Śrīmad Bhāgavatam

ભગવાનનાં સંતાનોનું વર્ણન તથા અનિરુદ્ધના વિવાહમાં રુકમીનું માર્યુ જવું. કીંજુક ઉર એકૈકશસ્તાઃ કૃષ્ણસ્ય પુત્રાન્‌ દશ દશાબલાઃ | અજીજનશ્રનવમાન્પિતુઃ સર્વાત

ઊષા અને અનિરુદ્રનું મિલન યજ્રોવાજ બાણસ્ય તતનયામૃષામુપયેમે યદ્ત્તમઃ ! તત્ર યુદ્ધમભૂદ્‌ ઘોરં હરિશકરયોર્મહત્‌ | એતત્‌ સર્વ મહાયોગિન્‌ સમાખ્યાતું ત્વમર્હસ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

એકસઠમો અધ્યાય ભગવાનનાં સંતાનોનું વર્ણન તથા અનિરુદ્ધના વિવાહમાં રુકમીનું માર્યુ જવું. કીંજુક ઉર એકૈકશસ્તાઃ કૃષ્ણસ્ય પુત્રાન્‌ દશ દશાબલાઃ | અજીજનશ્રનવમાન્પિતુઃ સર્વાત્મસમ્પદા || ૧॥ ગૃહાદનપગં વીક્ષ્ય રાજપુત્રયોડચ્યુતં સ્થિતમ્‌ | પ્રેષ્ઠં ન્યમંસત૨ે સ્વં સ્વં ન તત્તત્્વવિદઃ સ્ત્રિયઃ ॥ ૨॥। ચાર્વબ્જકોશવદનાયતબાહુનેત્ર- સપ્રેમહાસરસવીક્ષિતવલ્ગુજલ્પૈઃ 1 સમ્મોહિતા ભગવતો ન મનો વિજેતું સ્વૈર્વિભ્રમૈઃ સમશંકન્‌ વનિતા વિભૂમ્નઃ ॥ ૩॥ સ્માયાવલોકલવદર્શિતભાવહારિ- ભ્રમણડલપ્રહિતસૌરતમન્ત્રશૌણઃ । પત્યસ્તુ ષોડશસહસ્રમનડ્ાબાણે- ર્યસ્વેન્દ્રિયે વિમથિતું કરણૈર્ન શેકુઃ 1 ૪॥ શ્રીશુકદેવછી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણની દરેક પત્નીના ગર્ભથી દશ-દશ પુત્રો થયા. તેઓ રૂપ, બળ વગેરે ગુણોમાં પોતાના પિતા ભગવાન શ્રીકૃષ્ણથી કોઈ વાતે કમ ન હતા, ||૧ 11 રાજકુમારીઓ જોતી હતી કે ભગવાન શ્રીકૃષ્ણ અમારા મહેલમાંથી ક્યારેય બહાર જતા નથી. હંમેશા અમારી પાસે જ રહે છે. તેથી તેઓ એવું જ સમજતી હતી કે, શ્રીકૃષ્ણને હું જ બધાંથી વધારે પ્રિય છું. પરીક્ષિત! સાચું પૂછો તો તેઓ પોતાના પત્તિ ભગવાન , શ્રીકૃષ્ણના તત્વને - તેમના મહિમાને જાણતી ન હતી. | ૨ ॥ તે બધી કૃષ્ણની રાણીઓ પોતાના આત્માનંદમાં એકરસ સ્થિત ભગવાન શ્રીકૃષ્ણના કમળની કળી જેવા મુખારવિંદ, વિશાળ બાહુ, વિશાળ નેત્રો, પ્રેમભર્યું હાસ્ય, રસમયી દષ્ટિ અને મધુર વાણીથી સ્વયં મોહિત રહેતી હતી. તે પોતાના શૃંગારસંબંધી હાવ-ભાવોથી તેમના મનને પોતાના તરફ આર્કાષિત કરવા સમર્થ ન થઈ શકી. 1૩ || તેઓ સોળ હજારથી વધારે હતી. પોતાના મન્દ-મન્‍્દ હાસ્ય અને વાંકી દષ્ટિયુક્ત મનોહર ભવાંના ઇશારાઓ વડે કામકળાથી ભરેલા પ્રેમબાણ ચલાવતી હતી. પરંતુ કોઈ પક્ષ પ્રકારે ભગવાન શ્રીકૃષ્ણના મનને પ્રભાવિત કરવા અથવા જીતવા સમર્થ થઈ શકી નહીં. 1૪ ॥ ૧, પ્રાચીત પ્રતમાં ‘ઉત્તરાર્ય’ પાઠ નધી. | ર. ન્ધમંસતાત્માનં ન તુ તત્વવિદઃ 1 1553 1 શક શ્રીમદભાગવત [અ૦૬૧ ઇત્થં રમાપતિમવાપ્ય પતિં સ્ત્રિયસ્તા બ્રહ્માદયોડપિ ન વિદુઃ પદવી યદીયામ્‌ ! ભેજુર્મુદાડવિરતમેધિતયાડનુરાગ- હાસાવલોકનવસડમલાલસાઘમ્‌ ॥૫॥ પ્રત્યુદ્ગમાસનવરાર્હણપાદશૌચ- તામ્બૂલવિશ્રમણવીજનગન્ધમાલ્યૈઃ 1 કેશપ્રસારશયનસ્નપનોપહાર્યે- ર્દાસીશતા અપિ વિભોર્વિદધુઃ સ્મ દાસ્યમ્‌ | ૬ તાસાં૫ યા દશપુત્રાણાં કૃષ્ણસ્ત્રીણાં પુરોદિતાઃ ! અષ્ટ માહિષ્યરતત્યુત્રાન્‌પ્રલુમ્નાદીન્‌ ગ્રણામિતે ॥ ૭॥ શાસ્ડેપ્ણઃ સુદેષ્ણશ્ચ થાસ્દેહશ્વ વીર્યવાન્‌ । સુચારશ્વરગુપ્તથરે ભદ્રચારુસ્તથાપરઃ |! ૮ ચાસુચ-દ્રો વિચારુશ્વ ચારુ દશમો હરેઃ 1 પ્રહયુમ્નપ્રમુખા જાતા અક્મણ્યાં નાવમાઃ પિતુઃ ॥ ૯॥/ ભાનુઃસુભાનુઃ સ્વર્ભાનુઃપ્રભાનુર્ભાનુમાંસ્તથા 1 ચન્ધભાનુર્ધહદ્ધાતુરતિભાનુસ્તથાડષ્ટમઃ ॥૧૦॥ શ્રીભાનુઃ પ્રતિભાનુહ્ય સત્યભામાત્મજા દશ | સામ્બઃસાંમિત્રઃ પુરુજિચ્છતજિચ્ય સહસજિત્‌ ॥1૧॥ વિજયથિત્રકેતુશ્વ વસુમાન્‌ દ્રવિડઃ કતુઃ | જામ્બવત્યાઃ સુતા હ્યતે સામ્બાદ્યાઃ પિતૃસંમતાઃ* ॥ ૧૨॥ વીરશ્વજોડકશ્રસેનશ્ર” ચિત્રગુર્વેગવાન્‌ વૃષઃ આમઃશડકુર્વસુઃશ્રીમાન્‌ કુત્તિર્નાગ્નજિતેઃ સુઃ શ્રુતઃ કવિર્વૂષો વીરઃ સુબાહુર્ભદ્ર એકલઃ | શાન્તિર્દ્શઃ પૂર્ણમાસઃ કાલિન્ધાઃ સોમકોડવરઃ || ૧૪॥ પરીક્ષિત! બ્રહ્મા વગેરે ષોટા-મોટા દેવતાઓ પણ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને અથવા તેમની પ્રાપ્તિના માર્ગને જાણતા નથી. તે જ રમારમ ભગવાન શ્રીકૃષ્ણને તે સ્રીઓએ પતિરૂપે પ્રાપ્ત કર્યા હતા. હવે નિત્ય-નિરંતર તેમના પ્રેમ-આનંદની અભિવૃદ્ધિ થતી રહેતી હતી. અને તેઓ પ્રેમપૂર્ણ હાસ્ય, મધુર દૃષ્ટિ, નવસમાગમની લાલસા વગેરેથી ભગવાનની સેવ! કરતી રહેતી હતી. | ૫ | તે બધી પત્નીઓ પાસે તેમની સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી. તેમ છતાં જ્યારે તેમતા મહેલમાં ભગવાન પધારતા ત્યારે તે પોતે આગળ જઈને આદરપૂર્વક તેમને લઈ આવતી, શ્રેષ્ઠ આસન પર બેસાડતી, “ઉત્તમ સામર્્રીઓથી તેમર્ના પૂજા કરતી, ચરણકમળ પખાળત, પાન બનાવીને ખવડાવતી, ચરણસેવા કરી તેમનો શ્રમ દૂર કરતી, ચામર હોળતી, અત્તર-ચંદન વગેરે લગાડતી, શયન કરાવતી, સ્નાન કરાવતી, અનેક પ્રકારનાં ભોજન કરાવીને પોતાના હાથે જ તમામ સેવા કરતી હતી. | ૬ 0 પરીક્ષિત! મેં કહ્યું છે કે, ભગવાન શ્રીકૃષ્ણની દરેક પત્નીને દશ-દશ પુત્રો હતા. તે રાણીઓમાં આઠ પટરાણીઓ હતી. જેમનાં લગ્તોનું વર્ણન હું પહેલાં કરી ચૂક્યો છું. હવે તેમના પ્ર્ુમ્ન વગેરે પુત્રો વગેરેનું વર્ણન કરું છું. ॥ ૭ [/ સ્ક્મિણીજીને દશ પુત્રો થવા - પ્રધુમ્ન, ચારુેષ્, સુદેષ્, પરાક્રમી ચાસુદેહ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચાસ્ચન્દ્ર, વિચારુ અને દશમો ચારુ. આ બધા પોતાના પિતા ભગવાન શ્રીકૃષ્્થી કોઈ વાતમાં કમ ન હતા. ॥ ૮-૯ ॥ સત્યભઃમાને પણ દશ પુત્રો હતા - ભાનુ, સુભાનુ, સ્હર્ભાનુ, પ્રભાનુ, ભાનુમાન, ચન્દ્રભાનુ, બૃહદ્ભાનુ, અતિભાનુ, શ્રીભાનુ અને ત્રતિભાનુ. જામ્બવતીને પણ સામ્બ વગેરે દશ પુત્રો હતા

  • સામ્બ, સુમિત્ર, પુર્જેત, શતજિત, સહસજિત, વિજય, ચિત્રકેતુ, વસુમાન, દ્રવિડ, અને ક્રતુ. આ’ બધા શ્રીકળાને બહુ મિવ હતા. 1 ૧૦-૧૨ ॥ નાગ્નજિતી સત્યાને પણ દશ પુત્ર થયા - વીર, ચન્દ્ર અશ્વસેન, ચ્ત્રગુ, વેગવાન, વૃષ, આમ, શક્ટુ, વસુ અને પરમ તેજલ્વી કુન્તિ. | ૧૩ || કાલિન્દીના દશપુત્રો હતા - શ્રુત, કવિ, રૃષ, વીર, સુબાહુ, ભદ્ર, શાન્તિ, દર્શ, પૂર્ણમાસ અને બધાથી નાનો સોમક. || ૧૪ ॥ ૧, આાસા | ૨. «ઇપ્તિથ ! ૩. પિતૃવત્સલાઃ ! ૪. ચાર્યન્દોકગ્રસેનથ ! દ ૯૯૦1 અ૦૬૧] દસમો સ્કન્ધ 439 પ્રથોષો ગાત્રવાન્સિંહો બલઃ પ્રબલ ઊર્ધ્વગઃ । માદ્ર્યાઃ પુત્રા મહાશક્તિઃ સહ ઓજોડપરાજિતઃ ॥ ૧૫॥ વૃકો હર્ષોડનિલો ગૃધ્રો વર્ધનોડન્નાદ- એવ ચ | મહાશઃ પાવનો વહિર્મિત્રવિન્દાત્મજાઃ ક્ષુધિઃ ॥। ૧૬॥॥ સડગ્રામજિદ્બૃહત્સેનઃ શૂરઃ પ્રહરણોડરિજિત્‌ । જયઃ સુભદ્રો ભદ્રાયા વામ આયુશ્ચ સત્યકઃ | ૧૭॥ દીમિમાંસ્તામ્રતક્ાધા* રોહિણ્યાસ્તનયા હરેઃ | પ્ર્ુમ્નાચ્યાનિરુદ્ધોડભૂદ્‌ રુક્મવત્યાં મહાબલઃ || ૧૮॥। પુત્યાં તુ રક્મિણો રાજન્‌ નામ્ના ભોજકટે પુરે । એતેષાં પુત્રપૌત્રાશ્ચ બભૂવુઃ કોટિશો નૃપ | માતરઃ કૃષ્ણજાતાનાં સહસ્રાણિ ચ પોડશ ॥ ૧૯॥ યજન કર્થ અકમ્યરિપુત્રાય પ્રાદાદ્‌ દુહિતરં યુધિ | કુખોન પરિભૂતસ્તંર હત્તું રનાં પ્રતીક્ષતે | એતદાખ્યાહિ મે વિદ્રન્‌ હ્િષોરવેવાહિકં મિથઃ ॥ ૨૦॥ અત્તાગતમતીતં ચ વર્તમાનમતીન્દ્રિયમ્‌ | વિપ્રકૃષ્ટ વ્યવહિતં સમ્યક્‌ પશ્યત્તિ યોગિનઃ ॥ ૨૧॥ શ્રીશુક 6૧૨ સ્વયંવરે સાક્ષાદનક્ોડડ્ઞયુતસ્તયા | મેતાન્‌ નિર્જિત્ય જહારૈકરથો યુધિ ॥ ૨૨॥ મદ્રદેશની રાજકુમારી લક્ષ્મણાને પ્રઘોષ, ગાત્રવાન, સિંહ, બલ, પ્રબલ, ઊર્ધ્વગ, મહાશક્તિ, સહ, ઓજ અને અપરાજિત નામના દશ પુત્રો હતા. || ૧૫ |! મિત્રવૃન્દાના પુત્ર હતા - વૃક, હર્ષ, અનિલ, ગૃધ્ર, વર્ધન, અન્નાદ, મહાશ, પાવન, વહ્નિ અને ક્ષુષિ. | ૧૬ 1 ભદ્રાના પુત્ર. હતા - સંગ્રામજિત, બૃહત્સેન, શુર, પ્રહરણ, અરિજિત્‌, જય, સુભદ્ર, વામ, આયુ, અને સત્યક. ૧૭ ॥ આ પટરાણીઓ સિવાય ભગવાનની રોહિણી વગેરે સોળ હજાર એક્સો બીજી પણ રાણીઓ હતી. તેમના દીપ્તિમાન અને તામ્રતપ્ત વગેરે દશ-દશ પુત્રો થયા. અક્મિણીનંદન પ્રધુમ્નનો વિવાહ માયાવતી રતિ સિવાય ભોજકટ-નગરનિવાસી રુકમીની પુત્રી સુક્મવતી સાથે પણ થયો હતો. તે સુકમવતીથી પરમ બળવાન અનિસુદ્ધનો જન્મ થયો હતો. પરીક્ષિત! શ્રીકૃષ્ટના પુત્રોની માતાઓ જ સોળ હજારથી વધારે હતી. તેથી તેમના પુત્ર-પૌત્રોની સંખ્યા કરોડો સુધી પહોંચી ગઈ. || ૧૮-૧૯ ||
  1. રાજા પરીક્ષિતે પૂછ્યું - પરમશાની મુનીશ્વર! ભગવાન શ્રીકૃષ્ણે રણભૂમિમાં રુકમીનો ભારે તિરસ્કાર કર્યો હતો. તેથી તે હંમેશાં એ લાગ જોતો હતો કે અવસર મળતાં જ શ્રીકૃષ્ટ્ને મારી નાખું. આવી સ્થિતિમાં તેણે પોતાની કન્યા રુક્મવતી પોતાના શત્રુના પુત્ર પ્રધુમ્નજીને કઈ રીતે આપી? કૃપા કરીને કહો! બે શત્રુઓમાં - શ્રીકૃષ્ણ અને સુકમીમાં ફરીથી પરસ્પર વૈવાહિક સંબંધ કઈ રીતે થયો? 1૨૦ ॥ આપ બધી વાત જાણો છો. . કેમકે યોગીઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી વાતો સારી રીતે જાણે છે. (તેઓ ઇન્દ્રિયોથી ન જાણી શકાય તેવું, દૂર રહેલું તથા જેની વચ્ચે બીજી વસ્તુ રહેલી હોય તેવું પણ જાણી શકે છે. 1૨૧ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! પ્રઘુમ્નજી મૂર્તિમાન કામદેવ હતા. તેમના સૌન્દર્ય અને ગુણોથી પ્રસન્‍ન થઈને રુકમવતીએ સ્વયંવરમાં તેમને વરમાળા પહેરાવી દીધી. પ્રદ્ુમ્નજીએ યુદ્ધમાં એક્લા જ ત્યાં એકઠા થયેલા રાજાઓને જીતી લીધા અને સુક્મવતીને હરી લાવ્યા. | રર || તાપ્રપત્રાધાઃ 1 ર. પરિભૂતોડ્સો ! ૩. પ્રાચીન પ્રતમાં આ શ્લોક એ પછીના તેવીસમાં શ્લોક પછી છે. 440 શ્રીમદભાગવત [૦૬૧ યઘ્યપ્યનુસ્મરન્‌ વૈરં સુકમી કૃષ્ણાવમાનિતઃ | વ્યતરદ ભાગિનેયાય સુતાં કુર્વન્‌ સ્વસુઃ પ્રિયમ્‌ ॥ ૨૩॥। સકિમિણ્યાસ્તનયાં રાજન્‌ કૃતવર્મસુતો બલી | ઉપયેમે વિશાલાક્ષીં કન્યાં ચારુમતી કિલ | ર૪૧ દૌહિત્રાયાનિરુદ્ધાય પૌત્રી રુકમ્યદદાદ્ધરેઃ | શેથનાં બદ્ધવૈરોડપિ સ્વસુઃ પ્રિયચિકીર્ષયા ! જાતશધર્મ તદ્‌ યૌતં સ્નેહપાશાનુબન્ધનઃ ॥ રપ॥ તરિમેજ્નભ્યુદયે રાજન્‌ રુકિમિણી રામકેશવો । પુરું ભોજકટં જગ્મુઃ સામ્બપ્રધુમ્તકાદયઃ || ર૬॥ તસ્મિન્‌ નિવૃત્ત ઉદ્દાહે કાલિન્રપ્રમુખા નૃપાઃ । દપ્તાસ્તે સ્ક્મિણં પ્રોચુર્બલમશેર્વિનિર્જય ॥ ૨૭॥ અનકક્ષશ્ઞો હમાં રાજશપિ તદદવ્યસનં મહત્‌ ! ઇત્યુક્તો બલમાહ્ય તેનાક્ષૈ રુક્મ્યદીવ્યત || ૨૮॥ શતં સહસ્મયુતં રામસ્તત્રાદદે પણમ્‌ | તં તુ રુકમ્યજયત્તત્ર કાલિક્રઃ પ્રાહસદ્‌ બલમ્‌ | દન્તાન્‌ સન્દર્શયશુચ્યર્ામૃષ્યત્તદ્ધ્ાયુધઃ ॥ ૨૯॥ તતો લક્ષ રઠમ્યગૃહ્રાદ્ગ્લહં તત્રાજયદ્‌ બલઃ | જિતવાનહમિત્યાહ રુક્મી કૈતવમાશ્રિતઃ | ૩૦॥ મત્યુના ક્રુભિતઃ શ્રીમાન્‌ સમુદ્ર ઇવ પર્વણિ । જાત્યારણાક્ષોડતિરુષા ન્યર્બુદં ગ્લઠમાદદે ॥ ૩૧॥ ત ચાપિ જિતવાન્‌ રામો ધર્મેણચ્છલમાશ્રિતઃ | રુકમી જિતં મયાડત્રેમે વદત્તુ* પ્રાશ્તિકા ઈતિ ॥ ૩૨॥ જોકે ભગવાન શ્રીકૃષ્ણથી અપમાનિત થવાને લીધે રુક્મીના હૃદયનો ક્રોધાગ્નિ શાંત થયો ન હતો, તે હજી પણ તેમની સાથે વેર બાંધીને બેઠો હતો, તેમ છતાં પોતાની બહેન સ્કિમિજ્રીને પ્રસન્‍ન કરવા માટે તેણે તેના ભાણેજ પ્રધુમ્નને પોતાની પુત્રી પરણાવી દીધી. ।| ૨૩ ([પરીક્ષિત! દશ પુત્રો ઉપરાંત સુક્મિણીજીને એક સુંદર અંગોવાળી, વિશાળ નૈત્રોવાળી કન્યા હતી. તેનું નામ હતું ચારુમતી. કૃતવર્માના પુત્ર બલીએ તેની સાથે લગ્ન કર્યા, | ૨૪ || પરીક્ષિત! રુક્મીનું ભગવાન શ્રીકૃષ્ણ સાથે જૂનું વેર હતું. છતાં પણ પોતાની બહેન સુક્મિણીને પ્રસન્‍ન કરવા માટે તેણે પોતાની પૌત્રી રોચનાના વિવાહ સુકિમિણીના પૌત્ર, પોતાના દોહિત્ર અનિરુદ્ધ સાથે કર્યા [જોકે રુક્મીને એ વાતની જાણ હતી કે આ પ્રકારનો વિવાહ-સંબંધ ધર્મને અનુકૂળ નથી, છતાં પણ સ્નેહવશ તેણે આમ કર્યું. ॥ રપ | પરીક્ષિત! અનિસુદ્ધના લગ્નોત્સવમાં ભાગ લેવા માટે ભગવાન શ્રીકૃષ્દા, બલરામજી, રુક્ગિણીજી, પ્રધુમ્ન, સામ્બ વગેરે દવારકાવાસી ભોજક્ટનગર પધાર્યા. !! ર ૬ [જ્યારે વિવાહોત્સવ નિર્વિધ્ને સમાપ્ત થઈ ગયો ત્યારે કલિદ્રનરેશ વગેરે અભિમાની રાજાઓએ સુકમીને કહ્યું કે, “તમે બલરામજીને પાસાની રમતમાં જીતી લો. રાજન્‌! બલરામજી પાસા નાખવાનું તો જાણતા નથી, પરંતુ તેમને તે રમતનું વ્યસન છે.’ તે લોકોના બઢેકાવવાથી રુક્મીએ બલરામજીને બોલાવ્યા અને સ્વયં તેમની સાથે ચોસર રમવા બેઠો. | ૨૭-૨૮ || બલરામજીએ પહેલાં સો, પછી હજાર અને ત્યાર પછી દશ હજાર મહોરોનો દાવ લગાવ્યો તે દાવ રુકમી જીતી ગયો. સ્કમીની જીત થવાથી કલિંગનરેશ દાંત દેખાડી-દેખાડીને, ખૂબ મોટેથી બલદેવજીની હાંસી ઉડાડવા લાગ્યો, બલરામજી તે હાંસીને સહી ન શક્યા અને થોડા ક્રોધિત થયા. | ૨૯ || ત્યાર પછી રુક્મીએ એક લાખ મહોરોનો દાવ લગાડ્યો. તે બલરામજી જીતી ગયા. પરંતુ રુક્મી કપટનો આશ્રય કરીને કહેવા લાગ્યો કે આ દાવ હું જીત્યો છું, | ૩૦ || આથી બલરામજી ક્રોધથી ખળભળી ઊઠ્યા, તેમના હદયમાં (પૂર્ણિમાના દિવસે સમુદ્રમાં ભરતી આવે તેમ) ક્રોધની ભરતી આવી. તેમનાં નેત્રો સ્વાભાવિક રીતે જ લાલ-લાલ હતાં અને વળી કોધથી વધારે લાલચોળ થઈ ગયાં. હવે તેમણે દશ કરોડ મહોરોનો દાવ મૂક્યો. | ૩૧ ॥ આ વખતે પણ થૂતનિયમ પ્રમાણે બલરામજી દાવ જીતી ગયા, પરંતુ રુક્મીએ કપટ કરીને કહ્યું - ‘હું જીત્યો છું. આ વિષયના નિષ્ણાત કહિંગનરેશ વગેરે સભાસદો આનો નિર્ણય કરે.’ ॥ ૩૨ || ૧, બૂવન્તુ ! અ૦૬૧] દસમો સ્કન્ધ 441 તદાડબ્રવીજ્ભોવાણી બલેનૈવ જિતો ગ્લહઃ | ધર્મતો વચનેનેવ રુકમી વદતિ વૈ મૃષા | ૩૩॥ તામનાદંત્ય વૈદર્ભો દુષ્ટરાજન્યચોદિતઃ | સડકર્ષણં પરિહસન્‌ બભાષે કાલચોદિતઃ || ૩૪॥ નૈવાક્ષકોવિદા યૂર્યં ગોપાલા વનગોચરાઃ | અક્ષે્દીવ્યત્તિ રાજાનો બાશૈશ્વ ન ભવાદેશાઃ ॥ ૩૫॥ રક્મિણૈવમધિક્ષિપ્,ો રાજભિશ્ચોપહાસિતઃ |! ડિ ક્રદ્ધઃ પરિઘમુદ્યમ્ય જને તપ નૃમ્ણસંસદિ ॥૩૬॥ કલિડ્નરાજં તરસા ગૃહીત્વા દશમે પદે | દન્તાનપાતયત્‌ ક્રદ્ધો યોડહસદ્‌ વિવૃતેર્ડિજૈઃ ॥ ૩૭॥ અન્યે નિર્ભિન્ષબાહૂરુશિરસો રુધિરોક્ષિતાઃ | રાજાનો દુદ્વર્ભીતા બલેન પરિઘાર્દિતાઃ ॥ ૩૮॥ નિહતે રુકિમણિ શ્યાલે નાબ્રવીત્‌ સાધ્વસાધુ વા । રક્મિણીબલયો રાજન્‌ સ્નેહભક્ભયાદ્ધરિઃ ॥ ૩૯॥ તતોડનિરુદ્ઠં સહ સૂર્યયા વરં રથં સમારોપ્ય યયુઃ કુશસ્થલીમ્‌ | રામાદયો ભોજકટાદ્‌ દશાર્હાઃ સિદ્ધાખિલાર્થા મધુસૂદનાશ્રયાઃ ॥૪૦॥ તે સમયે આકાશવાણીએ કહ્યું — “ધર્મ પ્રમાણે આ દાવ બલદેવજી જીત્યા છે. રુક્મીની વાત તદન જૂઠી છે. | ૩૩ ॥ એક તો રુકમીના માથા પર મૃત્યુ નાચતું હતું અને બીજું તેમના મિત્ર દુષ્ટ રાજાઓએ તેને ચઢાવી રાખ્યો હતો. તેથી તેણે આકાશવાણી ઉપર કોઈ ધ્યાન ન આપ્યું અને બલરામજીની ઠેકડી કરતો તેમને કહેવા લાગ્યો - | ૩૪ || “બલરામજી! છેવટે તમે લોકો વન-વન ભટકનારા ગોવાળ જ છો ને! તમે પાસા રમવાનું શું જાણો? પાસા અને બાણોથી તો માત્ર રાજાઓ જ રમી શકે છે, તમારા જેવા નહીં. 1૩૫ ॥ રુકમીના આ રીતે આક્ષેપ અને બીજા રાજાઓ દ્વારા ઉપહાસ કરવાથી બલરામજી કોધથી લાલચોળ થઈ ગયા. તેમણે એક મુદ્ગર ઉઠાવ્યો અને તે માંગલિક સભામાં જ રુકમીને મારી નાંખ્યો. |! ૩૬ | પહેલાં કલિંગનરેશ દાંત દેખાડી-દેખાડીને હસતો હતો, હવે રંગમાં ભંગ જોઈને તે ત્યાંથી ભાગ્યો; પરંતુ બલરામજીએ દશ ડગલાંમાં જ તેને પકડી લીધો અને ક્રોધપૂર્વક તેના દાંત તોડી નાખ્યા, 1૩૭ || બલરામજીએ પોતાના મુદ્ગરના પ્રહારથી બીજા રાજાઓના પજ્ન હાથ, પગ, સાથળો, માથાં વગેરે તોડી-ફોડી નાખ્યાં. તે બધા રાજા લોહીથી ખરડાયેલા, ભયભીત થઈને ત્યાંથી ભાગી છૂટ્યા. | ૩૮ || પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે એવું. વિચારીને કે, બલરામજીનું સમર્થન કરવાથી રુકિમિણીજી નારાજ થશે અને સુક્મીના વધને અયોગ્ય કહેવાથી બલરામજી નારાજ થશે તેથી પોતાના સાળા રુક્મીના મૃત્યુ બદલ તેમણે સારું-ખોટું કંઈ પણ ન કહ્યું. | ૩૯ ।( ત્યાર * પછી અનિરુદ્રનું લગ્ન અને શત્રુનો વધ બન્ને પ્રયોજન સિદ્ધ થઈ જતાં ભગવાનના આશ્રિત બલરામજી વગેરે યાદવો નવવિવા[હેત કન્યા રોચનાની સાથે અનેરુદ્ધને શ્રેષ્ઠ રથમાં બેસાડી ભોજકટથી દ્વારકાપુરી આવ્યા. || ૪૦ ॥ સ્કકન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે૨ ઉત્તરાર્ધ અનિરુદ્ધવિવાહે રુંકિમવધો નામૈકષષ્ટિતમોડધ્યાયઃ | ૬૧ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત અનિરુદ્ધ-વિવાહમાંનો રુક્મિવધ નામનો એકસઠમો અધ્યાય સમાપ્ત.