જ સિત્તેરમો અધ્યાય ભગવાન શ્રીકૃષ્ણની નિત્યચર્યા અને તેમની પાસે જરાસંધના કેદી રાજાઓના દૂતનું આવવું. કશુક ઉવાચ અથોષસ્યુપવૃત્તાયાં કુક્કુટાન કૂજતોડશપન્ | ગૃહીતકણઠચઃ પતિભિર્માધવ્યો વિરહાતુરાઃ ॥ ૧॥ વયાંસ્યરૂરુવન્ કૃષ્ણં બોધયન્તીવ વન્દિનઃ । ગાવત્સ્વલિષ્વનિદ્રાણિ મન્દારવનવાયુભિઃ || ર॥| મુહૂર્ત તં તુ વૈદર્ભી નામૃષ્યદતિશોભનમ્ | પરિરમ્ભણવિશ્લેષાત્ પ્રિયબાહન્તરં ગતા || ગા શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે પ્રાતઃકાળ થવા આવતો, ફૂકડા બોલવા લાગતા, ત્યારે તે શ્રીકૃષ્ણપત્નીઓ, કે જેમના કંઠમાં શ્રીકૃષ્ણ પોતાની ભુજા વડે આલિંગન આપી રહ્યા છે, શ્રીકૃષ્ણથી વિખૂટાં થવું પડશે એમ વિચારીને વ્યાકુળ થઈ એમ કહેતી કે ‘આ કૂકડાઓ ના બોલ્યા હોત તો સારું.’ ॥ ૧ || તે વખતે મંદારનાં પુષ્પોની સુગંધથી સુવાસિત વાયુ વાતો હતો. ભમરાઓ તાલરવરે સંગીતનો તાન છેડી દેતા. પક્ષીઓ જાગી જતાં અને બંદીજનોની જેમ ભગવાન શ્રીકૃષ્ઠાને જગાડવા માટે મધુર સ્વરથી ક્લરવ કરવા લાગતાં. |! ર ! એ પ્રભાતના સમયે પતિ શ્રીકૃષ્ણના બાહુઓ વચ્ચે રહેલાં રુક્મિણીજી, પતિના આલિંગનથી વિયોગ થશે એવી આશંકાથી તે સુંદર અને પવિત્ર બ્રાહ્મમુહૂર્તને પણ અસલ સમજવા લાગતાં હતાં. |! ૩ ॥ ૧. દયમસ્કનધે એકોનસપ્તતિતમોડધ્યાયઃ | ર. બાદરાયણિરુવાચ | અં ૭૦] દસમો સ્કન્ધ 479 બ્રાહ્મે મુહૂર્ત ઉત્થાય વાર્યુપસ્પૃશ્ય માધવઃ | દધ્યૌ પ્રસન્્નકરણ આત્માનં તમસઃ પરમ્ 1૪॥| એકં સ્વયંજ્યોતિરતન્યમવ્યયં૧ સ્વસંસ્થયા નિત્યનિરસ્તકલ્મષમ્ ! બ્રહ્માખ્યમસ્યોદ્વવનાશહેતુભિઃ સ્વશક્તિભિર્લક્ષિતભાવનિર્વૃતિમૂ ॥૫॥ અથાપ્લુતોડમ્ભસ્યમલે યથાવિધિ ક્રિયાકલાપં પરિધાય વાસસી। સન્ધ્યોપગમાદિ સત્તમો હુતાનલો બ્રહ્મ જજાપ વાગ્યતઃ | ૬॥ ચકાર ઉપસ્થાયાર્કમુધન્તં તર્પયિત્વાડડત્મનઃ કલાઃ | દેવાનૃષીન્ પિહૃન્ વૃદ્ધાન્ વિપ્રાનભ્યર્ચ્યચાત્મવાન્ | ૭॥ ધૈનૂનાં સ્કમશૃડગીણાં સાધ્વીનાં મૌક્તિકસજામ્ | પયસ્થવિનીનાં ગૃષ્ટીનાં સવત્સાતાં સુવાસસામ્ || ૮|। દદી રૂપ્યખુસગ્રાણાં કૌમાજિનતિલૈઃ સહ | અલડ્કૃતેભ્યો વિપ્રેભ્યો બહ બદં દિને દિને ॥ ૯] શોવિપ્રદેવતાવૃદ્ગુરૂત્ચે ભૂતાનિ સર્વશઃ | નમસ્કૃત્યાત્મસમ્ભૂતીર્મકલાનિ” સમસ્પૃશત્ ! ૧૦॥ ભગવાન શ્રીકૃષ્ણ દરરોજ બ્રાહ્મમુહૂર્તમાં જ ઊઠી જતા અને હાથ-મોઢું ધોઈને પોતાના માયાતીત આત્મસ્વરૂપનું ધ્યાન કરતા. તે સમયે તેમનું રોમે-રોમ આનંદથી ખીલી ઊઠતું હતું. 1૪ | પરીક્ષિત! ભગવાનનું આત્મસ્વરૂપ એકર છે અર્થાત્ અદ્વિતીય છે, સ્વયંપ્રકાશસ્વરૂપ છે, તથા તે જ તે છે - તેમના સિવાય અન્ય કાંઈ છે જ નહિ, અખંડ છે, અવિનાશી છે, આત્મસ્વરૂપમાં રહેવાના કારે તેમાં કોઈ ઉપાધિદોષ નથી અને જે “બ્રહ્મ નામથી કહેવાય છે. આ વિશ્વની ઉત્પત્તિ, પલન અને સંહારનું કારણ છે. તેમની શક્તિઓને કારણે જ આ વિશ્વની સત્તા અને આનંદ પ્રકાશિત થાય છે. ૫ || ત્યાર બદ તેઓ વિષિપૂર્વક નિર્મળ અને પવિત્ર જળમાં સ્નાન કરતા. પછી શુદ્ધ ધોતી પહેરીને, ઉપવસ્ત્ર ઓઢીને યથાવિધિ નિત્યકર્મ સંધ્યાવંદન વગેરે કરતા. ત્યાર પછી હવન કરતા અને મૌન રહી ગાયત્રી- જપ કરતા. કેષ ન કરે, તેઓ સત્પુરુષોના આદર્શ કે.1 ૬ ॥ ત્યાર પછી સૂર્યોદયના સમયે સૂર્યાપસ્થાન કરતા અને પોતાના અંશસ્વરૂપ દેવતાઓ, ત્દષિઓ તથા પિતૃઓનું તર્પણ કરતા. પછી કુળના વડીલ-વૃદ્ધો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કરતા. ત્યાર પછી પરમ મનસ્વી શ્રીકૃષ્ણ દૂધ આપતી, પ્રથમવાર વિયાએેલી, વાછરડાવાળી, શાંત ગાયોનું દાન આપતા. દાનમાં અપાતી ગાયોને સુંદર વસ્ત્રો અને મોતીઓની માળાઓ પહેરાવવામાં આવતી. [શ્ૈગડીઓમાં સોતું અને પગની ખરીઓમાં ચાંદી મઢવામાં આવતી. તે ગાયો બ્રાહ્મણોને વસ્રાભૂષણથી સુસજ્જ કરીને, રેશમી વસ્ત્ર, મૃગ્ચર્મ અતે તિલક કરીને દરરોજ તેરહજાર ચોર્યાશી ગાયોનું આ રીતે દાન આપતા. [૭-૯ || ત્યાર પછી પોતાની વિભૂતિરૂપ ગાયો, બ્રાહ્મણો, દેવતાઓ, કુળના જડીલ- વૃદ્ધો, ગુરુજનો અને સમસ્ત પ્રાણીઓને પ્રજ્ઞામ કરીને માંગલિક વસ્તુઓનો સ્પર્શ કરત!. ૧૦ /| ૧. સ્પદ્રયં | ૨, વ્યૃદ્ધાન્ ગુરૂન્ | ૩. નમસકૃત્માત્મનો ભૂતી૦ | 480 શ્રીમદભાગવત [અ૦ ૩૦ આત્માનં ભૂષયામાસ નરલોકવિભૂષણમ્ | વાસોભિર્ભ્ષણેઃ સ્વીયૈર્દિવ્યસ્રગનુલેપનેઃ | ૧૧॥ અવેક્ષ્યાજ્યં તથાડડદર્શ ગોવૃષદ્વિજદેવતાઃ | કામાંશ્ચ સર્વવર્ણાનાં પૌરાન્ત:પુરચારિણામ્ ! પ્રદાપ્ય પ્રકૃતીઃ કામૈઃ પ્રતોષ્ય પ્રત્યનન્દત ॥ ૧૨ ॥ સંવિભજ્યાગ્રતો વિપ્રાન્ સક્તામ્બૂલાનુલેપનેઃ | સુહદઃ પ્રકૃતીર્દારાનુપાયુફક્ત તતઃ સ્વયમ્ 1 ૧૩॥ તાવત્ સૂત ઉપાનીય સ્યન્દનં પરમાડુતમ્ ! સુગ્રીવાથર્હેર્યુક્તં પ્રણમ્યાવસ્થિતોડગ્રતઃ ॥ ૧૪॥ ગૃહીત્વા પાણિના પાણી સારથેસ્તમથારુહત્ ! સાત્યક્યુદ્વવસંયુક્તઃ પૂર્વાદ્રિમિવ ભાસ્કરઃ | ૧૫॥ ઈક્ષિતોડન્ત:પુરસ્ત્રીણાં સદ્રીડપ્રેમવીક્ષિતેઃ ૫ । કૃચ્છાદ્ વિસૃષ્ટો નિરગાજ્જાતહાસો હરન્ મનઃ | ૧૬॥। સુધર્માખ્યાં સભાં સર્વેવૃષ્િભિઃ પરિવારિતઃ । પ્રાવિશદ્ યજ્નિવિષ્ટાનાં ન સન્ત્યક્ર ષડૂર્મયઃ ॥ ૧૭1 તત્રોપવિષ્ટઃ પરમાસને વિભુ- રબભૌ સ્વભાસા કકુભોડવભાસયત્૨ે । નૃસિહેર્યદરભિર્યદ્ત્તમો યથોડુરાજો દિવિ તારકાગશૈઃ | ૧૮॥ વૃતો તત્રોપમન્ત્રિણો રાજન્ નાનાહાસ્યરસૈર્વિભુમ્ । ઉપતસ્થુર્નટાચાર્યા નર્તક્યસ્તાણવેઃ પૃથક્ 1૧૯ મૃદઝ્વીણામુરજવેણુતાલદરસ્વનેઃ 1 તતૃતુર્જગુસ્તુષ્ટુવુશ્વ સૂતમાગધવન્દિનઃ ॥ ૨૦॥ પરીક્ષિત! જોકે ભગવાનના દિવ્ય શરીરનું સહજ સૌંદર્ય. જ મનુષ્યલોકનું આભૂષણ છે, છતાં પણ તેઓ પોતાનું પીતામ્બર વગેરે દિવ્ય વસ્ત્રો, કૌસ્તુભાદિ આભૂષણો, પુષ્યોના હાર અને ચન્દન વગેરે દિવ્ય અંગરાગથી પોતાને શણગારતા. |! ૧૧ ॥ ત્યાર પછી તેઓ ઘી અને દર્પણમાં પોતાનું મુખારવિંદ નિહાળતા. ગાવ, ત્ઘપભ, બ્રાહ્મણ અને દેવ-પ્રતિમાઓનાં દર્શન કરતા. પછી નગરજનો અને અંતઃપુરમાં રહેવાવાળા ચારે વર્લના લોકોની અભિલાષાઓ પૂરી કરતા અને પછી પોતાના અન્ય નગરવાસી પ્રજાજનોની કામનાપૂર્તિ કરીને તેમને સંતુષ્ટ કરતા અને આ બધાંને પ્રસન્ન જોઈને સ્વર્ષ આનંદિત થતા. ॥ ૧૨ || તેઓ પુષ્યમાળા, તાંબૂલ, ચંદન અને અંગરાગ વગેરે વસ્તુઓ પહેલાં બ્રાહ્મણો, સગા-સંબંધીઓ, મંત્રીઓ અને રાજ્ીઓને વહેંચતા અને તેમાંથી બચેલી સામગ્રીનો પોતે ઉપયોગ કરતા. | ૧૩ || ભગવાન આ બધા કાર્યમાંથી પરવારી જાય ત્યાં સુધીમાં દારુક સારથિ, સુગ્રીવ વગેરે ઘોડાઓ જોડીને રથ લઈ આવતો અને પ્રણામ કરીને. ભગવાનની સામે ઊભો રહી જતો. ॥ ૧૪ || ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ સાત્યકિ અને ઉદ્વવજીની સાથે પોતાના હાથ વડે સારથિનો હાથ પકડીને રથમાં બેસી જતા - બરાબર તે જ રીતે જેમ ભુવનભાસ્કર ભગવાન સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થાય છે. || ૧૫ ॥ તે વખતે રાણીવાસની સ્ત્રીઓ લજ્જા તથા પ્રેમભરી દ[ષેથો તેમને જોવા લાગતી અને બહુ કષ્ટપૂર્વક તેમને વિદાય આપતી. ભગવાન હસીને તેમનાં ચિત્તને ચોરીને મહેલમાંથી બહાર નીકળતા. | ૧૬ || પરીક્ષિત! ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ યાદવોની સાથે સુધર્મા નામક સભામાં પ્રવેશ કરતા. તે સભાનો એવો મહિમા છે કે, જે લોકો તે સભામાં જઈને બેસતા તેમને ભૂખ- તરસ, શોક-મોહ અને જરા-મૃત્ધુ - આ છ વિકારો સ્પર્શ કરી શક્તા નહી. 1 ૧૭ || આ પ્રમાશ્ને ભગવાન શ્રીકૃષ્ણ બધી રાણીઓથી અલગ-અલગ વિદાય લઈને, એક જ રૂપમાં સુધન્વા સભામાં પ્રવેશ કરતા અને ત્યાં જઈને શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજતા. તેમની અંગકાન્તિથી દિશાઓ પ્રકાશિત થતી હતી. તે સમયે યાદવ વીરોની વચ્ચે આકાશમાં તારાઓની વચ્ચે ચન્દ્રમાની જેમ તેઓ શોભાયમાન થતા હતા. | ૧૮ ॥ પરીક્ષિત! સભામાં વિદ્ષકો અનેક પ્રકારના હાસ્ધ-વિનોદથી, અભિનેતાઓ અભિનયથી અને નર્તકીઓ કળાપૂર્ણ નૃત્પથી પોતાની અલગ-અલગ ટુકડીઓ સાથે ભગવાનની સેવા કરતી. !1૧૯॥ તે વખતે મૃદંગ, વીણા, પખાવજ, વાંસળી, ઝાંઝ અને શંખના પ્વનિથી સૂત, માગધ તથા: બંદીજનો નાચી ગાઈને ભગવાનની સ્તુતિ કરતા. || ર૦ ॥ ૧. વીશે: | ર. કકુભો વિરાજમન્। એલે ૭૦] દસમો સ્કન્ધ 481 તત્રાહુર્બાભણાઃ કેચિદાસીના બ્રહ્મવાદિનઃ | પૂર્વષાં પુણ્યયશસાં રાજ્ઞાં ચાકથયન્ કથાઃ || ૨૧॥ તત્રૈકઃ પુરુષો રાજન્ઞાગતોડપૂર્વદર્શનઃ । વિજ્ઞાપિતો ભગવતે પ્રતીહારૈઃ’ પ્રવેશિતઃ ॥ ૨૨॥॥ સ નમસ્કૃત્ય કૃષ્ણાય પરેશાય કૃતાગ્જલિઃ । રાશ્ઞામાવેદયદ્ દુઃખં જરાસન્ધનિરોધજમ્પ ॥ ૨૩॥ થે ચ દિગ્વિજયે તસ્ય સક્નરતિ ન યયુર્નુપાઃ | પ્રસહ્ય રુદ્ધાસ્તેનાસશ્યુતે હે ગિરિવ્રજે 1 ૨૪॥ કૃષ્ણ કૃષ્ણાપ્રમેયાત્મન્ પ્રપ્નષભયભગ્જન | વયં ત્વાં શરણં યામો ભવભીતાઃ પૃથગ્ધિયઃ || રપ॥ લોકો વિકર્મનિરતઃ કુશલે પ્રમત્તઃ કર્મણ્યયંચ ત્વદુદિતે ભવદર્ચને સ્વે | યસ્તાવદસ્ય બલવાનિહ જીવિતાશાં સદ્યશ્છિનત્્યનિમિષાય નમોડસ્તુ તસ્મૈ | ર૬! લોકે ભવાગ્જગદિનઃ કલયાવતીર્ણઃ સદરક્ષણાય ખલનિગ્રહણાય ચાન્યઃ | કશ્ચિત્ ત્વદીયમતિયાતિ નિદેશમીશ કિંવા જનઃ સ્વકૃતમૃચ્છતિ તન વિશ્વઃ ॥ ર૭॥ સ્વપ્નાથિતં નૃપસુખં પરતત્ત્રમીશ શશ્રદ્ધેન મૃતકેન ધુરં વહામઃ | હિત્વા તદાત્મનિ સુખં ત્વદનીહલભ્યં ક્લિશ્યામહેડતિકૃપણાસ્તવ માયયેહ ॥ ૨૮॥ કોઈ-કોઈ કુશળ વ્યાખ્યાતા બ્રાહ્મણો ત્યાં બેસીને વેદમંત્રોની વ્યાખ્યા કરતા અને કોઈ-કોઈ પૂર્વકાળના રાજાઓનાં ચરિત્રો. કહી સંભળાવતા. !1 ૨૧ || એક દિવસ દ્વારકાપુરીની રાજસભાના દ્વાર પર એક નવો. માણસ આવ્યો. દ્વારપાલોએ તેના આવવાની સૂચના ભગવાનને આપીને તેને સભાભવનમાં હાજર કર્યો. 1 ૨૨ ॥ ઘે મનુષ્યે પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણને હાથ જોડીને નમસ્કાર કર્યા અને તે રાજાઓ કે જેમણે જરાસંધના દિગ્વિજયસમયે તેની સામેમાથું ઝુકાવ્યું ન હતું અને બળપૂર્વક કેદ કરી લેવામાં આવ્યા હતા,જેમની સંખ્યા વીશ હજારની હતી, તેમનું જરાસંધના બંદી બનવાનું દુઃખ, શ્રીકૃષ્ણ સામે નિવેદન કર્યું - ॥ ૨૩-૨૪ ॥ “સચ્થિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ! આપ મન-વાણીથી અગોચર છો. જે આપના શરણમાં આવે છે તેના તમામ ભય આપ નષ્ટ કરી દો છો. મભુ! અમારી ભેદ-બુદ્ધિને લીધે અમે જન્મ-મૃત્યુરૂપ સંસારના ચકરાવાથી ભયભીત થઈને આપના શરણમાં આવ્યા છીએ. ॥ રપ 1 ભગવન્! મોટા ભાગના જીવો એવાં સકામ અને નિષિદ્ધ કર્મોમાં ફસાયેલા છે કે તે આપના જણાવેલા પોતાના પરમ કલ્યાણકારી કર્મથી અને આપની ઉપાસનાથી વિમુખ થઈ ગયા છે અને પોતાના જીવન અને જીવનસંબંધી આશા-અભિલાષાઓના ભ્રમમાં ભટકી રહ્યા છે. પરંતુ આપ અતિબળવાનછો.આપ કાળરૂપે હંમેશાં સાવધાન રહીને તેમની આશા-અભિલાષાઓનો મૂળ સાથે નાશ કરી નાખો છો. અમે આપના તે કાળરૂપને નમસ્કાર કરીએ છીએ. || ૨૬ | આપ સ્વયં જગદીશ્વર છો અને આપે જગતમાં પોતાના જ્ઞાન, બળ વગેરે અંશો સાથે એટલા માટે અવતાર ગ્રહણ કર્યો છે કે, સંતોની રક્ષા કરી દુષ્ટોને દંડઆપી શકો. આવી સ્થિતિમાં પ્રભુ! જરાસંધ વગેરે કોઈ બીજા રાજાઓ આપની ઇચ્છા અને આજ્ઞાથી , વિપરીત અમને કઈ રીતે કષ્ટ આપી રહ્યા છે, એ વાત અમારી સમજમાં આવતી નથી. જો એમ કહેવામાં આવે કે જરાસંધ અમનેકષ્ટઆપતો નથી,તેના રૂપે અમારાં અશુભ કર્મોજ અમને દુઃખ આપી રહ્યાં છે, તો એ પણ બરાબર નથીઃ કેમકે, જ્યારે અમે લોકો આપના પોતાના છીએ ત્યારે અમારાં દૃષ્કર્મો અમને ફળ આપવા કઈ રીતે સમર્થ થઈ શકે? તેથી આપ કૃપા કરીને અવશ્ય અમને આ દુઃખમાંથી મુક્ત કરો. ॥ ૨૭ ॥પ્રભુ! અમે જાલ્રીએ છીએ કે, રાજાનું સુખ પ્રારબ્ધને આધીન અને વિષયસાધ્ય છે અને સાચું કહીએ તો આ સુખ સ્વપ્ન-સુખ જેવું અત્યંત તુચ્છ અને અસત છે. સાથે-સાથે તે સુખને ભોગવનાર આ શરીર પણ એક રીતે મુડદા જેવું જ છે અને આની પાછળ હંમેશાં સેંકડો પ્રકારના ભય જોડાયેલા છે. પરંતુ અમે તો આના દ્વારા જ જગતના અનેક ભાર ઉપાડીને ફરીએ છીએ અને એ ૧. તવિરોધજમ્ | ર. કર્મક્યપિ । 482 શ્રીમદભાગવત [અ૦૭૦ તન્નો ભવાન્ પ્રણતશોકહરાડદ્રિયુગ્મો બદ્ધાન્ વિયુડક્ષ્વ મગધાહ્યયકર્મપાશાત્ । યો ભૂભુજોડયુતમતદ્રજવીર્યમેકો બિભ્રદ રરોધ ભવને મૃગરાડિવાવીઃ || ૨૯॥ યો વૈ ત્વયા દ્વિનવકૃત્વ ઉદાત્તચક્ ભગ્નો મૃધે ખલુ ભવત્તમનત્તવીર્યમ્ | જિત્વા નૃલોકનિરતં સકૃદ્ઢદર્પો યુષ્મત્રરજા રુજતિ નોડજિત તદ્ વિધેહિ || ૩૦॥ દૂત વાર ઇતિ માગધસંરુદ્ધા ભવદર્શનકાડક્ષિણઃ | પ્રપન્ઞાઃ પાદમૂલં તે દીનાનાં શં વિધીયતામ્ | ૩૧॥ શુક ઉરાચ રાજદૂતે બ્રુવત્યેવં દેવર્ષિ: પરમધુતિઃ | બિભ્રત્ પિગ્ઞજટાભારં પ્રાદુરાસીદ્ યથા રવિઃ ॥ ૩૨॥ તં દંષ્ટ્વા ભગવાન્ કૃષ્ણઃ સર્વલોકેશ્વરેશ્વરઃ | વવન્દ ઉત્થિતઃ શીર્ષ્ણા સસભ્યઃ સાનુગો મુદા | ૩૩॥ સભાજથિત્વા [વિધિવત્ કૃતાસનપરિગ્રહમ્ | બભાષે સૂહૂતેર્વાક્યેઃ શ્રદ્ધયા તર્પયન્ મુનિમ્ | ૩૪॥ અપિ સ્થિદઘ લોકાનાં ત્રયાણામકુતોભયમ્ | નનુ ભૂયાન્ ભગવતો લોકાન્ પર્યટતો ગુણઃ ॥ ૩૫॥ ન હિ તેક્વિદિતં કિગ્ચિલ્લોકેષ્વીશ્વરકર્તુષુ | અથ પૃ્છામહે યુપ્માન્ પાણવાનાં ચિકીર્ષિતમ્ ।। ૩૬॥ જે કારણ છે કે અમે અંતઃકરણના નિષ્કામભાવ અને નિઃસંગ સ્થિતિથી પ્રાપ્ત થનારા આત્મસુખનો પરિત્યાગ કરી દીધો છે. ખરેખર અમે બહુ અજ્ઞાની છીએ અને આપની માયાથી મોહિત થઈ દીન બનીને દુઃખો ભોગવી રહ્યા છીએ. ॥ ૨૮ ॥ ભગવન્! આપનાં ચરણકમળ શરણાગત પુરુષોના તમામ શોક-મોહને નષ્ટ કરવાવાળા છે. તેથી આપ જ્ અમને જરાસંધરૂપી કર્મોના બંધનથી છોડાવો. પ્રભુ! તે એકલો જ દશહજાર હાથીઓની શક્તિ ધરાવે છે અને અમને બધાને એ રીતે બંદી બનાવી રાખ્યા છે, જેમ સિંહ ઘેટાંઓને ધેરી રાખે. 1 ૨૯ ॥ ચક્રપાજ્ઞિ! આપે અઢાર વખત જરાસંધ સાથે યુદ્ધ કર્યું અને સત્તર વાર તેનું માન- મર્દન કરીને તેને છોડી દીધો. પરંતુ એક વાર તેશે આપને જીતી લીધા. અમે જાણીએ છીએ કે, આપની શક્તિ, આપનું, બળ-પરાક્રમ અનંત છે. છતાં પણ મનુષ્ય જેવું આચરણ કરતા રહીને આપે હારી જવાનો અભિનય કર્યો હતો. પરંતુ આના કારણે તેનો અહંકાર વધી ગયો છે. હે અજીત! હવે તે અમે આપના ભક્ત છીએ, એવું જાણીને અમને વધારે સતાવે છે. અમે આપની પ્રજા છીએ. હવે આપની જેવી ઇચ્છા હોય તેમ કરો. 1૩૦ ॥ ૫૮ દૂતે કહ્યું - ભગવન્! જરાસંધના બંદી રાજાઓએ આ પ્રમાણે આપને પ્રાર્થના કરી છે. તેઓ આપનાં ચરણકમળોના શરણમાં છે અને આપનાં દર્શન ઇચ્છે છે. આપ કૃપા કરીને તે દીનરાજાઓનું કલ્યાણ કરો. | ૩૧ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! રાજાઓનો દૂત આ પ્રમાણે કહી જ રહ્યો હતો કે પરમ તેજસ્વી દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંઆઆ., તેમના મસ્તક પર ચળકતી સોનેરી જટા હતી. તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે સાક્ષાત્ ભગવાન સૂર્યનારાયણ પધાર્યા છે. ॥ ૩૨ ॥ બ્રહ્મા વગેરે સમસ્ત લોકપાલોના એકમાત્ર સ્વામી ભગવાન શ્રીકૃષ્ત તેમને જોતાં જ સભાસદો અને સેવકો સાથે આનંદિત થઈને ઊભા થઈ ગયા અને મસ્તક નમાવીને તેમની વંદના કરવા લાગ્યા. 1૩૩ || દેવર્ષિ નારદજી આસનનો સ્વીકાર કરીને બેસી ગયા ત્યારે ભગવાને તેમની વિધિપૂર્વક પૂજા કરી અને પોતાની શ્રદ્ધાથી તેમને સંતુષ્ટ કરીને મધુરવાલ્રીથી બોલ્યા-!! ૩૪ ॥। ‘દેવર્ષિ! અત્યારે ત્રણે. લોકમાં કુશળ-મંગળ તો છે ને? આપ ત્રશે લોકરમાં વિચરણ કરતા રહો છો, અમને એ બહુ મોટો લાભ છે કે, ધેર બેઠાં બધાના સમાચાર મળી જાય છે. [૩૫ ॥ ઈશ્વર દ્વારા રચાયેલા ત્રલે લોકમાં એવું કોઈ રહસ્ય નથી, જેને આપ જાણતા ન હો. તેથી અમે આપની પાસેથી એ જાણવા માગીએ છીએ કે, યુષિષ્ઠિર વગેરે પાંડવો આ સમયે શું કરવા ઇચ્છે છે? 1૩૬ ॥ અ૦.૭૦] દસમો સ્કન્ધ 483 શીનરદ ઉવાચ દૃષ્ટા મયા તે બહુશો દુરત્યયા માયા વિભો વિશ્વસૃજશ્વ માયિનઃ। ભૂતેષુ ભૂર્મશ્વરતઃ સ્વશક્તિભિ- ર્વદ્ધેરિવ ચ્છજ્ર્ચો ન મેડદ્ુતમ્ 1૩૭॥ તવેહિતં કોડર્હતિ સાધુ વેદિતું સ્વમાયયેદે સૃજતો નિયચ્છતઃ | _ યદૂ વિધમાનાત્મતયાડવભાસતે તસ્મૈ નમસ્તે સ્વવિલક્ષણાત્મને | ૩૮॥ જીવસ્ય યઃ સંસરતો વિમોક્ષણં ન જાનતોડનર્થવહાચ્છરીરતઃ | લીલાવતારૈઃ સ્વયશ3્રદીપર્ક પ્રાજ્વાલયત્ ત્વા તમહં પ્રપદે 1૩૯ અથાપ્યાશ્રાવયે બ્રહ્મ નરલોકવિડમ્બનમ્ | રાશઃ પૈતૃષ્વસેયસ્ય ભક્તસ્ય ચ ચિકીર્ષિતમ્ ॥ ૪૦॥ યક્ષ્યતિ ત્વાં મખેન્દ્રેણ રાજસૂયેન પાણ્ડવઃ | પારમેષ્ઠ્યકામો નૃપતિસ્તદ ભવાનનુમોદતામ્ | ૪૧॥ તસ્મિન્ દેવ ક્રતુવરે ભવન્ત વૈ સુરાદયઃ | દિદક્ષવઃ સમેષ્યાન્તે રાજાનશ્ચ યશસ્વિનઃ || ૪૨ શ્રવણાત્ કીર્તનાદ ધ્યાનાત્ પ્યત્તેડન્તેવસાથિનઃ | તવ બ્રહ્મમયસ્યેશ કિમુતેક્ષાભિમર્શિનઃ | ૪૩॥ યસ્યામલં દિવિ યશઃ પ્રથિતં રસાયાં ભૂમૌ ચ તે ભુવનમડ્રલ દિગ્વિતાનમ્ । મન્દાકિનીતિ દિવિ ભોગવતીતિ ચાધો ગડ્ગેતિ ચેહ ચરણામ્બુ પુનાતિ વિશ્વમ્ ॥ ૪૪॥ દેવર્ષિ નારદજીએ કહ્યું - સર્વવ્યાપક અનંત! આપ વિશ્વના નિર્માતા છો અને એટલા મોટા માયાવી છો કે, મોટા- મોટા માયાવી બ્રહ્માજી વગેરે આપની માયાને સમજી શકતા નથી! પ્રભુ! આપ સર્વના ધટ-ઘટમાં પોતાની અચિન્ત્યશક્તિથી વ્યાપ્ત છો -બરાબર એ જ રીતે કે જેમ અગ્નિ લાકડામાં વ્યાપ્ત ૧ છે. લોકોની દ” સત્ત્વ વગેરે ગુણોમાં જ અટકેલી રહે છે, તેથી તેઓ આપને નથી જોઈ શકતા. મેં એક જ વાર નહિ, અનેકવાર આપની માયા જોઈ છે. તેથી આપ આ પ્રમાણે અજાણ્યા થઈને પાંડવોના સમાચાર પૂછો છો એમાં મને કોઈ આશ્ચર્ય થતું નથી, 1૩૭ || ભગવન્| આપ પોતાની માયાથી જ આ જગતની રચના અને સંહાર કરો છો, અને આપની માયાને લીધે જ આ જગત અસત્ય હોવા છતાં સત્ય ભાસે છે. આપ ક્યારે શું કરવા ઇચ્છો છો, એ વાત સારી પેઠે કોણ સમજી શકે છે? આપનું સ્વરૂપ સર્વથા અચિન્ત્ય છે. હું તો માત્ર આપને વારંવાર નમસ્કાર કરું છું, 1 ૩૮ ॥ શરીર અને તેની સાથે સંબંધ રાખવાવાળી વાસનાઓમાં ફસાઈને જીવ જન્મ-મૃત્યુના ચકરાવામાં ભટકતો રહે છે તથા તે જાણતો નથી કે, ‘હું આ શરીરથી કઈ રીતે મુક્ત થઈ શકું છું.’ વાસ્તવમાં તેના કલ્યાણ માટે આપ અનેક પ્રકારના લીલા-અવતારો ગ્રહણ કરીને પોતાની પવિત્ર કીર્તિરૂપી દીપક પ્રજજ્વલિત કરી દો છો, જેના આધારે તે આ અનર્થકારી સંસારથી મુક્ત થઈ શકે. તેથી ઠું. આપના શરણમાં છું. ॥| ૩૯ ॥ પ્રભુ! આપ સ્વયં પરબ્રહ્મ છો. તો પણ મનુષ્ય જેવી લીલાનું નાટક કરતા રહીને મને પૂછી રહ્યા છો. તેથી આપના કોઈના દીકરા-ભાઈ અને પ્રેમી ભક્ત યુધિષ્ઠિર શું કરવા ઇચ્છે છે, એ વાત હું તમને કહું છું, ॥ ૪૦ ॥ એમાં શંકા નથી કે, બ્રહ્મલોકમાં જે ભોગ પ્રાપ્ત થઈ શકે છે, તે રાજા યુધિષ્ઠિરને અહીં જ પ્રાપ્ત છે. તેમને કોઈ વસ્તુની* કામના નથી. તેમ છતાં તેઓ શ્રેષ્ઠ એવા રાજસૂય યજ્ઞ દ્વારા આપની પ્રાપ્તિ માટે આપની આરાધના કરવા ઇચ્છે છે. આપ કૃપા કરીને તેમની આ અભિલાષાનું અનુમોદન કરો. ॥ ૪૧ ।। ભગવન તે શ્રેષ્ઠયજ્ઞમાં આપનાં દર્શન કરવા માટે મોટા-મોટા દેવતાઓ અને યશસ્વી રાજાઓ આવશે. ॥ ૪૨ ॥પ્રભુ! આપ સ્વયં વિશઞાનાનંદઘન બ્રહ્મ છો. આપના શ્રવણ, કીર્તન અને ધ્યાનમાત્રથી ચાંડાળો પણ પવિત્ર થઈ જાય છે. પછી જેને આપનાં દર્શન અને સ્પર્શ મળે છે, તેમના માટે તો કહેવાનું જ શું છે? || ૪૩ ॥ ત્રિભુવન- મંગલ! આપની નિર્મલ કીર્તિ સમસ્ત દિશાઓ તથા સ્વર્ગ, પૃથ્વી પાતાળમાં પણ છવાઈ રહી છે; બરાબર તે જ પ્રમાણે જેમ આપના ચરણામૃતની ધારા સ્વર્ગમાં મંદાકિની, પાતાલમાં ભોગવતી અને મૃત્યુલોકમાં ગંગાના નામથી પ્રવાહિત થઈને સંપૂર્ણ વિશ્વને પવિત્ર કરી રહી છે, ॥ ૪૪ ॥ શ્રીમદભાગવત [અ૦૭૧ કીંદુક ઉવાય તત્ર તેષ્વાત્મપક્ષેષ્વગૃદ્મત્સુ વિજિગીષયા | વાચઃપેશૈઃ સ્મયન્ ભૃત્યમુદ્ધવં પ્રાહ કેશવઃ | ૪૫॥ કાંભગવાુવાય ત્વં હિ તઃ પરમં ચક્ષુઃ સુહન્મન્ત્રાર્થતત્ત્વવિત્ ! તથાત્ર બ્રૂહ્મનુષ્ઠેયં શ્રદ્ધ્મઃ કરવામ તત્ 1૪૬॥ ઇત્યુપામન્ત્રિતો ભર્તા સર્વશેનાપિ મુગ્ધવત્ ! નિદેશં શિરસાડડધાય ઉદ્વવઃ પ્રત્યભાષત ।। ૪૭॥ -ક શ્રીશુકેદવજી કહે છે - પરીક્ષિત! સભામાં જેટલા થાદવો બેઠા હતા, તેઓ એ વાત માટે અત્યંત ઉત્સાહિત થઈ રહ્યા હતા કે, પ્રથમ જરાસંધ ઉપર ચઢાઈ કરીને તેને જીતી લેવો. તેથી તેમને નારદજીની વાત ગમી ગઈ. ત્યારે બ્રહ્મા વગેરેના શાસક ભગવાન શ્રીકૃષ્ણે સહેજ હસીને બહુ, જ મધુરવાણીમાં ઉદ્ધવજીને કહ્યું - | ૪૫ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - “ઉદ્વવ! તમે મારા હિતૈષી સુદ છો. શુભ સંમતિ આપવાવાળા અને કાર્યના તત્ત્વને સારી રીતે સમજો છો, તેથી અમે તમને અમારું ઉત્તમ નેત્ર માનીએ છીએ. હવે તમે જ કહો કે, આ વિષયમાં આપણે શું કરવું જોઈએ. તમારી વાતમાં અમને શ્રદ્ધા છે. તેથી હવે તમારી સલાહ પ્રમાણે જ કામ કરીશું. | ૪૬ || જ્યારે ઉદ્વવજીએ જોયું કે, ભગવાન શ્રીકૃષ્ણ સર્વશ હોવા છતાં પણ અજાલ્ધાની જેમ સલાહ પૂછી રહ્યા છે, ત્યારે તેઓ તેમની આજ્ઞા માથે ચઢાવીને બોલ્યા. || ૪૭ ॥ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ધ ભગવધાનવિચારે સપ્તતિતમોડધ્યાયઃ ॥ ૭૦ ॥| દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત સિત્તેરમો અધ્યાય સમાપ્ત.
ભગવાન શ્રીકૃષ્ણની નિત્યચર્યા અને તેમની પાસે જરાસંધના કેદી રાજાઓના દૂતનું આવવું.
શ્રીકૃષ્ણ ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પધારવું, Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.