પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને સ્વસ્તિવાચન કરાવ્યું. !। ૧૦ ।। સુશોભિત દતપંક્તિઓથી શોભતાં પરમસુંદરી રાજકુમારી રુક્મિણીજીને મંગળસ્નાન કરાવ્યું. તેમના હાથમાં મંગલસૂત્ર-કંક્ણ બાંધવામાં આવ્યું. કોહબર (લગ્ન સમયે પૂજવાના કુળદેવતાનું સ્થાન) બનાવવામાં આવ્યું, બે નવાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને ઉત્તમ-ઉત્તમ આભૂષણો પહેરાવવામાં આવ્યાં. 1૧૧ ॥ શ્રેષ્ઠ બ્રાહ્મજ્ઞોએ સામવેદ, ત્દગ્વેદ અને યજુર્વેદના મંત્રોથી પરિણય-અભિમુખી નવવધૂની રક્ષાવિધિ કરાવી તેમજ અથર્વવેદી બ્રાહ્મણો પાસે ગ્રહ-શાન્તિ માટે હવન કરાવ્યો. 1૧૨ || રાજા ભીષ્મક કુલપરંપરા અને શાસ્ત્રીય વિધિઓના અચ્છા જાણકાર હતા. તેમણે સુવર્ણ, ચાંદી, વસ્ર, ગોળમિશ્રિત તલ તથા ગાયોનું બ્રાહ્મણોને દાન આપ્યું. ॥ ૧૩ ॥ આ જ પ્રમાણે ચેદિનરેશ રાજા દમધોપે પણ પોતાના પુત્ર શિશુપાલ માટે મત્ત્રશ બ્રાહ્મણો પાસે વિવાહસંબંધી માંગલિક કાર્યો કરાવ્યાં. 1૧૪ | ત્યાર બાદ તેઓ મદઝરતા હાથીઓ, સુવર્ણની માળાઓથી સજાવેલા રથ, પાયદળ તથા ઘોડેસવારોની ચતુરૉગિણી સેના સાથે લઈને કુશ્ડિનપુર પહોંચ્યા. । ૧૫ || વિદર્ભરાજ ભીષ્મકે આગળ આવીને તેમનો સ્વાગત-સત્કાર અને અર્ચન-પૂજન કર્યા. * ત્યાર પછી તે લોકોને પૂર્વનિશ્ચિત આવાસોમાં આનંદપૂર્વક ઉતારા આપ્યા. ૧૬ || તે જાનમાં શાલ્વ, જરાસંધ, દન્તવક્ત્ર, વિદૂરથ અને પૌશ્ડક વગેરે શિશુપાલના હજારો મિત્ર રાજાઓ આવ્યા હતા. 1૧૭ | તે બધા રાજાઓ શ્રીકૃષ્ણ અને બલરામજીના વિરોધી હતા અને રાજકુમારી સ્ક્મિણી શિશુપાલને જ મળે, એવા વિચારથી આવ્યા હતા. તેમણે પોત-પોતાના મનમાં પહેલેથી જ એવું નક્કી કરી રાખ્યું હતું કે, જો શ્રીકૃષ્ણ-બલરામ વગેરે યાદવોની સાથે આવીને કન્યાનું હરણ કરવાની ચેષ્ટા કરશે તો અમે બધા મળીને તેમની સાથે લડીશું. આ જ કારણે તે રાજાઓ પોત-પોતાની પૂરી સેના અને રથ, ઘોડા, હાથી વગેરે પણ પોતાની સાથે લઈ આવ્યા હતા. ૧૮-૧૯ || ૧. નવેદ્રિજુહાવ | ર. ર્યહ્બિ: સહ ! 394 શ્રીમદભાગવત [અ૦૫૩ શ્રુત્વૈતદૂભગવાન્ રામો વિપક્ષીયનૃપોદ્યમમ્ | કૃષ્ણ ચૈકં ગતં હર્તું કન્યાં કલહશક્રિતઃ ॥ ૨૦॥ બલેત મહતા સાર્ધ ભ્રાતૃસ્નેહપરિપ્લુતઃ । ત્વરિતઃ કુષ્ડિનં પ્રાગાદ ગજાશ્વરથપત્તિભિઃ || ૨૧॥ ભીષ્મકન્યા વરારોહા કાડક્ષન્ત્યાગમનં હરેઃ । પ્રત્યાપત્તિમપશ્યન્તી દ્વિજસ્યાચિન્તયત્તદા || ૨૨ | અહો ત્રિયામાન્તરિત ઉદ્ઘાહો મેડલ્પરાધસઃ | નાગચ્છત્યરવિન્દાક્ષો નાર્હ વેદ્મ્યત્ર કારણમ્ | સોડપિ નાવર્તતેડધાપિ મત્સન્દેશહરો દ્રિજઃ ॥ ૨૩॥ અપિમય્યનવદ્યાત્માદંષ્ટ્વા કિગ્ચિજ્જુગુપ્સિતમ્ | મત્પાણિગ્રહણે નૂનં નાયાતિ હિ કૃતોદ્યમઃ ॥ ૨૪॥ દુર્ભગાયા ન મે ધાતા નાનુકૂલો મહેશ્વરઃ | દેવી વા વિમુખા ગૌરી સુદ્રાણ્ી ગિરિજા સતી |! ૨૫॥॥ એવં ચિન્તયતી બાલા ગોવિન્દહતમાનસા । ન્યમીલયત કાલજા નેત્રે ચાશ્રુકલાકુલે | ર૬॥ એવં વધ્વાઃપ્રતીક્ષન્ત્યા ગોવિન્દાગમનં નૃપ | વામ ઊરુર્ભુજો નેત્રમસ્ફુરન્ પ્રિયભાષિણઃ ॥ ૨૭॥ અથ કૃષ્ણવિનિર્દિષ્ટઃ સ એવ દ્વિજસત્તમઃ । અત્તઃપુરચરી દેવીં રાજપુત્રીં દદર્શ હ 1 ૨૮॥ સા તં પ્રહૃષ્ટવદનમવ્યગ્રાત્મગતિં સતી | આલક્ષ્યલક્ષણાભિજ્ઞા સમપૃચ્છચ્છુચિસ્મિતા ॥ ૨૯॥ તસ્યા આવેદયત્ પ્રાસ શશંસ યદુનન્દનમ્ | ઉક્તં ચ સત્યવચનમાત્મોપનયનં પ્રતિ | ૩૦॥। વિપક્ષી રાજાઓની આ તૈયારીની જાણ ભગવાન બલરામજીને થઈ ગઈ અને જ્યારે તેમણે સાંભળ્યુ કે શ્રીકૃષ્ટ એકલા જ રાજકુમારીનું હરણ કરવા ચાલ્યા ગયા છે, ત્યારે. તેમને ત્યાં યુદ્ની આશંકા થઈ. ૨૦ | જોકે તેઓ શ્રીકૃષ્ણનું બળ-પરાક્રમ જાલ્રતા હતા. તેમ છતાં ભ્રાતૃસ્નેહથી તેમનું હૃદય તરબોળ થઈ ગયું, તેઓ તુરંત જ હાથી, ધોડા, રથ અતે પાયદળની ઘણી મોટી ચતુરંગિણી સેનાને સાથે લઈને કુક્ડિનપુર જવા માટે રવાના થઈ ગયા. | ૨૧ ॥| અહીં પરમસુંદરી સુક્મિબ્રીજી ભગવાન શ્રીકૃષ્થ્રના શુભાગમનની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. તેઓ વિચાર કરવા લાગ્યાં કે, શ્રીકૃષ્ણ આવશે કે નહીં, પરંતુ મારા મોકલેલા ભૂદેવ પણ હજી આવ્યા નથી. રુક્મિબ્રીજી બહુ જ ચિંતામાં પડી ગયાં. તેઓ વિચારવા લાગ્યાં- | રર || “અહો! હવે તો મારી અભાગિણીના લગ્ન આડે માત્ર એક રાત જ બાકી છે. પરંતુ મારા જીવન્સર્વસ્વ ક્લમનયન ભગવાન હજી પણ પધાર્યા નથી! આનું શું કારણ હોઈ શકે, કાંઈ સમજાતું નથી. એટલું જ નહીં, મારો સંદેશ લઈ જનાર બ્રહ્મદેવતા પણ હજી ન આવ્યા. ॥ ર૩ ॥એમાં તો સંદેઠ નથી કે ભગવાન શ્રીકૃષ્ણનું. સ્વરૂપ પરમશુદ્ધછે અને વિશુદ્ધ પુરુષો જ તેમની સાથે પ્રેમ કરી શકે છે. તેમણે મારામાં કોઈ ને કોઈ અપરાધ - અનુચિત વ્યવહાર જોયો હશે, ત્યારે તો મારો હાથ પકડવા માટે - મારો સ્વીકાર કરવા માટે તૈયાર થઈને અહીં પધાર્યા નથી! !! ૨૪ ॥ સારું, કોઈને દોષ દેવાથી શું? મારું જ કમભાગ્ય માનું છું. બ્રહ્માજી (વિધાતા) અને ભગવાન શંકર અનુકૂળ નહીં હોય! એવું પણ સંભવ છે કે સ્ૂદ્રપત્ની ગિરિરાજકુમારી સતી પાર્વતી મારાથી નારાજ હોય!’ || રપ | પરીક્ષિત! રુકિમણીજી આ પ્રમાણે ગડમથલમાં પડ્યાં હતાં. તેમનું સંપૂર્ણ મન અને તેમના બધા જ મનોભાવ ભક્તોના ચિત્તચોર ભગવાને ચોરી લીધાં હતાં. તેમણે આ પ્રમાશે વિચાર કરતાં-કરતાં “હજી સમય છે’ એવું સમજીને પોતાનાં આંસુઓથી છલકાતાં નેત્ર બંધ કરી દીધાં, ॥ ર૬ | પરીક્ષિત! આ પ્રમાણે સુકિમિ્રીજી ભગવાનના શુભાગમનની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. તે જ સમયે તેમના મંગલને સૂચવતાં વામ સાથળ, વામ ભુજા અને વામ નેત્ર એમ ત્રણે અંગો ફરકવા લાગ્યાં. ।। ૨૭ || એટલામાં જ ભગવાન શ્રીકૃષ્ણના મોકલેલા તે બ્રહ્મદેવતા આર્વા ગયા અને તેમણે અંતઃપુરમાં રાજકુમારી રુક્મિ્ીને ધ્યાનમગ્ન દેવીની મુદ્રામાં જોયાં. || ૨૮ સતી રુક્મિણીજીએ જોયું કે બ્રહ્દેવતાનું મુખ મ્રસન્ન છે, તેમના મન અને વદન પર કોઈ ઉદાસીનતા નથી, તેઓ તેમનાં લક્ષણો પરથી જ સમજીગયાં કે, ભગવાન શ્રીકૃષ્ણ આવીગયા. પછી પ્રસન્નતાથી તેમશેબ્રહ્દેવને પૂછ્યું. | ૨૯ !! ત્યારે ભૂદેવે જણાવ્યું કે “ભગવાન શ્રીકૃષ્ણ અહીં પધારી ગયા છે.’ અને તેમણે ભગવાનની ભારે પ્રશંસા કરી. એ પણ જણાવ્યું અ૦૫ર૩] દસમો સ્કન્ધ 3395 તમાગતં સમાજ્ઞાય વૈદર્ભી હૃષ્ટમાનસા । નપશ્યન્તી બ્રાહ્મણાય પ્રિયમન્યત્નનામ સા ॥ ૩૧ || પ્રાપ્નૌ શ્રુત્વા સ્વદુહિતુરુદ્રાપપ્રેક્ષણોત્સુક । અભ્યયાત્ર્યઘોષેણ રામકૃષ્ણો સમર્હણેઃ 1 ૩૨॥ મધુપર્કમુપાનીય વાસાંસિ વિરજાંસિ સઃ | ઉપાયનાન્યભીષ્ટાનિ વિધિવત્ સમપૂજયત્ || ૩૩॥ તયોર્નિવેશનં શ્રીમદુપકલ્પ્ય મહામતિઃ | સસૈન્યયોઃ સાનુગયોરાતિથ્યં વિદધે યથા । ૩૪॥। એવે રાજ્ઞાં સમેતાનાં યથાવીર્ય યથાવયઃ | યથાબલં યથાવિત્તં સર્વેઃ કામૈઃ સમર્હયત્ || ૩૫॥ કૃષ્ણમાગતમાકર્ણ્ય વિદર્ભપુરવાસિનઃ । આગત્ય નેત્રાગ્જલિભિઃ પપુસ્તન્મુખપક્જમ્ । ૩૬॥ અસ્મૈવ ભાર્યા ભાવિતું રુંકિમિણ્યર્હતિ નાપરા । અસાવપ્યનવદ્યાત્મા ભૈષ્મ્યાઃ સમુચિતઃ પતિઃ | ૩૭॥। કિંગ્ચિત્સુચરિતં યદ્ઞસ્તેન તુષ્ટસ્રિલોકકૃત્ । અનુગ્રદ્માતુ ગ્રદ્ધાતુ’ વૈદર્ભ્યાઃ પાણિમચ્યુતઃ ॥ ૩૮॥ એવં પ્રેમકલાબદ્ધા વદન્તિ સ્મ પુરૌકસઃ | કન્યા ચાન્તસપુરાત્પ્રાગાદ ભટૈ્ુપ્તામ્બિકાલયમ્ | ૩૯॥ પદ્ભ્યાં વિનિર્યયૌદ્રહું ભવાન્યાઃપાદપલ્લવમ્ ! સા ચાનુધ્યાયતી સમ્યડમુકુન્દચરણામ્બુજમ્ | ૪૦॥। યતવાકમાતૃભિઃ સાર્ધ સખી(ભિઃ પરિવારિતા । ગુપ્તા રાજભટૈઃ શૂરૈઃ સક્ષટ્ૈરુદતાયુધૈઃ । મૃદક્શહ્પણવાસ્તૂર્યભેર્યથ જબિરે 1૪૧ કે’રાજકુમારીજી! આપને લઈ જવાની તેમણે સત્યપ્રતિજ્ઞા કરી છે.’ ॥ ૩૦ || ભગવાનના શુભાગમનના સમાચાર સાંભળીને સ્ક્મિણીજી આનંદવિભોર થઈ ગથાં. તેમણે આ કાર્યના બદલામાં બ્રાહ્મણને આપવા યોગ્ય ભગવાન સિવાય કોઈ વસ્તુ ન જજ્ઞાતાં માત્ર નમસ્કાર કર્યા. અર્થાત્ જગતની સમગ્ર લક્ષ્મી બ્રહ્મદેવને સોંપી દીધી. !। ૩૧ ॥ ચજા ભીષ્મકે સાંભળ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી મારી કન્યાનો વિવાહ જોવા માટે ઉત્સુકતાવશ અહીં પધાર્યા છે. ત્યારે તૂરી, ભેરી વગેરે વાજિંત્રો વગાડતાં, પૂજાની સામગ્રી લઈને તેમની સામે ગયા. || ૩ર ॥ અને મધુપર્ક, નિર્મળ વસ્ત્રો તથા ઉત્તમ-ઉત્તમ બ્રેટ-સામગ્રીઓ આપીને વિષિપૂર્વક તેમની પૂજા કરી. 1 ૩૩ ।/મીષ્મકજી બહુ બુદ્ધિશાળી હતા, તેઓ ભગવાનના ભક્ત હતાર્યુતેમણે ભગવાનને સૈન્ય, સેનાપતિ અને અન્ય સર્વને તમામ સુવિધાઓથી સજ્જ નિવાસર્થાનમાં ઉતારો આપ્યો અને તેમનો યથાયોગ્ય આતિથ્ય- સત્કાર કર્યો. ॥ ૩૪ ॥ ઉદર્ભરાજ ભીષ્મકજીને ત્યાં નિમંત્રિત જેટલા રાજાઓ આવ્યા હતા તે બધાનો પણ રાજાએ તેમના બળ, પરાક્રમ અનુસાર તમામ ઇચ્છિત પદાર્થો આપીને ખૂબ સત્કાર કર્યો. ॥ ૩૫ ॥ વિદર્ભદેશના નાગરિકોએ સાંભળ્યું કે, ભગવાન શ્રીકૃષ્ટર અહીં પધાર્યા છે, ત્યારે તે લોકો ભગવાનના નિવાસસ્થાને આવ્યા અતે આનંદમગ્ન બની શ્યામસુંદર ભગવાન શ્રીકૃષ્ણના મુખકમળના માધુર્યનું પોતાની નેત્ર- અંજલિઓ ભરી ભરીને પાન કરવા લ્રાગ્યા. | ૩૬ || તેઓ પરસ્પર એવી વાતો કરતા હતા. /રુક્મિણી આમની જ અર્ધાંગિની થવા યોગ્ય છે,અને આ પરમ પવિત્રમૂર્તિ શ્યામસુંદર સ્કિમેણીને યોગ્ય પતિ છે.બીજી કોઈ આમની પત્ની થવા યોગ્ય નથી. ૩૭ || જો અમે અમારા પૂર્વજન્મમાં અથવા આ જન્મમાં કોઈ સત્કર્મ કર્યું હોય તો ત્રિલોકવિધાતા ભગવાન અમારા પર પ્રસન્ન થઈને એવી કૃપા કરે કે શ્યામસુંદર શ્રીકૃષ્ણ * જ વિદર્ભરાજકુમારી રુકિમણીનું પાણિગ્રહણ કરે.’ ૩૮ ॥ પરીક્ષિત! જે વખતે પ્રેમપરવશ થઈને નગરવાસીઓ પરસ્પર આ પ્રકારની વાતચીત કરી રહ્યા હતા, તે જ સમયે સુક્મિણીજીએ અંતઃપુરમાંથી નીકળીને દેવીના મંદિરે જવા પ્રસ્થાન કર્યું. અનેક સૈનિકો તેમની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1૩૯ ॥ તેઓ પ્રેમમૂર્તિ શ્રીકૃષ્ણ્રચંદ્રનાં ચરણકમળોનું ચિંતન કરતાં રહીને ભગવતી ભલવાનીનાં ચરણકમળોનાં દર્શન માટે પગે ચાલીને નીકળ્યાં. ॥ ૪૦ ॥। તેઓ મૌન હતાં અને માતાઓ અને સખી-સાહેલીઓથી તેઓ વીંટળાયેલાં હતાં. રાજ્યના બળવાન સૈનિકો હાથમાં શસ્ત્રો ઉઠાવીને, ક્વચ પહેરીને તેમની રક્ષા કરી રહ્યા હતા. તે. સમયે મૃદંગ, શંખ, ઢોલ, તૂરી અને ભેરી વગેરે વાજિંત્રો વાગી રહ્યાં હતાં, ॥ ૪૧ ॥ ૧. વૈદભ્યાં વિધિવત્પાિમચ્યુતઃ ! ૩96 શ્રીમદભાગવત [અ૦ ૫૩ નાનોપહારબલિભિર્વારમુખ્યાઃ સહસ્રશઃ | સગ્ગન્ધવસ્્રાભરણૈ્ઠિજપત્ન્યઃ સ્વલફકુતાઃ ॥ ૪૨ ॥ ગાયત્તશ્ચ સ્તુવત્તશ્ચ ગાયકા વાઘવાદકાઃ 1 પરિવાર્ય વધું જગ્મુઃ સૂતમાગધવન્દિનઃ । ૪૩॥ આસાઘ દેવીસદનં ધૌતપાદકરામ્બુજા | ઉપસ્પૃશ્યશુચિઃશાન્તા પ્રવિવેશામ્બિકાન્તિકમ્ ॥ ૪૪॥ તાં વૈ પ્રવયસો બાલાં વિધિજ્ઞા વિપ્રયોષિતઃ | ભવાનીવન્દયાગ્ચકરુર્ભવપત્ની ભવાન્વિતામ્ | ૪૫॥ નમસ્થે ત્વાડસ્બિકેડભીક્ષણં સ્વસન્તાનયુતાં શિવામ્ । ભૂયાત્ પતિર્મે ભગવાન્ કૃષ્ણસ્તદનુમોદતામ્ | ૪૬॥ અહિર્ગન્ધાક્ષતેર્ધપૈર્વાસઃસડમાલ્યભૂષણેૈઃ 5 । તાનોપહારબલિભિઃ પ્રદીપાવલિભિઃ પૃથક્ ॥ ૪૭॥ વિપ્રસ્ત્રિયઃ પતિમતીસ્તથા તૈઃ સમપૂજયત્ ! લવણાપૂપતામ્બૂલકણસુત્રકલેક્ષુભિઃ ॥૪૮॥ તસ્મૈ સિયસ્તાઃ પ્રદદુઃ શેષાં યુયુજુરાશિષઃ । તાભ્યો દેવૈ નમશ્ચક્રે શેષાં ચ જગૃહે વધ્ઃ ॥ ૪૯॥ મુનિવ્રતમથ ત્યક્ત્વા નિશ્ચકામામ્બિકાગૃહાત્ । પ્રગૃહ્ય પાણિના ભૃત્યાં રત્નમુદ્રોપશોભિના | ૫૦॥ તાં દેવમાયામિવ વીરમોહિની સુમધ્યમાં કુણ્ડલમફિડિતાનનામ્ | શ્યામાં નિતમ્બાર્પિતરત્નમેખલાં વ્યગજત્સ્તનીં કુન્તલશઝ્ડિતેક્ષણામ્ચે ।। ૫૧॥। મોટી સંખ્યામાં બ્રાહ્મણ સ્ત્રીઓ પુષ્યમાળાઓ, ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય અને આભૂષણો-વસ્ોથી સછી-ધજીને. તેમની સાથે ચાલી રહી હતી અને અનેક પ્રકારના ઉપહારો તથા પૂજન વગેરેની સામગ્રી લઈને હજારો શ્રેષ્ઠ વારાંગનાઓ પણ સાથે હતી. | ૪૨ ॥ ફહુ ગાયકો ગાઈ રહ્યા હતા, વાજાં વાગી રહ્યાં હતાં અને સૂત-માગધ તથા બંદીજન કન્યાની ચારેબાજુ જયઘોષ કરતાં બિરદાવલિ ગાઈ રહ્યા હતા. || ૪૩ [દેવીના મંદિરે પહોંચીને રુકિમિણીજીએ પોતાનાં કમળ જેવાં સુકોમળ હાથ- પગ ધોઈ, આચમન કરી અંદર-બહારથી પવિત્ર થઈ શાંત ભાવે અંબિકાદેવીના મંદિરમાં પ્રવેશ કર્યો. | ૪૪ ॥ અનેક પ્રકારના વિધિ-વિધાનની જાણકાર વૃદ્ધ બ્રાહ્મણ શ્રીઓ તેમની સાથે હતી. તેમજ્ઞે ભગવાન શંકરનાં અર્ધાંગિની દેવી ભવાનીને અને ભગવાન સદાશિવને પ્રામ કરવા કલું. 1૪૫ ॥/સુકિમિણરીજીએ ભગવતીને પ્રણામ કરીને ગ્રાર્થના કરી કે - *અંબિકામાતા! આપના ખોળામાં બિરાજેલા આપના પ્રિયપુત્ર ગણેશજીને તથા આપને હું. વારંવાર પ્રણામ કરું છું. આપ એવો આશીર્વાદ આપો કે મારી અભિલાષા પૂરી થાય. ભગવાન શ્રીકૃષ્ણ જ મારા પતિ થાય.’ ॥ ૪૬ | ત્યાર પછી રુક્મિણીજીએ જળ, ચંદન વગેરે સુગંધી દ્રવ્ય, અક્ષત, ધૂપ, વસ્ત્ર, પુષ્પમાળા, હાર, આભૂષશ્ો, અનેક પ્રકારનાં નૈવેઘો, ભેટ અને આરતી વગેરે સામગ્રીઓથી અંબિકાદેવીની પૂજા કરી. || ૪૭ || ત્યાર પછી પૂજન—સામગ્રીથી તથા મીઠું, માલપૂઆ, પાન, કંઠસૂત્ર, ફળ અને શેરડી વગેરેથી સોહાગણ બ્રાહ્મણ સ્રીઓની પૂજા કરી. ।। ૪૮ ॥ ત્યારે બ્રાહ્મણસ્રીઓએ તેમને પ્રસાદ આપીને આશીર્વાદ આપ્યા. ત્યાર બાદ સુક્મિણીજીએ બ્રાહ્મણ સ્રીઓ અને અંબિકામાતાને નમસ્કાર કરીને પ્રસાદ ગ્રહણ કર્યો. | ૪૯ 1 /[જા-અર્ચનાની વિધિ સમાપ્ત થઈ ગયા બાદ મૌનવ્રત છોડીને રત્નજડિત અંગૂઠીથી ઝળહળતા કરકરમળ દ્વારા એક સાહેલીનો હાથ પકડીને તેઓ શિરિજામંદિરમાંથી બહાર નીકળ્યાં, | ૫૦ || પરીક્ષિત! સુક્મિજ્નીજી ભગવાનની માયાની જેમ મોટા-મોટા ધીર-વીરોને મોહિત કરવાવાળાં હતાં. તેમનો ક્ટિપ્રદેશ અતિ સુંદર અને નાજુક હતો/કુંડળોથી સુશોભિત મુખકમળવાળાં, કિશોર અને તરુણ અવસ્થાની સન્ધિવાળાં, નિતંબભાગે રત્નમેખલાને ધારણ કરેલાં, ઉપસેલાં વક્ષઃસ્થળ વાળાં હતાં, તથા તેમની દષ્ટિ લટકી રહેલી કેશ-લટોને કારણે કંઈક ચંચળ થઈ રહી હતી. ૫૧ || ૧. નડપિર્વાસ» | ૨. કુર્ડલશહિતેશલામ્ ! અ૦ ૫૩] દસમો સ્કન્ધ 397 શુચિસ્મિતાં બિમ્બફલાધરઘયુતિ- શોણાયમાનહ્િજિકુન્દકુડ્મલામ્ 1 ચલત્તીં કલહંસગામિતી શિગ્જત્કલાનૃપુરધામશોભિના5 । વિલોક્ય વીરા મુમુહુઃ સમાગતા યશસ્વિનસ્તત્કૃતહચ્છયાર્દિતાઃ પદા ॥પર॥ યાં વીક્ષ્ય તે નૃપતયસ્તદુદારહાસ- દ્રીડાવલોકહતચેતસ ઉજિઝતાસ્તરાઃ | પેતુઃ ક્ષિતૌ ગજરથાશ્વગતા વિમૂઢા યાત્રાચ્છલેન હરયેડર્ષયતી સ્વશોભામ્ || ૫૩॥ સૈવં શનૈશ્વલયતી ચલપવ્મકોશો પ્રાપ્તિં તદા ભગવતઃ પ્રસમીક્ષમાણા ! ઉત્સાર્ય વામકરજૈરલકાનપાશૈઃ પ્રાપ્માન્ હિધૈક્ષત નૃપાન્ દદશેડચ્યુતં સા 1 પ૪॥ તાં રાજકન્યાં રથમારરક્ષતી જહાર કૃપ્ણો દ્વિષતાં સમીક્ષતામ્ | ર્થં સમારોપ્ય સુપર્ણલક્ષણં શજન્યચક્રં પરિભૂય માધવઃ ૫૫॥ તતો થયૌ રામપુરોગમૈઃ શનૈઃ સૃગાલમધ્યાદિવ ભાગહદ્ધરિઃ 1૫૬ તં માનિનઃ સ્વાભિભવં યશઃ્ષયં પરે જશસન્ધવશા ન સેહિરે | અહો ધિગસ્માન્ યશ આત્તધત્વતાં ગોપૈર્હતીં કેસરિણાં મૃગૈરિવ ૫૭ તેમના હોઠ પર મનોહર હાસ્ય હતું. પાકાં ધિલોડાં જેવા લાલ- લાલ હોઠોની કાન્તિથી લાલ જણાતા મોગરાની કળીઓ જેવા દાંત હતા. તેમના ચરશોમાં ઝાંઝરો ઘૂઘરીઓથી ઝણકાર કરી રહ્યાં હતાં. તેઓ પોતાના કોમળ ચરણો વડે હંસ જેવી ગતિથી ચાલી રહ્યાં હતાં. તેમની તે અપૂર્વ શોભા જોઈને ત્યાં આવેલા મોટા-મોટા યશસ્વી વીરપુરુષો મોહિત થઈ ગયા. સ્વયં કામદેવે જ ભગવાનનું કાર્ય સિદ્ધ કરવા માટે પોતાના કામબાણોથી તેમનાં ફૃદય જર્જરિત કરી દીધાં. | પર ઇરુક્મિણીજી આ પ્રમાણે આ ઉત્સવ-યાત્રાને બહાને મન્દ-મન્દ ગતિથી ચાલતાં ભગવાન શ્રીકૃષ્ણ પર પોતાના સૌન્દર્ય અને શોભાને ન્યોછાવર લજ્જાયુક્ત દષ્ટિથી મોટા-મોટા રાજાઓ અને વીર પુરુષો પોતાનું ચિત્ત લૂંટાવીને મોહિત થઈને બેહોશ થઈ ગયા, તેમના હાથમાંથી અસ્ર-શસ્ત્ર પડી ગયાં અને તેઓ સ્વયં પણ રથ, હાથી તથા ઘોડા પરથી જમીન પર પડી ગયા. || ૫૩ |! આ પ્રમાણે સુક્મિણીજી ભગવાન શ્રીકૃષ્ના શુભાગમનની પ્રતીક્ષા કરતાં પોતાના કમળ જેવા સુકોમળ ચરણોને ધીરે-ધીરે આગળ વધારતાં હતાં. તેમણે પોતાના વામ હાથથી મોઢા પર લટકતી કેશ-લટોને હટાવી અને ત્યાં આવેલા રાજાઓ તરફ લજજાયુક્ત દષ્ટિથીજોયું. તે જ સમયે તેમને શ્યામસુંદર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયાં. । ૫૪ ।। રાજકુમારી રુક્મિણીજી રથ પર ચડવા જ ઇચ્છતા હતાં ત્યાં તો ભગવાન શ્રીકૃષ્ણે તમામ શત્રુઓની નજર સામે જ તેમની ભીડમાંથી રુકિમિણીજીને ઉઠાવી લીધાં અને તે સેંકડો રાજાઓના મસ્તક પર પગ મૂકીને તેમને પોતાના ગરુડધ્વજ રથ પર બેસાડી દીધાં. પપ ॥ત્યાર પછી જેમ સિંહ શિયાળોની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય, તે જ રીતે સુકિમિણીજીને લઈને ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી વગેરે યાદવોની સાથે ત્યાંથી નીકળી ગયા. । ૫૬ || પે સમયે ’ જરાસંધના તાબાના બીજા અભિમાની રાજાઓ પોતાની કીર્તિનો નાશ કરનારું અપમાન સહન ન કરી શક્યા, તે બધા જ કહેવા લાગ્યા - ‘અરે, અમને ધિક્કાર છે. આજે અમે બધા ધનુષ્ય ધારણ કરીને ઊભા જ રહ્યા અને આ ગોવાળો, સિંહના ભાગને જેમ હરણ લઈ જાય તે રીતે અમારાં યશ-કીર્તિને હરી ગયા! ॥૫૭ ॥ સ્કકન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે૨ ઉત્તરાર્ષે રુંક્મિણીહરણ નામ ત્રિપગ્યાશત્તમોડધ્યાયઃ | પ૩ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત રુક્મિણીહરણ નામનો ત્રેપનમો અધ્યાય સમાપ્ત.
Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.